એમેઝોન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઇન્દ્રા નૂઈ સામેલ

Published: Feb 26, 2019, 18:29 IST

ઓક્ટોબર 2018માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી ઇન્દ્રા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે.

ઇન્દ્રા નૂયી (ફાઇલ ફોટો)
ઇન્દ્રા નૂયી (ફાઇલ ફોટો)

ઓક્ટોબર 2018માં પેપ્સિકોમાંથી રાજીનામું આપનારી ઇન્દ્રા નૂઈ એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થનારી બીજી ભારતીય મૂળની મહિલા છે. આ પહેલા ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્ટારબક્સની એક્ઝિક્યુટિવ રોસલિન્ડ બ્રેવર પણ બોર્ડમાં સામેલ થઈ હતી. પેપ્સિકોના ભૂતપૂર્વ CEO ઇન્દ્રા નૂઈ (Indra Nooyi) એમેઝોનના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ થઈ ગઈ છે. ઓનલાઇન રિટેલ કંપની તરફથી તેની જાહેરાત કરવામાં આવી છે.

પેપ્સિકોનો કારોબાર 12 વર્ષ સુધી સંભાળ્યો હતો

ઇન્દ્રા નૂઈ એમેઝોનની ઓડિટ સમિતિની સભ્ય રહેશે અને ભારતમાં જન્મેલી 63 વર્ષની નૂઈએ 12 વર્ષ સુધી પેપ્સિકોનો કારોબાર સંભાળ્યા બાદ ગયા વર્ષે ઓગસ્ટમાં આ પદે પરથી રાજીનામું આપી દીધું હતું. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે આ મહિને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોમાં બે નવા સભ્યોની પસંદગીથી ખુબ જ આનંદીત છીએ. રોજ બ્રેવર અને ઇન્દ્રા નૂઈનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ.

આ પણ વાંચો: PNB કૌભાંડ: ઈડીએ જપ્ત કરી નીરવ મોદીની 147 કરોડ રૂપિયાની સંપતિ

વર્લ્ડ બેન્કના પ્રમુખ પદ તરીકે પસંદગી

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પદ માટે વ્હાઇટ હાઉસ ઇન્દ્રા નૂઈના નામ પર વિચાર કરી રહ્યું છે. ખબર અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પે નૂઈને વહીવટી ભાગીદાર ગણાવી હતી. ઇવાંકા વિશ્વબેન્કના નવા પ્રમુખ માટેની અરજી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, વિશ્વબેન્કના પ્રમુખની પસંદગી પ્રક્રિયા હજુ પ્રારંભિક ચરણમાં છે.

Loading...

Tags

amazon
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK