કમજોર વૈશ્વિક સંકેતોના વચ્ચે ગુરૂવારે પ્રમુખ ઘરેલૂ સેન્સેક્સ ઈન્ડેક્સ ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું છે. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 379.14 અંક એટલે 0.73 ટકા તૂટીને 51,324.69 અંકના સ્તર પર બંધ થયું છે. એ જ રીતે NSE Nifty 89.90 અંક એટલે 0.59 ટકાના ઘટાડા સાથે 15,119 અંકના સ્તર પર બંધ થયું છે. સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયૂ બેન્ક પાંચ ટકા વધીને બંધ થયું છે. બીજી તરફ આઈટી, ધાતુ અને એનર્જી સેક્ટરમાં એકથી બે ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જોકે ઑટો ઈન્ડેક્સ એક ટકા સુધી લપસી ગયું છે.
NSE Nifty પર બજાજ ફાઈનાન્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને શ્રીસિમેન્ટ્સના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. તેમ જ ઓએનજીસી, ગેલ, બીપીસીએલ, આઈઓસી અને એનટીપીસીના શૅરોમાં તેજી જોવા મળી.
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સના શૅરોમાં સૌથી વધારે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો. એ સિવાય કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેન્કના શૅર ઘટાડા સાથે બંધ થયા છે.
બીજી તરફ ઓએનજીસીના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. કંપનીના શૅર આઠ ટકા સુધી વધી ગયા છે. એ સિવાય એનટીપીસી, એશિયન પેન્ટ્સ, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં પણ તેજી જોવા મળી હતી.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ ખાનગી બેન્કો, ઑટો અને એફએમસીજી કંપનીઓના શૅરોમાં નફા-બુકિંગના પગલે શૅરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આનંદ રાઠીમાં ઈક્વિટી રિસર્ચ (ફન્ડામેન્ટલ) નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે નબળા વૈશ્વિક સંકેતોને કારણે સ્થાનિક બજારોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાથી ભારતીય બજારોમાં પ્રારંભિક વૃદ્ધિ ટકાવી શકી નહીં.
શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTજોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું
26th February, 2021 09:40 ISTસેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની મહત્ત્વપૂર્ણ સપાટીને પણ વટાવી ગયો
26th February, 2021 09:30 ISTશૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 IST