મંગળવારે શૅર બજારમાં ભારે ઉછાળા સાથે બંધ થયું છે. સેન્સેક્સ મંગળવારે 1.72 ટકા એટલે 834.02 અંકના વધારા સાથે 49,398.29 પર બંધ થયું છે. સેન્સેક્સ મંગળવારે 48,900.31 અંક પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન તે મહત્તમ 49,499.86 અંક સુધી પહોંચી ગયું. બજાર બંધ થતા સમયે સેન્સેક્સના 27 શૅર લીલા નિશાન પર અને ફક્ત ત્રણ શૅર લાલ નિશાન પર હતા. સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે તેજી બજાજ ફિનસર્વમાં 6.77 ટકા, બજાજ ફાઈનાન્સમાં 5.25 ટકા અને એચડીએફસીમાં 3.25 ટકા જોવા મળ્યા હતા.
બીજી તરફ નેશનલ સ્ટૉક એક્સચેન્જના સૂચકાંક નિફ્ટી પણ મંગળવારે ભારે ઉછાળા સાથે બંધ થયું છે. નિફ્ટી 1.68 ટકા એટલે 239.85 અંકના વધારા સાથે 14,521.15 પર બંધ થયું છે. નિફ્ટી મંગળવારે 14,371.65 અંક પર ખુલ્યું હતું. બજાર બંધ થતા સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 46 શૅર લીલા નિશાન પર અને 4 શૅર લાલ નિશાન પર હતા. નિફ્ટી-50માં મંગળવારે સૌથી વધારે તેજી બજાજ ફિનસર્વમાં 6.76 ટકા, બજાજ ફાઈનાન્સમાં 5.26 ટકા અને ટાટા મોટર્સના શૅરમાં 5.20 ટકા જોવા મળી હતી.
સેક્ટોરિયલ સૂચકાંકોની સ્થિતિ
સેક્ટોરિયલ સૂચકાંકોની વાત કરીએ તો મંગળવારે તમામ સૂચકાંકો લાલ નિશાન પર બંધ થયા હતા. મંગળવારે નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 2.41 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ 25/50માં 2.44 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.68 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 4.19 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 2.02 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 2.69 ટકા, નિફ્ટી મેટલમાં 2.92 ટકા, નિફ્ટી મીડિયામાં 2.49 ટકા, નિફ્ટી આઈટીમાં 0.49 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.46 ટકા અને નિફ્ટી બેન્કમાં 1.93 ટકાનો વધારો નોંધાયો છે.
શૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTજોરદાર ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 917 અંક તૂટ્યું
26th February, 2021 09:40 ISTસેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની મહત્ત્વપૂર્ણ સપાટીને પણ વટાવી ગયો
26th February, 2021 09:30 ISTશૅરબજાર સુપર ઓવરમાં રમ્યું! સેન્સેક્સ 1030 પૉઇન્ટ વધીને ફરીથી 50,000ના આંકને પાર
25th February, 2021 09:06 IST