Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ૮૫૦૦ નીચે, બજાર ૩૩૮ પૉઇન્ટ ખરડાયું

નિફ્ટી ૮૫૦૦ નીચે, બજાર ૩૩૮ પૉઇન્ટ ખરડાયું

09 December, 2014 05:04 AM IST |

નિફ્ટી ૮૫૦૦ નીચે, બજાર ૩૩૮ પૉઇન્ટ ખરડાયું

નિફ્ટી ૮૫૦૦ નીચે, બજાર ૩૩૮ પૉઇન્ટ ખરડાયું








શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

વૈશ્વિક બજારોની એકંદર પીછેહઠ વચ્ચે ઘરઆંગણે ઇન્ફીમાં મોટર્સ તરફથી ૩૨૬ લાખ શૅર બલ્ક ડીલમાં વેચીને ૬૪૮૪ કરોડ રૂપિયાની રોકડી કરવાના અહેવાલે બજારનું માનસ ખરાડાયું હતું. સેન્સેક્સ ૩૩૯ પૉઇન્ટના ઘટાડે ૨૮,૧૧૯ બંધ રહ્યો છે. નિફ્ટી પૂરા ૧૦૦ પૉઇન્ટની નબળાઈમાં ૮૪૩૮ થયો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ઉપરમાં ૨૮,૪૯૪ તથા નીચામાં ૨૮,૦૯૭ થયો હતો. નિફ્ટીમાં ૮૫૪૬ની હાઈ અને ૮૪૩૨ની બૉટમ બની હતી. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૭ શૅર વધ્યા હતા જેમાંથી ૧૫ પૈસાના મામૂલી વધારામાં એચયુએલ ૮૨૦ રૂપિયા બંધ હતો. ઇન્ટ્રા-ડે ભાવ ૮૨૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. આઇટીસી ૪૦૦ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી બનાવી ૧.૬ ટકા વધીને ૩૯૮ રૂપિયા જેવો બંધ હતો. કોલ ઇન્ડિયા ૨.૩ ટકા, સનફાર્મા અને ભારતી ઍરટેલ ૦.૯ ટકા તથા સિપ્લા ૦.૬ ટકા પ્લસ હતા. સામે સોસાસ્ટરલાઇટ ૩.૬ ટકા, હિન્દાલ્કો અઢી ટકા, તાતા સ્ટીલ બે ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૪ ટકા, ભેલ ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૬ ટકા, એચસબીઆઇ ૧.૪ ટકા અને ઍક્સિસ બૅન્ક નહીંવત્ નરમ હતા. તાતા પાવર નામકે વાસ્તે ૧૦ પૈસા ઘટેલો હતો. સ્પાઇસ જેટ ઇન્ટ્રા-ડેમાં ૧૪ ટકા તૂટીને ૧૩.૯૦ રૂપિયા થયા બાદ છેલ્લે ૪.૪ ટકાની નરમાઈમાં ૧૫.૨૫ રૂપિયા હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૩ ટકાની ખરાબીમાં ૯૪૫ રૂપિયાની અઢી મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. લાર્સનમાં પોણાબે ટકા જેવી નરમાઈ હતી.

એફએમસીજી સિવાયના બેન્ચમાર્ક ઘટયા

બજારના ૨૪માંથી ૨૧ ઇન્ડેક્સ નરમ હતા. બીએસઈ ઈપીઓ અને એસએમઈ આઇપીઓ નજીવા સુધારામાં હતા. એફએમસીજી ઇન્ડેક્સ પોણો ટકો વધીને ૧૧માંથી પાંચ શૅર પ્લસમાં આપી સોક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં એકમાત્ર અપવાદ હતો. આઇટી ઉપરાંત આઇડિયા સોલ્યુલર, ડેન નેટવર્ક, ડિશ ટીવી, તાતા કમ્યુ., આરકૉમ, તાતા ટેલિ જેવા શૅર અઢીથી ચાર ટકા ઘટતાં ટેક ઇન્ડેક્સ ૨.૬ ટકા ડાઉન હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૮ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૭ ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સ દોઢ ટકો, મેટલ ઇન્ડેક્સ ૧.૩ ટકા ખરાબ હતા. નેગેટિવ માર્કેટ-બ્રેડ્થમાં ૧૧૫૧ શૅર વધ્યા હતા. ૧૭૯૭ જાતો ઘટેલી હતી. ૨૮૩ શૅર ઉપલી સર્કિટે તો ૨૩૬ કાઉન્ટર મંદીની સર્કિટમાં હતા. થંગમિયલ જ્વેલરીમાં એસબીઆઇમાં ફન્ડ તરફથી શૅરદીઠ ૧૯૦ રૂપિયાના ભાવે ૩.૫૭ લાખ શૅર લેવાયાના અહેવાલે ભાવ ૨૦ ટકા ઊછળી ૨૧ મહિનાની ટોચે ૨૨૩ રૂપિયા થયો હતો. મીડિયા શૅરમાં નેટવર્ક-૧૮ ૬.૯ ટકા, જાગરણ પ્રકાશન ૨.૬ ટકા, ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ ૫.૮ ટકા, સન ટીવી દોઢ ટકો, એચટી મીડિયા ૨.૭ ટકા પ્લસ હતા. પીએસયુ સોક્ટરની ૨૪ બૅન્કમાંથી યુનિયન બૅન્ક ૧૫ પૈસા અને ઓબીસી ૧.૪ ટકા વધી હતી. બાકીના ૨૨ શૅર માઇનસ હતા.

૪૪ મહિના પછી ૩૦૦૦ ઉપર બંધ

વિશ્વબજારમાં એકંદર નરમાઈ સામે ચાઇનીઝ શૅરબજારની આગેકૂચ ચાલુ રહી છે. ત્યાંનો શાંઘાઈ ઇન્ડેક્સ ૨.૮ ટકા વધી ૩૦૨૧ બંધ આવ્યો છે. એપ્રિલ-૨૦૧૧ પછી પ્રથમ વાર બેન્ચમાર્ક ૩૦૦૦ની ઉપર આવ્યો છે. આ સાથે છેલ્લા એક મહિનામાં ચાઇનીઝ શૅરબજારે ૨૪ ટકાનો જમ્પ માર્યો છે. શુક્રવારે ત્યાંનાં શૅરબજારોનું ટર્નઓવર ૧.૦૫ લાખ કરોડ યુઆન અર્થાત્ ૧૭૦.૬૬ અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. ગઈ કાલે કામકાજ ૧૫૬ અબજ ડૉલર કે ૯૬૦ અબજ યુઆનનું નોંધાયું છે. ચાઇનીઝ બુલરન ભારત માટે ઘણાને જોખમી લાગે છે, કેમ કે વૅલ્યુએશનની રીતે ચાઇના આજે પણ ભારતના મુકાબલે ૪૦-૫૦ ટકા સસ્તું છે. વિદેશી રોકાણકારોનું ત્યાં આકર્ષણ વધે તો અહીં લેવાલી અવરોધાશે. કદાચ વેચવાલીનો દોર પણ શરૂ થઈ શકે છે. હૉન્ગકૉન્ગ ૦.૨ ટકા, સિંગાપોર ૦.૮ ટકા અને સાઉથ કોરિયા ૦.૪ ટકા નરમ હતા. યુરોપ સાધારણથી પોણો ટકો નીચે જણાતું હતું.

ઑટોની ગાડી રિવર્સ થઈ

ઑટો ઇન્ડેક્સમાં ક્યુમિન્સ ઇન્ડિયા ૧.૯ ટકા વધીને ૯૧૦ રૂપિયા બંધ હતો. બાકીના નવા શૅર નરમ હતા. મહિન્દ્ર ૩.૩ ટકા, તાતા મોટર્સ ૧.૭ ટકા, હીરો મોટોકૉર્પ ૦.૮ ટકા, મારુતિ સુઝુકી અડધો ટકો તથા બજાજ ઑટો અડધા ટકાથી વધુ ઘટીને બંધ હતા. આ પાંચેય શેરની પીછેહઠ સેન્સેક્સને ૫૫ પૉઇન્ટ કરતાં વધુ નડી હતી. અન્ય ઑટો શૅરમાં અશોક લેલૅન્ડ ૩.૮ ટકા, આઇશર સવાબે ટકા, ર્ફોસ મોટર્સ દોઢ ટકો, એસએમએલ ઇસુઝુ ૩.૩ ટકા, એસ્ર્કોટ્સ ૧.૯ ટકા, વીએસટી ટેઇલર્સ બે ટકા, કાઇનેટિક એન્જિ. ત્રણ ટકા, મહારાટ્ર સ્કૂટર્સ દોઢ ટકો, સ્કૂટર્સ ઇન્ડિયા ચાર ટકા, ટીવીએસ મોટર્સ ૩.૭ ટકા, અતુલ ઑટો એક ટકો ઢીલા હતા. ટાયર શૅરમાં જેકે ટાયર્સ ૩.૮ ટકા, અપોલો ટાયર્સ ૧.૪ ટકા, ડનલપ ૪.૯ ટકા, ગુડયર ૧.૨ ટકા, ટીવીએસ સૂર્યચક્ર ૨.૯ ટકા અને એમઆરએફ ૦.૪ ટકા ડાઉન હતા. ઑટો ઇન્ડેક્સ ૧.૪ ટકા કે ૨૬૪ પૉઇન્ટ ઘટયો હતો.

ઇન્ફીમાં મોટર્સની રોકડીનો આંચકો

આઇટી જાયન્ટ ઇન્ફોસિસમાં ફાઉન્ડર-મોટર્સ તરફથી ૩૨૬ લાખ શૅર બલ્ક ડીલમાં વેચી ૬૪૮૪ કરોડ રૂપિયાની રોકડી કરાતાં શૅરને જબરો આંચકો લાગ્યો હતો. ભાવ આગલા દિવસના ૨૦૭૦ રૂપિયાના બંધ સામે ગઈ કાલે ૨૦૧૨ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૦૧૭ રૂપિયા થઈ ૧૯૫૮ રૂપિયાના તળિયે ગયા બાદ છેલ્લે ૪.૯ ટકાના ઘટાડે ૧૯૬૮ રૂપિયા બંધ હતો. બન્ન્ો બજારો ખાતે કુલ મળીને ૪૩૮ લાખ શૅરનું જંગી વૉલ્યુમ નોંધાયું હતું. ઇન્ફીની ખરાબી સેન્સેક્સને ૧૦૯ પૉઇન્ટ નડી હતી. ફાઉન્ડર-મોટર્સ નારાયણમૂર્તિ ફૅમિલી દ્વારા કુલ ૧૨૦ લાખ શૅર વેચી ૨૩૮૬ કરોડ રૂપિયા, નંદન નીલેકણી પરિવાર તરફથી ૧૨૦ લાખ શૅર વેચીને ૨૩૮૬, કે. દિનેશ ફૅમિલીએ ૬૨ લાખ શૅર વેચીને ૧૨૩૩ કરોડ રૂપિયા તથા સિબુલાલનાં પત્ની તરફથી ૨૪ લાખ શૅર વેચીને ૪૭૭ કરોડ રૂપિયા ઊભા કરાયા છે. ઇન્ફીમાં મોટર્સ હોલ્ડિંગ ૧૫.૯૨ ટકા હતું એ ઘટીને હવે ૧૩.૧ ટકા જેવું થયું છે. ઇન્ફીની માર્કેટકૅપ ૧૧,૬૦૩ કરોડ રૂપિયા ઘટીને ગઈ કાલે ૨.૨૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

આઇટી કાઉન્ટરમાં ઑલરાઉન્ડ વેચવાલી

ઇન્ફીમાં મોટર્સની રોકડીની સાથે એચસીએલ ઇન્ફોમાં એમડીના રાજીનામાના અહેવાલ આવતાં ગઈ કાલે સમગ્ર આઇટી સોક્ટર ખરડાયું હતું. આઇટી ઇન્ડેક્સ ૩.૨ ટકા ગગડીને વસ્ર્ટ પર્ફોર્મર બન્યો હતો. એના દસોદસ શૅર ડાઉન હતા. ઇન્ફી બાદ ટીસીએસ અઢી ટકા ગગડીને ૨૫૧૪ રૂપિયા તથા વિપ્રો ૧.૬ ટકાના ઘટાડે ૫૬૯ રૂપિયા બંધ રહેતાં આ ત્રણ શૅર થકી બજારને કુલ ૧૫૮ પૉઇન્ટનો માર પડ્યો હતો. અન્ય ચલણી આઇટી શૅરમાં ટેક મહિન્દ્ર ૦.૪ ટકા ઘટીને ૨૬૦૭, એચસીએલ ટેક્નૉ બે ટકા ઘટીને ૧૫૬૨ રૂપિયા તથા ઑરેકલ સવાત્રણ ટકાની નરમાઈમાં ૩૩૪૨ રૂપિયા બંધ હતા. હેક્ઝાવેર ૩.૪ ટકા, જિયોમૅટિક ૨.૮ ટકા, માસ્ટેક ૨.૬ ટકા, માઇન્ડટેક પાંચ ટકા, માઇન્ડ ટ્રી દોઢ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ૨.૧ ટકા, રામકો સિસ્ટમ્સ ૩.૫ ટકા, રોલ્ટા બે ટકા, તાતા ઍલેક્સી ૧.૬ ટકા, ઝેનસાર ૪.૩ ટકા, સીએમસી ૩.૨ ટકા ડૂલ્યા હતા. જૂન અપવાદરૂપે બ્લુસ્ટાર ઇન્ફો ત્રણ ટકા, ફાઇ. ટેક્નૉ ૦.૮ ટકા, એસક્યુએસ ૬.૫ ટકા વધીને બંધ હતા.

રિલાયન્સ ચોથા સ્થાને હડસોલાયો

સિગારેટના લૂઝ વેચાણ પર પ્રતિબંધની હિલચાલ સરકારે પડતી મૂકતાં આઇટીસી ચાર દિવસની આગેકૂચમાં ૪૦૦ રૂપિયા નજીક સર્વોચ્ચ શિખરે પહોંચી જતાં ૩,૧૭,૭૦૯ કરોડ રૂપિયાના માર્કેટકૅપ સાથે હવે દેશની બીજા નંબરની વૅલ્યુએબલ કંપની બની ગઈ છે. ઓએનજીસી ૩,૧૪,૯૭૦ રૂપિયાના માર્કેટકૅપ સાથે ત્રીજા ક્રમે છે જ્યારે અગાઉ વષોર્ સુધી નંબર-વન રહેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે ૩,૦૫,૭૩૦ કરોડ રૂપિયાના માર્કેટકૅપમાં ચોથા સ્થાને ફંગોળાઈ છે. ટીસીએસ ૪,૯૨,૩૬૫ કરોડ રૂપિયાના આંકડા સાથે સૌથી મોખરે છે.

બજારની અંદર-બહાર

એઆઇએ એન્જિનિયરિંગની સબસિડિયરી વેલકાસ્ટ સ્ટીલ્સના બૅન્ગલોર ખાતેના એકમમાં હડતાળના સમાચારે શૅર ૨.૬ ટકા ઘટીને ૧૦૮૩ રૂપિયા હતો. જોકે વેલકાસ્ટ સ્ટીલ ૧૧ ટકાના ઉછાળે ૬૦૯ રૂપિયા બંધ હતો.સોન્ટ્રલ બૅન્ક દ્વારા એલઆઇસીની તરફેણમાં શૅરદીઠ ૭૫.૫૫ રૂપિયાના ભાવે ૮૨૮ લાખ શૅરનું પ્રેફરેન્શિયલ ધોરણે અલૉટમેન્ટ મંજૂર થતાં ભાવ એક ટકો ઘટીને ૮૦ રૂપિયા હતો.એચસીએસ ઇન્ફો.ના એમડી તથા સીઈઓ તરીકે હર્ષર્‍વર્ધન ચિતળેએ રાજીનામું આપતાં શૅર નીચામાં ૫૮ રૂપિયા થઈ છેલ્લે ૭ ટકાના ગાબડામાં ૬૦.૨૫ રૂપિયા હતો.એસએમએલ ઇસુઝુનું નવેમ્બરનું વેચાણ ૨૦ ટકા જેવું ઘટવાના અહેવાલે શૅર નીચામાં ૮૫૧ રૂપિયા થઈ ત્રણ ટકાની નરમાઈમાં ૮૬૭ રૂપિયા હતો.સ્ટૅમ્પેડ કૅપિટલની સિંગાપોર સબસિડી તરફથી ત્યાંના એક્સચેન્જમાં ૪૦૦૦ કરોડ રૂપિયાનું કામકાજ પાર પડાયું હોવાના અહેવાલે શૅર ૧૯૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૧૧.૨ ટકાના ઉછાળે ૧૭૦ રૂપિયા બંધ હતો.થર્મેક્સને આફ્રિકા ખાતેથી ૩૫૧ કરોડ રૂપિયાનો રિપીટ ઑર્ડર મળતાં ભાવ ૧૧૩૨ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૧.૨ ટકાના સુધારામાં ૧૦૭૬ રૂપિયા હતો.
એન્જલ્સ એન્ટરપ્રાઇઝિસ દ્વારા ૧૦ રૂપિયાના શૅરના એક રૂપિયામાં વિભાજન માટે ૧૯ ડિસોમ્બરની રેકૉર્ડ ડેટ ઠરાવાઈ છે. ભાવ બે ટકાની નીચલી સર્કિટે ૧૩૨ રૂપિયાના વર્ષના તળિયે હતો.
ઝાયડ્સ વેલનેસ ૧૦ ગણા વૉલ્યુમમાં ૯૩૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બતાવી ૧૫.૭ ટકાની તેજીમાં ૯૨૪ રૂપિયા હતો. પાંચ દિવસ પૂર્વે ભાવ ૭૨૦ રૂપિયા ચાલતો હતો.
કર્લિસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ ૪ ગણા કામકાજમાં ૭૬ રૂપિયાની મલ્ટિયર ટૉપ બનાવી અંતે ૬.૮ ટકાની મજબૂતીમાં ૭૦ રૂપિયા નજીક હતો. ૧૮ ફેબ્રુઆરીએ શૅરમાં ૧૮ની બૉટમ દેખાઈ હતી.
થંગમિયલ જ્વેલરી રોજના સરેરાશ ૩૪૭ શૅર સામે ગઈ કાલે શૅરના કામકાજમાં ૨૨૩૪ રૂપિયાની નવી ટોચ બતાવી છેલ્લે ૧૯.૮ ટકાની તેજીમાં ૨૨૩.૩૦ રૂપિયા બંધ હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2014 05:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK