Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅર બજારમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 421 અંક તૂટીને થયું બંધ

શૅર બજારમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 421 અંક તૂટીને થયું બંધ

29 July, 2020 03:46 PM IST | Dalal Street Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શૅર બજારમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 421 અંક તૂટીને થયું બંધ

બીએસઈ

બીએસઈ


આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 1.10 અને નિફ્ટી 0.86% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11200ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 38071 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 421 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 97 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68% સુધી વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.48%નો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43%ની મજબૂતી સાથે બંધ થયા છે.



અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 421.82 અંક એટલે કે 1.10%ના ઘટાડાની સાથે 38071.13 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 97.60 અંક એટલે કે 0.86% ઘટીને 11202.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં 0.07-1.17% સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 3.59%ના ઘટાડા સાથે 21,848.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, એમએન્ડએમ, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકૉર્પ, એચડીએફસી બેન્ક, બીપીસીએલ અને મારુતિ 1.45-3.94% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ગ્રાસિમ, ભારતી ઈન્ફ્રાટેલ અને યુપીએલ 2.71-6.28% વધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2020 03:46 PM IST | Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK