અચ્છે દિનને હજી સમય લાગશે

Published: 11th December, 2014 05:57 IST

નવી સરકારે આશા ઝડપથી જગાડી, પરંતુ એને પૂર્ણ કરવામાં સમય લાગી રહ્યો છે : બોલ્ડ અને ઇનોવેટિવ રિફોર્મ્સનાં પગલાંનો અભાવ : ઉદ્યોગજગતની બેઠકમાં બહાર આવેલો નિરાશા અને વધુ પ્રતીક્ષાનો સૂર


નરેન્દ્ર મોદીની સરકારે ૬ મહિનાના શાસનમાં આશા ખૂબ જગાવી છે, પરંતુ આ સમયમાં સરકાર તરફથી કોઈ બોલ્ડ પગલાં આવ્યાં નથી કે કોઈ જબરદસ્ત નવા આઇડિયા પણ રજૂ થયા નથી જેને પગલે ભારતીય ઉદ્યોગજગતમાં અંદરખાનેથી એક પ્રકારની નિરાશા વધી રહી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં CII (કૅન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ)ના નેજા હેઠળ મળેલા અગ્રણી ઉદ્યોગપતિઓની ચર્ચામાં આ નિરાશાનો સૂર વ્યક્ત થયો હતો. આને પરિણામે અત્યારે ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કોઈ મોટાં ડેવલપમેન્ટ થઈ નથી રહ્યાં. આ સેક્ટર ઊંચા દેવાબોજ હેઠળ દબાયેલું છે. જ્યારે ચોક્કસ નીતિ કે પગલાના અભાવે ઉદ્યોગપતિઓ નવા રોકાણ માટે ખાસ ઉત્સુક નથી. આ બેઠકનો સૂર એવો હતો કે હજી અચ્છે દિનને સમય લાગશે.

શું સરકાર વિકાસ અને નવા રોકાણ માટે કંઈ નક્કર કરી રહી છે એવા સવાલ સાથે આ ઉદ્યોગપતિઓએ કરેલી બેઠકમાં એવો નિષ્કર્ષ નીકળતો હતો કે સરકારે હજી નવા રોકાણને આકર્ષવા સચોટ પગલાં ભરવાનાં બાકી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ ગ્રોથને વેગ આપવા જે થવું જોઈએ એ હજી થયું નથી, જેટલું પણ થયું છે એ અધૂરું અને અપર્યાપ્ત છે.સરકાર નવી આશા જગાડવામાં ચોક્કસ સફળ થઈ છે, પરંતુ એ પછી એની અસરરૂપે નક્કર કે હિંમતભર્યા પગલાંનો અભાવ જણાય છે. સરકાર હજી ભૂતકાળમાંથી બહાર આવીને નવો વિશ્વાસ જગાવી શકી નથી. લેબર રિફૉમ્સર્‍ તથા પબ્લિક સેક્ટરની બાબતે હજી સરકાર પોતે જ ઢીલી હોવાનું પ્રતીત થાય છે.

ભારતીય ઉદ્યોગપતિઓમાં સૌથી વધુ ચિંતા શેની છે?

આ ઉદ્યોગપતિઓને રિફૉમ્સર્‍ની ગતિ, એનાં પ્રમાણ અને સkવ વિશે સંતોષ નથી. હજી ૧૮ લાખ કરોડ રૂપિયાનાં ઇન્વેસ્ટમેન્ટ જામ થઈ પડ્યાં છે. બૅન્કોના રીકૅપિટલાઇઝેશનની સમસ્યા ઊભી છે, લૅન્ડ ઍક્વિઝિશનના મામલે હજી નક્કર પગલાંનો અભાવ છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસના સુધારા પેન્ડિંગ છે, કરવેરાવિષયક અનિgશ્રતતા પણ અકબંધ છે, સામાજિક કલ્યાણ માટેનાં પગલાં અધૂરાં છે.

અમલીકરણમાં ઝડપ આવી રહી છે : ક્રિસિલ

બીજી તરફ અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના અભિપ્રાય મુજબ સરકારના પ્રોઍક્ટિવ અભિગમને લીધે અમલીકરણમાં ઝડપ આવી રહી છે. સરકાર તરફથી ઝડપી મંજૂરીને લીધે રોડ-પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે. એ ઉપરાંત જાણવા મળે છે કે સરકાર નૅશનલ હાઇવે પ્રોજેક્ટ્સ માટે લૅન્ડ ઍક્વિઝિશન કાનૂનમાં રીસેટલમેન્ટ અને રીહૅબિલિટેશનની જોગવાઈમાંથી મુક્તિ આપવાની વિચારણા પણ કરી રહી છે જે આ ક્ષેત્રે પડતી અડચણો દૂર કરશે અને એનો અમલ વધુ ઝડપી બનાવશે.

સરકારને વધુ સમય આપવાની જરૂર

અમુક ટોચની કંપનીઓના વડાઓએ એવું પણ કહ્યું છે કે મોદી સરકારને કમસે કમ એક વર્ષનો સમય તો આપવો જોઈએ, એ પહેલાં એના કામકાજને જજ કરાય નહીં. જ્યારે કેટલાક ઇન્ડસ્ટ્રિયલિસ્ટો કહે છે કે ભારતીય સ્ટૉક્સમાં બહુ જ ઉત્સાહ જણાય છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી. આ સાથે અમુક મત એવો પણ છે કે રિફૉમ્સર્‍ને અમુક વર્ષનો સમય લાગે છે. આ સરકારે વેપાર-ઉદ્યોગને આશા આપીને કામ શરૂ કર્યું છે. ઉદ્યોગોએ ધીરજ રાખીને સરકારને વધુ સમય આપવો જોઈએ.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK