Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યુરોપ-ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે સોનામાં ઝડપી ઘટાડો

યુરોપ-ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે સોનામાં ઝડપી ઘટાડો

24 October, 2014 05:17 AM IST |

યુરોપ-ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે સોનામાં ઝડપી ઘટાડો

યુરોપ-ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે સોનામાં ઝડપી ઘટાડો


gold


બુલિયન બુલેટિન- મયૂર મહેતા


યુરોપ અને ચીનના ઇકૉનૉમિક ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવતાં ઇક્વિટી માર્કેટમાં તેજી થતાં સોનામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપિયન મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ઑક્ટોબરનો વધીને ૫૦.૭ પૉઇન્ટ આવ્યો હતો. ઍનલિસ્ટોની ધારણા ૪૯.૯ પૉઇન્ટ આવવાની હતી. ચીનનો મેન્યુફેક્ચરિંગ PMI ઑક્ટોબરમાં ૫૧.૮ પૉઇન્ટ આવ્યો હતો. ઍનલિસ્ટોની ધારણા ૪૯.૯ પૉઇન્ટની હતી. આ બન્ને દેશોના સર્વિસ PMI ડેટા અને જર્મનીના ઇકૉનૉમિક ડેટા પણ ધારણાથી સારા આવ્યા હતા. અન્ય પ્રિસિયસ મેટલ ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમમાં સોનાની વિરુદ્ધ ભાવ વધ્યા હતા.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે સોનાના ભાવ દિવસ દરમ્યાન સાંકડી વધ-ઘટે અથડાયા બાદ ઓવરનાઇટ ડૉલરની તેજીને પગલે ઘટયા હતા. કૉમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ઓવરનાઇટ ૬.૨ ડૉલર ઘટીને ૧૨૪૫.૫૦ ડૉલર બંધ રહ્યો હતો, જ્યારે સ્પૉટમાં સોનાના ભાવ ઘટીને ૧૨૪૧.૬૦ ડૉલર થયો હતો. બુધવારે સોનાના ભાવમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે છેલ્લાં બે સપ્તાહનો સૌથી મોટો ઘટાડો હતો. ઓવરનાઇટ ઘટાડા બાદ ગુરુવારે સોનામાં પ્રત્યાઘાતી સુધારો જોવા મળતાં સવારે ભાવ ૧૨૪૩.૪૦ ખૂલ્યો હતો. યુરોપિયન સ્ટ્રૉન્ગ ડેટાને પગલે સોનાના ભાવ સતત ઘટતા રહ્યા હતા જે ઘટીને છેલ્લે ૧૨૩૩.૮૦ ડૉલર થયો હતો. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૧૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૧૪ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૫૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૯ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૬૪ ડૉલર ખૂલીને ૭૬૭ ડૉલર રહ્યા હતા.

 ફિઝિકલ  બાઇંગ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડૉલરની મજબૂતી અને ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ના હોલ્ડિંગમાં સતત થઈ રહેલા ઘટાડાને પગલે સોનામાં મંદીનાં કારણો વધી રહ્યાં છે, પણ એને ભારત અને ચીનના ફિઝિકલ બાઇંગનો મજબૂત સર્પોટ હોવાથી સોનું બપોર સુધી ૧૨૪૦ ડૉલર આસપાસ વધ-ઘટે અથડાઈ રહ્યું હતું. ભારતમાં ધનતેરસે સોનાનું વેચાણ ૨૦થી ૩૦ ટકા વધ્યું હતું અને ચીનમાં પણ ફિઝિકલ ગોલ્ડ બાઇંગ સતત વધી રહ્યું હોવાથી હાલ પ્રીમિયમ વધીને બે ડૉલર બોલાઈ રહ્યું છે.

ચાંદીના ફન્ડામેન્ટલ્સ

ચાંદીના ફન્ડામેન્ટલ્સ આવનારા દિવસોમાં કેવા રહેશે? એ વિશે ઍનલિસ્ટો દ્વારા શરૂ થયેલી ચર્ચામાં રસપ્રદ મુદ્દાઓ સામે આવ્યા છે. પહેલો મુદ્દો એ છે કે સોના-ચાંદીને અસર કરનારાં ઇકૉનૉમિક કારણો મંદીનાં છે જેમાં સોનામાં સેફહેવન બાઇંગ આવી શકે છે, પણ ચાંદીમાં સેફહેવન બાઇંગ આવવાની શક્યતા નથી. બીજો મુદ્દો, ગ્લોબલ ગ્રોથ ધીમો પડતાં સોનામાં સેફહેવન બાઇંગ આવી શકે છે, પણ ચાંદી ઇન્ડસ્ટ્રિયલ મેટલ ગણાતી હોવાથી ગ્લોબલ ગ્રોથ ધીમો પડતાં ચાંદીની ડિમાન્ડને અસર થતી હોવાથી ચાંદીમાં મંદી થવાના પૂરેપૂરા ચાન્સિસ છે. ત્રીજો મુદ્દો, ગયા ઑગસ્ટમાં સોના કરતાં ચાંદી બમણી ઘટી હતી. ટેક્નિકલી સોના કરતાં ચાંદીમાં મંદી વધુ થવાના ટેક્નિકલ સિગ્નલ મળી રહ્યા છે. આ ચર્ચાના તારણરૂપ હાલના સંજોગોમાં ઇન્વેસ્ટરોએ ચાંદીમાં ઇન્વેસ્ટ કરવામાં જોખમ હોવાનો સૂર નીકળતો હતો.

સોના પર વધુ નિયંત્રણો ન લાદવાની ઠોસ દલીલો

સોનાની માગ સપ્ટેમ્બરમાં સાડાચાર ગણી વધતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ દિવાળી પછી સોનાની આયાત પર વધુ નિયંત્રણો લાદવાની વિચારણા કરવાનું જાહેર કર્યું હતું. જોકે રિઝવર્‍ બૅન્કના અધિકારીઓએ આ મુદ્દે કોઈ હિલચાલ નથી એવું જણાવ્યું હતું. મીડિયામાં સોના પર વધુ નિયંત્રણો ન લાદવાં જોઈએ એ માટેની ઠોસ દલીલો થઈ હતી. આ દલીલો અનુસાર સોનાની આયાત પરનાં નિયંત્રણો મે મહિનામાં હળવાં કરાયાં હતાં પણ માગ છેક સપ્ટેમ્બરમાં વધી હતી, કારણ કે આ સમયગાળામાં તહેવારોની માગ નીકળી છે. તહેવારોની માગ પૂરી થયા બાદ સોનામાં ફરી સુસ્ત ડિમાન્ડના દિવસો ચાલુ થશે. વળી જૂન ૨૦૧૩ના ક્વૉર્ટરમાં સોનાની ઇમ્ર્પોટ ૩૫૨ ટન એટલે કે ૧૬.૫ અબજ ડૉલરની થઈ હતી અને ડિસેમ્બર ૨૦૧૨ના ક્વૉર્ટરમાં સોનાની ઇમ્ર્પોટ ૨૫૫ ટન એટલે કે ૧૭.૮ અબજ ડૉલરની થઈ હતી. આ વખતે ભારતની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ હાયર અને કૉસ્ટલી ઇમ્ર્પોટને કારણે ઞ્Dભ્ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ૪.૭  ટકા પહોંચી હતી. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સોનાની ઇમ્ર્પોટ વધી હોવાની બુમરાણ થઈ રહી છે, પણ આ ક્વૉર્ટરમાં સોનાની કુલ ઇમ્ર્પોટ ૭.૬ અબજ ડૉલરની થઈ હતી જે અગાઉના જૂન ક્વૉર્ટરમાં ૭.૧ અબજ ડૉલરની થઈ હતી. વળી સોનાની ઇમ્ર્પોટ ડ્યુટી અને નિયંત્રણો વધારવાની ફરજ પડી એ અગાઉ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ૧૬૮૩ ડૉલરથી ૧૭૪૪ ડૉલર છેલ્લા એક વર્ષમાં થયો હતો. અત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ૧૨૫૦ ડૉલરની આસપાસ ચાલી રહ્યો છે. વળી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં વધીને ઞ્Dભ્ના ૧.૮ ટકા જ થઈ હતી. ૨૦૧૨-’૧૩માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ઞ્Dભ્ના ૪.૭ ટકા થતાં સોનાની ઇમ્ર્પોટ પર નિયંત્રણો લાદવાં પડ્યાં હતાં, પણ હાલ આટલી ખરાબ સ્થિતિ નથી અને સૌથી મહkવની વાત એ છે કે સરકારે સોનાની ઇમ્ર્પોટ પર નિયંત્રણો લાદી દીધા બાદ અત્યાર સુધીમાં સોનાના સ્મગલિંગમાં ૧૫ ગણો વધારો થયો છે. આ તમામ વાસ્તવિકતા સ્પક્ટ કરે છે કે સોનાની ઇમ્ર્પોટ પર હાલના સંજોગોમાં નિયંત્રણો લાદવાં અન્યાયી બની રહેશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૪૬૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૩૧૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૪૭૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2014 05:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK