Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દરેક કરેક્શન બ્લુચિપ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવાની તક પૂરી પાડશે

દરેક કરેક્શન બ્લુચિપ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવાની તક પૂરી પાડશે

10 December, 2012 07:53 AM IST |

દરેક કરેક્શન બ્લુચિપ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવાની તક પૂરી પાડશે

દરેક કરેક્શન બ્લુચિપ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવાની તક પૂરી પાડશે



(દેવેન ચોકસીની કલમે - કે.આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસીની આ કૉલમ દર પખવાડિયે આવે છે)


સેકન્ડ ક્વૉર્ટર માટે અર્થતંત્રનો વૃદ્ધિદર અપેક્ષા મુજબ ૫.૩૦ ટકાનો રહ્યો છે. રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણ માટે સરકારને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ છે એટલે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા આ નિર્ણયનો ઉકેલ આવી ગયો છે. હવે ભારત તરફ અલગ દૃષ્ટિથી જોવાનો સમય આવી ગયો છે અને આગામી સમયમાં પરિસ્થિતિમાં વધુ સુધારો થશે.

નવેમ્બરમાં ઇમર્જિંગ માર્કેટ્સની સરખામણીએ ભારતીય બજારોનો દેખાવ સારો રહ્યો છે. અફરાતફરી બાદ છેલ્લે સુધારો જોવા મળ્યો હતો. એફઆઇઆઇનો ફ્લો પૉઝિટિવ રહ્યો છે. નવેમ્બરમાં ડૉલર સામે રૂપિયો વૉલેટાઇલ રહ્યો હતો. એ ૫૪.૨૦થી ૫૫.૮૦ની રેન્જમાં રહ્યો હતો. સરકારે રિફૉમ્ર્સની જાહેરાત કરી એને કારણે નવેમ્બરના અંતમાં રૂપિયામાં ૧.૭૦ ટકાની વૃદ્ધિ થઈ હતી.

નાણાપ્રધાન તરીકે પી. ચિદમ્બરની નિમણૂક થયા બાદ રિફૉમ્ર્સની સ્પીડમાં વધારો થયો છે. મારું માનવું છે કે ઝડપી રિફૉમ્ર્સની અપેક્ષાને કારણે બજેટ સુધી બજારમાં સુધારો ચાલુ રહેશે. સરકારે હવે ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરવા, ફિસ્કલ કન્સોલિડેશન માટે તેમ જ વિદેશી રોકાણમાં સુધારો કરવા માટે હવે પગલાં લેવાં જોઈએ. રિફૉમ્ર્સમાં ઝડપ આવે તો બિઝનેસ કૉન્ફિડન્સ રિવાઇવ થવામાં મદદ મળે છે. જોકે આ પ્રોસેસ ધીમી હશે. વ્યાજદરમાં ઘટાડો અને રિફૉમ્ર્સ ચાલુ રહેવાથી આ પ્રવૃત્તિને મદદ મળશે. કરન્ટ અકાઉન્ટની ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ અને ફુગાવો ચિંતાની બાબત છે; પરંતુ રિવાઇવલ અને સ્ટ્રૉન્ગ પૉલિસી રિફૉમ્ર્સ, કૉર્પોરેટ અર્નિંગ્સ અને રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિને કારણે અર્થતંત્રના વૃદ્ધિદરનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે. મારી ભલામણ છે કે રોકાણકારોએ સ્ટ્રેટૅજી સાથે સલામત માર્ગ અપનાવવો અથવા હવે પછી દરેક ઉછાળે નફો બુક કરવો. મન્થ્લી જૉબ્સ રર્પિોટના એક દિવસ અગાઉ ગુરુવારે અમેરિકન બજારોમાં વૃદ્ધિ જોવા મળી હતી. ઍપલના શૅરના ભાવ વધવાથી ટેક્નૉલૉજી શૅર્સના ભાવમાં વધારો થવામાં મદદ મળી હતી. યુરોપિયન માર્કેટ્સ ગુરુવારે ૧૮ મહિનાના ઊંચા લેવલે બંધ રહી હતી.

પૉઝિટિવ ટેક્નિકલ્સ, ગ્લોબલ ઇકૉનૉમિક આઉટલુકમાં થઈ રહેલો સુધારો અને અટ્રૅક્ટિવ વૅલ્યુએશન્સને કારણે ઇક્વિટીઝનું આકર્ષણ વધી રહ્યું છે.

વૅલ્યુપિક : એમ્ફેસિસ લિમિટેડ

કંપનીએ ડિજિટલ રિસ્ક લિમિટેડ ઍક્વાયર કરવા માટે ડીલ કરી છે. આ માટે ૧૭.૫૦ કરોડ ડૉલર (આશરે ૯૫૩ કરોડ રૂપિયા) ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ૩૦ મહિના સુધી ૨.૭૦ કરોડ ડૉલર (આશરે ૧૪૭ કરોડ રૂપિયા) જેટલી રકમ વધારાના અર્નઆઉટ પેમેન્ટ તરીકે ચૂકવવી પડશે. આ ડીલ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૩ સુધી કમ્પ્લીટ થવાની અપેક્ષા છે. ડિજિટલ રિસ્ક અમેરિકાની સર્વિસ પ્રોવાઇડર કંપની છે જે મુખ્યત્વે મૉર્ગેજ માર્કેટમાં કામકાજ કરે છે. કૅલેન્ડર વર્ષ ૨૦૧૨માં કંપનીની આવક ૧૨.૭૦ કરોડ ડૉલર (આશરે ૬૯૧ કરોડ રૂપિયા) જેટલી થવાનો અંદાજ છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૧૨ ટકા જેટલું રહેવાની અપેક્ષા છે.

મારું માનવું છે કે આ ઍક્વિઝિશનને કારણે કંપનીનો ડાયરેક્ટ ચૅનલનો ગ્રોથ ઝડપી બનશે. એચપી ચૅનલ પર કંપનીનો આધાર ઘટશે. ચાલુ નાણાકીય વર્ષના થર્ડ ક્વૉર્ટરમાં એચપી ચૅનલ પર કંપનીનો આધાર કુલ આવકમાં પંચાવન ટકા જેટલો હતો એ ૨૦૧૨-’૧૩માં ઘટીને ૪૪ ટકા જેટલો થશે. આ મુદ્દો ધ્યાનમાં લેતાં મારું માનવું છે કે કંપનીના વૅલ્યુએશનમાં મલ્ટિપલ વૃદ્ધિ થશે. મારી રોકાણકારોને ભલામણ છે કે ૪૩૫ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે આ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવા જોઈએ.

આગામી ચાલ

નિફ્ટીએ ૫૮૦૦ અને ૫૭૫૦ પૉઇન્ટની રેન્જની વચ્ચે લોઅર એન્ડ પર સર્પોટ લીધો હતો. હવે એ ફરી તેજી માટે તૈયાર છે. મારું માનવું છે કે ત્યાં સુધી નિફ્ટી ૬૦૫૦-૬૧૫૦ પૉઇન્ટના લેવલ સુધીની આગેકૂચ ચાલુ રાખશે.

દરેક કરેક્શન લાંબા ગાળા માટે બ્લુચિપ કંપનીના શૅર ઍક્યુમ્યુલેટ કરવાની તક પૂરી પાડશે. મને તાતા મોટર્સ ૩૦૦ રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે સારો જણાય છે. અદાણી એન્ટરપ્રાઇઝિસમાં સ્માર્ટ વૃદ્ધિ જોવા મળી અને ટાર્ગેટ હાંસલ કર્યો. અગાઉ ભલામણ કર્યા બાદ અદાણી ર્પોટ ૧૩૦ રૂપિયાની ઉપર પહોંચી ગયો છે અને ૧૪૫ રૂપિયાના લક્ષ્યાંક તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યો છે. બૅન્કિંગ શૅરો માટે રિઝર્વ બૅન્કની આગામી મીટિંગ મહત્વની પુરવાર થશે. બજાજ ફિનસર્વ ૯૨૭ રૂપિયાની ઉપર ૯૭૫ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે સારો જણાય છે. મને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન સારો લાગે છે અને એ ઍક્યુમ્યુલેટ કરવાની ભલામણ છે.

એફઆઆઇ = ફૉરેન ઇãન્સ્ટટ્યુશનલ ઇન્વેસ્ટર


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2012 07:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK