નિફ્ટી કન્સોલિડેશનના તબક્કામાં : અત્યારે દરેક તબક્કે ખરીદીની તક

Published: 15th December, 2014 06:24 IST

ફક્ત મિડ કૅપમાં નહીં, લાર્જ કૅપમાં પણ રોકાણ કરાયબ્રોકર-કૉર્નર-દેવેન ચોકસી

ગયા સપ્તાહે ઇન્ફ્રા અને ઑઇલ ઍન્ડ ગૅસ સ્ટૉક્સના ઘટાડાને કારણે ઇન્ડેક્સ ઘટયૉ હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટવાને પગલે સેન્સેક્સમાં સામેલ ગેઇલ સ્ટૉક લગભગ ૬ ટકા જેટલો તૂટયૉ હતો. વર્તમાન સંજોગોમાં ક્રૂડની ભાવચંચળતાને લીધે સમગ્ર વિfવનાં ઇક્વિટી બજારો પર અસર થઈ છે. ક્રૂડના ભાવ જૂનના મધ્યમાં હતા એનાથી ૪૦ ટકા કરતાં વધારે નીચા આવ્યા છે. બ્રેન્ટ પણ પ્રતિ બેરલ ૬૫ ડૉલર કરતાં નીચે ગયું છે. આમ રાજકીય અને આર્થિક, બન્ને રીતે એની અસર થવાની છે. ભાવ ક્યાં જઈને અટકશે એની કોઈ અટકળ થઈ શકે એમ નથી.

ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ ૪૦ ડૉલર જેટલો ઘટાડો થાય તો વર્ષે ૧.૩ ટ્રિલિયન ડૉલર જેટલી રકમ છૂટી થઈ શકે છે. આ પરિબળને લીધે વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP - કુલ રાષ્ટ્રીય પેદાશ)ને વેગ મળશે. વિfવમાં દરરોજ આશરે ૯૨ મિલ્યન બેરલ જેટલું ક્રૂડ વપરાય છે અને એ ઉપરાંત ૧૦૦ દિવસનો જથ્થો સંગ્રહ કરાયેલો હોય છે એ ધારી લઈએ તો રસપ્રદ માહિતી બહાર આવે છે. ઑઇલનો ભાવ જ્યારે પ્રતિ બેરલ ૧૦૦ ડૉલર હતો ત્યારે એના જથ્થાના સંગ્રહ માટે ૯૨૦ અબજ ડૉલર અટવાયેલા પડ્યા હતા. આ રકમ કોઈકના હાથમાં હતી અને કોઈકે આપી હતી. જો ભાવ ૬૦ ડૉલર થઈ જાય તો સંગ્રહ માટેનાં નાણાંનું પ્રમાણ ઘટીને ૫૫૨ અબજ ડૉલર થઈ જાય. આમ સમગ્ર વૈશ્વિક અર્થતંત્રમાં ૪૦૦ અબજ ડૉલરની પ્રવાહિતા છૂટી થાય. એને પગલે સમગ્ર નાણાકીય બજારોમાં વધારે પ્રવાહિતા આવી જાય અને એનાથી ક્રૂડની મૂલ્યશૃંખલાના ઘણા ખેલાડીઓની આર્થિક સ્થિતિમાં મૂળભૂત રીતે પરિવર્તન આવી જાય.

દરમિયાન ઘરઆંગણે સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ લાગુ કરવાની દિશામાં આગળ કદમ માંડ્યાં છે. વીમા ક્ષેત્રે પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવામાં આવે એ દિવસ પણ આવી પહોંચ્યો છે. આમ વીમા ક્ષેત્રની કંપનીઓને લાભ થશે. તાજેતરમાં બહાર પડેલા મેક્રોઇકૉનૉમિક આંકડાઓ દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે અને દેશમાં ફુગાવો ઘટવા તરફી વલણ સ્પક્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ રિઝવર્‍ બૅન્કના ગવર્નરે રજૂ કરેલી નાણાનીતિની સમીક્ષામાં પણ થોડા વખત બાદ વ્યાજદર ઘટાડવાની સંભાવના વ્યક્ત કરી છે. અત્યાર સુધીના એના વલણમાં આ મોટો ફરક આવ્યો છે. અમારા મતે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ લાગુ થવાથી લાંબા ગાળે આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને એનાથી લૉજિસ્ટિક્સ તથા જ્પ્ઘ્ઞ્ જેવાં ક્ષેત્રોને ભરપૂર લાભ મળી શકશે.

લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે

ક્ષેત્રવાર વલણ

છેલ્લા છ મહિનામાં માર્કેટ રેટ તથા બૉન્ડના યીલ્ડમાં ૭૫થી ૧૦૦ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો આવ્યો છે, જે સ્ટૉકમાં વધુ વળતર મળી રહ્યાની સ્થિતિ દર્શાવે છે. અગાઉ કહ્યું તેમ મેક્રોઇકૉનૉમિક આંકડાઓ પણ સુધારાની ચાલ દર્શાવે છે. એને લીધે નાણાનીતિની આગામી સમીક્ષા વખતે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી સંભાવના ઊજળી છે. અમને લાગે છે કે નજીકના ભવિષ્યમાં નાણાકીય સ્ટૉક્સમાં થોડું પ્રૉફિટ બુકિંગ થશે, કારણ કે છેલ્લા એક મહિનામાં બૉન્ડ અને હોલસેલ ફન્ડિંગ માર્કેટમાં તેજી આવી છે અને એના વૅલ્યુએશન ફેરવૅલ્યુની નજીક આવી ગયા છે. ક્રૂડ ઑઇલ સહિત કૉમોડિટીમાં ભાવ ઘટuા હોવાથી ફુગાવો ઘટવા લાગ્યો છે.  મધ્યમથી લાંબા ગાળામાં બૅન્ક્સ તથા નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જેવા ખેલાડીઓને વ્યાજદરના ઘટાડાનો લાભ મળશે. ખાનગી બૅન્કો સરકારી બૅન્કો કરતાં વધુ સારી કામગીરી કરશે અને સારું વળતર આપશે.

ભાવિ દિશા

નિફ્ટી કન્સોલિડેશનના તબક્કામાં છે અને એથી બજાર અત્યારે દરેક તબક્કે ખરીદીની તક આપે છે. મેક્રોઇકૉનૉમિક સ્થિતિ સુધરી રહી છે અને કંપનીઓની આવકો પણ ઠીકઠાક છે એથી ફન્ડામેન્ટલ નબળાઈનો કોઈ સવાલ નથી. આવા સંજોગોમાં અમને લાગે છે કે ફક્ત મિડ કૅપમાં નહીં, લાર્જ કૅપમાં પણ રોકાણની તક છે. ટાયરની અમુક પસંદગીની કંપનીઓમાં ઘટાડે રોકાણ કરી શકાય. આ ઉપરાંત સિમેન્ટ કંપનીઓ, અમુક નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને વીમાના બિઝનેસની હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કરી શકાય. આગામી સમયમાં ગ્રાહકો વધારે ખર્ચ કરવાનું શરૂ કરશે અને એનો લાભ ગ્રાહકલક્ષી બિઝનેસને થશે. અમે વીજળી તથા જાહેર ક્ષેત્રની બૅન્કો માટે આશાવાદી છીએ. સરકાર એ બન્નેને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર એમાં પોતાનો હિસ્સો ઘટાડવા માગે છે. આથી લાર્જ કૅપ સરકારી બૅન્કોમાં ખરીદીની સારી તક હોવાનો અમારો મત છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK