નિફ્ટીમાં ૪૬૭૫ મહત્વની ટેકાની સપાટી

Published: 29th December, 2011 05:49 IST

સંસદમાં લોકપાલ બિલ ભલે પાસ થયું, પરંતુ કૉન્ગ્રેસ પાર્ટીની ઇચ્છા મુજબ બંધારણીય સ્વરૂપ ન મળતાં એને સરકારની હાર સમજી તેમ જ ઈરાન દ્વારા યુરોપીય દેશોને ક્રૂડ ઑઇલ નહીં આપવાની ધમકીને પગલે ગઈ કાલે નિફ્ટીમાં ૪૭૨૫ની ટેકાની સપાટી તૂટતાં ગભરાટમાં ૪૬૮૩ થઈ છેલ્લે ૪૭૧૧ને મથાળે બંધ રહેતાં આજે બજારમાં ગભરાટ વધવાની શક્યતા છે એ જોતાં આરંભમાં જ ૪૭૦૦નો પુટ ખરીદવાની સલાહ છે.(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)

ગઈ કાલે અંબાણીબંધુઓ વચ્ચે સમાધાનની કોઈ જાહેરાત ન આવતાં રિલાયન્સ ઘટતાં બન્ને સૂચક અંકોમાં ઘટાડો નોંધાયો હતો. આઇટી શૅરોની મજબૂતાઈને કારણે નિફ્ટીમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે બજારમાં સુધારાનો આધાર સ્ટેટ બૅન્ક પર છે, કારણ કે એની નબળાઈ પાછળ બૅન્ક નિફ્ટી ઘટતાં સમગ્ર બજારનું સેન્ટિમેન્ટ બગડતું જાય છે અને બજારમાં વનવે ટ્રાફિક (ઘટવાતરફી) જેવી ચાલ જોવા મળી છે અને દરેક ઉછાળે વેચવાલીનું દબાણ જોતાં આજ પછી ઉપલા વલણના આરંભમાં વધુ ઘટાડાની શક્યતા છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૭૮૦ નીચે ઉછાળે વેચવાલી જોવા મળશે અને નીચામાં ૧૫,૬૬૬ તૂટતાં ૧૫,૫૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૧૫,૭૮૦ ઉપર ટકી જતાં ૧૫,૮૫૫થી ૧૫,૯૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૭૩૦થી ૪૭૫૧ પ્રતિકારક ઝોન છે જેની નીચે ૪૬૭૫થી ૪૬૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૪૭૫૧ ઉપર ૪૭૯૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

રિલાયન્સ


૭૪૭ નીચે ૭૫૩ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૭૨૮ તૂટતાં ૭૧૫નો ભાવ.

મહિન્દ્ર

૬૭૫ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. હવે ૬૯૦ ઉપર ૭૧૫નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૨૪૩ના સ્ટૉપલૉસે ૨૪૮ ઉપર લેવું અને ઉપરમાં ૨૫૭ પાસે વેચવું.

સ્ટેટ બૅન્ક

૧૫૮૦ના ચુસ્ત સ્ટૉપલૉસે લેણ કરવું અને ૧૬૨૯ ઉપર વધારવું અને ઉપરમાં ૧૬૬૦ પાસે નફો કરવો.

ઇન્ફોસિસ

૨૭૫૭ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૨૭૮૦ ઉપર વધારવું. ઉપરમાં ૨૮૦૩ ઉપર ૨૮૩૦ સુધીનો ઉછાળો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK