Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં આજે ૪૬૭૬ ઉપર રૂખ તેજીની હશે

નિફ્ટીમાં આજે ૪૬૭૬ ઉપર રૂખ તેજીની હશે

22 December, 2011 09:13 AM IST |

નિફ્ટીમાં આજે ૪૬૭૬ ઉપર રૂખ તેજીની હશે

નિફ્ટીમાં આજે ૪૬૭૬ ઉપર રૂખ તેજીની હશે




(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)





આરંભમાં નફારૂપી વેચવાલીએ નીચામાં ૪૬૧૪ થઈ સાંકડી વધ-ઘટે અથડાયા બાદ યુરોપિયન બજારો સુધરીને આવતાં અને નિફ્ટીમાં ૪૬૫૮ની સપાટી કુદાવતાં તેજીના તોફાનની ગણતરી મુજબ એક આંચકાને બાદ કરતાં ઉછાળામાં ૪૭૨૫ થઈ છેલ્લે ૪૭૧૨ બંધ રહ્યો હતો. ગઈ કાલે આઇસીઆઇસીઆઇની આગેવાની હેઠળ બૅન્ક નિફ્ટી પણ ઉછાળામાં ૮૨૪૮ થયા પછી ૮૧૯૯ના મથાળે બંધ રહ્યો હતો. ૨૦મીના ઊંચા ભાવ ઓળંગતાં હવે એ તેજીના ધ્યાને નજીકનો સ્ટૉપલૉસ સમજવો, જ્યારે મંદીના ધ્યાને ગઈ કાલના ઊંચા ભાવનો સ્ટૉપલૉસ રાખવો. બૅન્ક નિફ્ટીમાં ૮૧૪૦ અને નિફ્ટી ફ્યુચરમાં ૪૬૫૮ નિર્ણાયક સપાટીઓ છે જે ધ્યાનમાં રાખી લે-વેચ કરવી. વૈશ્વિક તેમ જ સ્થાનિક સંજોગો જોતાં ઉછાળે વેચનાર ફાવશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૫,૮૪૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૧૫,૬૧૦ તૂટતાં પ્રથમ ૧૫,૪૯૦ અને વધ-ઘટે ૧૫,૩૭૭થી ૧૫,૨૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે.



નિફ્ટીમાં ૪૬૭૬થી ૪૬૫૮ સપોર્ટ ઝોન છે, જ્યાં તેજીના ધ્યાને ૪૬૪૦ના સ્ટૉપલૉસે લેણ કરવું. ૪૬૯૦ ઉપર ૪૭૩૦થી ૪૭૫૫ સુધીનો ઉછાળો.

બૅન્ક નિફ્ટી


૮૧૭૦થી ૮૧૪૦ સપોર્ટ ઝોન છે જેની ઉપર ૮૨૪૮ ઉપર ૮૩૨૦ સુધીનો ઉછાળો, જ્યારે નીચામાં ૮૧૨૦ તૂટતાં ૮૦૦૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૭૬૦ના સ્ટૉપલૉસે મંદીનો વેપાર કરવો. હવે ૭૪૧ની સપાટી તૂટતાં ૭૨૮નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૬૧૮ ઉપર ૧૬૦૨ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૬૩૮ ઉપર ૧૬૭૦નો ભાવ.

ઇન્ફોસિસ

૨૭૭૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૨૭૨૬ તૂટતાં ૨૬૮૫થી ૨૬૬૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

કોટક બૅન્ક

૪૭૨ નીચે ૪૮૫ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૪૫૮ તૂટતાં ૪૪૨થી ૪૨૩નો ભાવ. Whatsapp-channel Whatsapp-channel

22 December, 2011 09:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK