કારના વેચાણનો ગ્રોથરેટ માત્ર ૩ ટકા રહેશે : ક્રિસિલ

Published: 30th September, 2011 18:57 IST

કારના વેચાણમાં ચાલુ નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થવાની ગણતરી છે. અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ લોન સતત મોંઘી થઈ રહી છે તેમ જ પેટ્રોલના ભાવ પણ સતત વધી રહ્યા છે એને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં કારના વેચાણનો વૃદ્ધિદર ઘટીને માત્ર ત્રણ ટકા જ રહેવાનો અંદાજ છે.

અગાઉ એવો અંદાજ હતો કે ગ્રોથરેટ ૮થી ૧૦ ટકા રહેશે. ૨૦૧૦-’૧૧માં વૃદ્ધિદર ૩૦ ટકા જેટલો ઊંચો રહ્યો હતો. છેલ્લાં ૧૦ વર્ષમાં બીજી વાર વૃદ્ધિદર પાંચ ટકા કરતાં ઓછો રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK