નિફ્ટીમાં ૪૮૧૦ નીચે રૂખ મંદીની

Published: 22nd November, 2011 10:06 IST

સપ્તાહનો આરંભ આગલા બંધ કરતાં નીચે થયા બાદ ફૉલો-અપ લેવાલીના અભાવે અને એક્સ્પાયરી પૂર્વે તેજીવાળાને ભાવથી ઘણું છેટું પડી ગયું હોવાથી હવે નીચા મથાળે ઍવરેજ કરવાને બદલે ૪૮૪૫ની નીચી સપાટી તૂટતાં લેણનો ઊભો વેપાર સરખો કરવામાં આવતાં નિફ્ટી ૪૭૯૦ની સપાટી તોડી નીચામાં ૪૭૬૯ થઈ છેલ્લે ૪૭૮૩ બંધ રહી છે.(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

બજારમાં હમણાં ‘ઑપરેશન એલિફન્ટ’ ચાલે છે અને એનાં દરેક કાઉન્ટરો વેચવાલીના દબાણે તૂટી રહ્યા છે જેને કારણે સેન્ટિમેન્ટ બગડતાં અન્ય શૅરો પણ તૂટતાં એક્સ્પાયરી પહેલાં દરેક ઉછાળે વેચવાલી વધતાં નિફ્ટીમાં હવે ૪૭૫૦ નીચે બંધ આવતાં ૪૫૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે. બજારનું સેન્ટિમેન્ટ બૅન્ક-શૅરો જ બદલી શકે એમ છે એ જોતાં આજે બૅન્ક નિફ્ટી પર ધ્યાન આપવું.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૮૯૦ નજીકની ટેકાની સપાટી છે જે તૂટતાં ૧૫,૪૩૦ સુધીના ઘટાડાની શક્યતા છે. ૧૬,૦૫૦ ઉપર ૧૬,૨૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૮૧૦ સૌથી નજીકની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૪૮૫૨ સુધીનો ઉછાળો નીચામાં ૪૭૩૦ નીચે ૪૬૯૦થી ૪૬૩૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

આજનું ઓપનિંગ ખૂબ જ અગત્યનું. ૮૫૩૦ રૂપિયા નીચે રૂખ મંદીની અને નીચામાં ૮૪૫૫ નીચે ૮૩૪૦ સુધીનો ઘટાડો જ્યારે ૮૫૩૦ ઉપર ૮૬૨૫થી ૮૭૩૦ સુધીનો ઉછાળો.

સ્ટેટ બૅન્ક

૧૬૨૦ મહત્વની ટેકાની સપાટી છે. ૧૬૭૦ કુદાવતાં ૧૭૨૦થી ૧૭૫૫ સુધીનો ઉછાળો જોવા મળશે.

ઇન્ફોસિસ

૨૬૫૪ નીચે ૨૬૭૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૫૯૭ તૂટતાં ૨૫૩૫ સુધીનો ભાવ જ્યારે ૨૬૭૦ કુદાવતાં ૨૭૨૦.

લાર્સન

૧૨૧૦ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં હવે ૧૨૫૩ કુદાવતાં ૧૨૮૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

રિલાયન્સ

૭૮૨ની સપાટી તૂટતાં ૭૬૫ સુધીનો ઘટાડો જોવા મળશે, જ્યારે ઉપરમાં ૭૯૩ ઉપર ૮૧૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK