Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની સલામતી માટે દોડ : હાજરમાં સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

બજારની સલામતી માટે દોડ : હાજરમાં સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

04 June, 2019 11:26 PM IST | મુંબઈ

બજારની સલામતી માટે દોડ : હાજરમાં સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

બજારની સલામતી માટે દોડ : હાજરમાં સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ


અમેરિકામાં બજાર ખૂલતાંની સાથે જ ગઈ કાલે સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અગાઉ એશિયાઈ ટ્રેડિંગ સત્રમાં ભાવ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ હતા. કૉમેક્સમાં સોનાનો ઑગસ્ટ વાયદો ૦.૭૭ ટકા કે ૧૧.૩૦ ડૉલર વધી ૧૩૨૨.૪૦ ડૉલર પ્રતિ ઔંસ પહોંચ્યો હતો. શુકવારે પણ વાયદો ૧.૫ ટકા વધ્યો હતો. ત્રણ મહિના સુધી સતત ઘટuા પછી મે મહિનામાં આ વાયદો ૨ ટકા વધ્યો હતો. બીજી બાજુ, જુલાઈ ચાંદીનો વાયદો પણ ૧૨ સેન્ટ વધી ૧૪.૬૯ ડૉલર પ્રતિ ઔંસ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું અત્યારે ૯ ડૉલર વધી ૧૩૧૮.૯૦ ડૉલર પ્રતિ ઔંસ છે.

સોનામાં જોખમી રોકાણ છોડી લોકો સલામતી માટે ખરીદી કરવા આવી રહ્યા છે. સ્ટૉક-માર્કેટ અને અન્ય ઇન્ડસ્ટ્રિયલ મેટલમાં મંદી જોવા મળી રહી છે, પણ સરકારી બૉન્ડ અને ગોલ્ડ તરફ સતત ખરીદી જોવા મળી રહી છે. વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન સોનાની માગ વધી હોવાના અહેવાલ પણ બજારની તેજીને ટેકો આપી રહ્યા છે.



ટેãક્નકલ ચાર્ટ ઉપર તેજીવાળા ખેલાડીઓ ૧૩૩૫ ડૉલરની મહkવની સપાટી જોઈ રહ્યા છે, જ્યારે મંદીવાળા માની રહ્યા છે કે સોનું ૧૩૦૦ ડૉલરની નીચે જઈ શકે એમ નથી. સોનું જો ૧૩૨૫ ડૉલરની સપાટી વટાવશે તો ૧૩૩૦ સુધી પહોંચી શકે છે.


સલામતી માટેની દોડ

વૈશ્વિક મંદી આવી રહી હોવાની વાતો વચ્ચે વૈશ્વિક બજારમાં, સલામત ગણાતા સરકારી બૉન્ડ તરફ દોટ શરૂ થઇ ગઈ છે. આ દોડની વચ્ચે સ્વીસ ફ્રાન્કના ભાવ બે વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. સોનું ૧૦ સપ્તાહની ટોચે અને ક્રૂડ ઑઇલ લગભગ મંદીમાં પટકાયું છે.


ટ્રેડ-વૉર વધુ વ્યાપક બનશે એવી દહેશતે મે મહિનામાં ઇક્વિટી બજારમાંથી ૩ ટ્રિલ્યન ડૉલર (ભારતના અર્થતંત્ર કરતાં પણ વધુ)ના રોકાણનું ધોવાણ થઈ ગયું છે ત્યારે જૂન મહિનાનો તોફાની પ્રારંભ જોવા મળી રહ્યો છે. યુરોપ અને અમેરિકાનાં શૅરબજારના વાયદા ઘટેલા છે. જર્મન સરકારના બૉન્ડના યીલ્ડ બે વર્ષની નીચી સપાટીએ છે જ્યારે અમેરિકાના બૉન્ડ ઑક્ટોબર ૨૦૦૮ પછીના સૌથી મોટા બેદિવસીય ઘટાડા તરફ છે. ૧૦ વર્ષના અમેરિકન બૉન્ડ ૨.૦૭ ટકાએ પહોંચ્યા છે જે સપ્ટેમ્બર ૨૦૧૭ પછી આટલા નીચે ક્યારેય જોવા મળ્યા નથી.

જાન્યુઆરી માર્ચમાં સોનાની માગ ૭ ટકા વધી

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯ના પ્રથમ ક્વૉર્ટર એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન સોનાની માગ સાત ટકા વધી ૧૦૫૩.૩ ટન નોંધાઈ છે. વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ અનુસાર માગમાં વધારો થવા માટે વિશ્વની સેન્ટ્રલ બૅન્ક દ્વારા સોનાની ખરીદી અને ગોલ્ડ ટ્રેડેડ ફન્ડમાં પણ ખરીદી જોવા મળી છે. સેન્ટ્રલ બૅન્ક દ્વારા આ ત્રણ મહિનામાં ૧૪૫.૫ ટન સોનું ખરીદવામાં આવ્યું છે જે ૬૮ ટકાનો વધારો દર્શાવે છે અને છેલ્લાં છ વર્ષમાં સૌથી મોટી વૃદ્ધિ છે. ગોલ્ડ ફન્ડ્સ દ્વારા સોનામાં ૪૦.૩ ટનની ખરીદવામાં આવી છે જેમાં અમેરિકા અને યુરોપના ઇટીએફની ખરીદી વધારે છે. કુલ ખરીદી ગયા વર્ષ કરતાં ૪૯ ટકા વધારે છે. એવી જ રીતે જ્વેલરી માટે સોનાની માગ ૧ ટકો વધી ૫૩૦.૩ ટન જોવા મળી છે.

ભારતમાં સોનાની માગ પાંચ ટકા વધી

ભારતમાં ડૉલર અને રૂપિયાની ભાવસપાટીના કારણે સ્થાનિક બજારમાં આંતરરાષ્ટ્રીય બજાર કરતાં નીચા ભાવ. લગ્નસરા અને તહેવારોની ખરીદીના કારણે સોનાની માગ ૧૫.૪ ટન રહી છે જે ગયા વર્ષ કરતાં પાંચ ટકાનો વધારો દર્શાવે છે. ભારતમાં માગ છેલ્લાં ચાર વર્ષમાં સૌથી વધુ રહી હોવાનું વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં જણાવાયું છે.

ભારતીય વાયદા પણ વધ્યા

એમસીએક્સ ઉપર સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨,૨૦૭ રૂપિયા ખૂલી ઉપરમાં ૩૨,૨૯૧ અને નીચામાં ૩૨,૧૬૨ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૪૦ વધીને ૩૨,૨૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૮ વધીને ૮ ગ્રામદીઠ ૨૫,૭૧૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨ વધીને ૧ ગ્રામદીઠ ૩૨૨૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૭ રૂપિયા વધીને બંધમાં ૩૨,૨૧૮ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૬,૬૧૦ ખૂલી, ઉપરમાં ૩૬,૬૩૩ અને નીચામાં ૩૬,૪૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૭ વધીને ૩૬,૫૬૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૩૨ વધીને ૩૬,૬૦૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૧૨૬ વધીને ૩૬,૬૦૨ રૂપિયા બંધ રહ્યા હતા.

દરમ્યાન, હાજર બજારમાં નવી દિલ્હી ખાતે સોનું ૭૫ વધી ૩૩,૧૯૫ રૂપિયા હતું અને ચાંદીમાં પ્રારંભે થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે સોનાનો ભાવ ૩૦૮ રૂપિયા વધ્યો હતો. સોનું ૯૯.૫ ગઈ કાલે ૩૨,૩૨૧ રૂપિયા બંધ આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2019 11:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK