નિફ્ટીમાં ૪૭૦૩ ઉપર લઈને આજે વેપાર કરવો

Published: 24th November, 2011 10:17 IST

સંસદના શિયાળુ સત્રના આરંભને મંદી માટેનું વધુ એક કારણ જણાવ્યું હતું એ મુજબ બીજા દિવસે પણ સંસદની કાર્યવાહી ખોરવાતાં અને નિફ્ટીમાં ૪૭૫૫ની સપાટી તૂટતાં નીચામાં ૪૬૩૨ થઈ છેલ્લે ૪૭૦૪ પાસે બંધ રહ્યો છે. દેશનું અર્થતંત્ર આઇસીયુમાં છે ત્યારે ડૉક્ટરો (નીતિના ઘડવૈયાઓ?) હડતાળ પર છે.(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)


સપ્તાહના આરંભમાં જ ૪૬૦૦ સુધીના ઘટાડાની શક્યતા જણાવી હતી એ મુજબ ૪૬૩૨ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે જેમાં મોટા ભાગનાં લેણનાં ઓળિયાં સરખાં થયાં હશે એમ છતાં આજે ૪૭૦૩ ઉપર જ લેવું અને એનો સ્ટૉપલૉસ પ્રથમ કલાકનો નીચો ભાવ અથવા ૪૬૨૦નો રાખવો. ગઈ કાલે બૅન્ક નિફ્ટીમાં નીચા મથાળેથી ૧૫૦ પૉઇન્ટ ઊંચું બંધ બૅન્ક શૅરોમાં ગભરાટ શમ્યાનો સંકેત આપે છે. આજે એક્સપાયરીના દિવસે ૧૨.૩૦ સુધી એક અને એ પછી એનાથી વિપરીત ચાલ બંધ સુધી જોવા મળશે. બજારમાં ગભરાટ શમવા માટે આજે ૪૭૩૦ ઉપર બંધ આવવું જરૂરી છે.

મુંબઈ શૅરબજાર આંકમાં નિફ્ટીમાં ૪૭૩૦ની માફક ૧૫,૭૧૬ ઉપર લેણ કરવું. નીચામાં ૧૫,૪૬૦ ટેકાની સપાટી છે. ૧૫,૭૧૬ ઉપર ૧૫,૯૨૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૪૬૭૦થી ૪૭૩૦ની ટ્રેડિંગ રેન્જ છે. ૪૭૩૦ ઉપર ૪૭૭૮થી ૪૮૧૦થી ૪૮૩૦ સુધીનો ઉછાળો જ્યારે ૪૬૭૦ નીચે ૪૬૨૦થી ૪૫૯૦ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૭૫૬ ઉપર આમાં તેમ જ બજારમાં સુધારાની શક્યતા રહેશે. ઉપરમાં ૭૭૪ ઉપર ૭૯૦થી ૮૦૫ સુધીનો ઉછાળો.

તાતા મોટર્સ

૧૬૩ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને હવે ૧૭૧ ઉપર ૧૭૬ સુધીનો ઉછાળો જોવા મળશે.

મહિન્દ્ર

૬૮૩ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૬૯૭ ઉપર વધારવું અને ઉપરમાં ૭૨૦ પાસે નફો કરવો. ૬૮૩ નીચે ૬૭૦નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૭૧૨ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૭૨૬ ઉપર વધારવું. હવે ૭૪૦ કુદાવતાં ૭૬૦નો ભાવ.

ડેલ્ટા કૉર્પ

૬૫ના સ્ટૉપલૉસે ૬૭ ઉપર લેણ કરવું. હવે ૭૩ કુદાવતાં વધ-ઘટે ૮૨ સુધીનો ઉછાળો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK