Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વની બજારમાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો

વિશ્વની બજારમાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો

08 July, 2020 12:01 PM IST | Mumbai
Bullion Watch

વિશ્વની બજારમાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી ભાવમાં ઘટાડો

ગોલ્ડ

ગોલ્ડ


છેલ્લા થોડા દિવસોમાં જોવા મળેલા વધારા બાદ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ડૉલરના ભાવ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી પણ સોનામાં આકર્ષણ ઘટેલું છે. જોકે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં સતત સાત મહિનાથી જોવા મળી રહેલા પ્રવાહના ડેટા દર્શાવે છે કે સોનામાં રોકાણકારોનો ઉત્સાહ છે અને ઊંચા ભાવે પણ ખરીદીનો ટ્રૅન્ડ જળવાઈ રહ્યો છે. સોમવારે સોનાના ભાવ ફરી એક વખતે ૧૭૯૬ ડૉલરની મહત્ત્વની સપાટી પાર કરી આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

સોમવારે અમેરિકન બજાર બંધ રહી ત્યારે સોનું ૦.૩૩ ટકા વધી ૧૭૯૩ અને ચાંદી ૧.૩૬ ટકા વધી ૧૮.૫૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર બંધ આવ્યાં હતાં. આજે સોનાનો ઑગસ્ટ વાયદો ૦.૨૮ ટકા કે ૫ ડૉલર ઘટી ૧૭૮૮.૫૦ અને હાજરમાં ૦.૨૩ ટકા કે ૪.૦૬ ડૉલર ઘટી ૧૭૮૦.૬૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૯૮ ટકા કે ૧૮ સેન્ટ ઘટી ૧૮.૪૦ અને હાજરમાં ૦.૭૨ ટકા કે ૧૩ સેન્ટ ઘટી ૧૮.૧૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.



હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું ૯૫ ઘટી ૫૦,૦૭૫ અને અમદાવાદ ખાતે ૭૦ ઘટી ૫૦,૦૫૦ રૂપિયા બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૨૧૦ ખૂલી, ઉપરમાં ૪૮,૩૯૯ અને નીચામાં ૪૮,૧૦૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૭૦ ઘટીને ૪૮,૧૫૫ રૂપિયા બંધ રહ્યો હતો. હાજરમાં મુંબઈ ચાંદી ૪૦૦ ઘટી ૫૦,૫૦૦ અને  અમદાવાદ ખાતે ૫૦,૪૫૦ બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૯,૭૯૦ ખૂલી, ઉપરમાં ૪૯,૮૮૦ અને નીચામાં ૪૯,૧૭૮ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૦૨ ઘટીને ૪૯,૨૮૮ બંધ રહી હતી. ચાંદી-મિની ઑગસ્ટના ભાવ ૪૭૪ ઘટીને ૪૯,૪૫૨ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૪૭૫ ઘટીને ૪૯,૪૫૨ રૂપિયા બંધ રહ્યા હતા.


રૂપિયો ફરી નરમ

વૈશ્વિક બજારમાં ડૉલરમાં જોવા મળી રહેલી વૃદ્ધિ અને દેશમાં અને વૈશ્વિક રીતે કોરોનાના વધી રહેલા કેસની ચિંતાથી ડૉલર સામે રૂપિયો ફરી ૭૫ની સપાટી તરફ સરકી રહ્યો હતો. જોકે વિદેશી ફન્ડ્સની ખરીદી અને ક્રૂડ ઑઈલના નરમ ભાવના લીધે રૂપિયાને થોડો ટેકો મળી રહ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૭૪.૭૪ની સપાટીએ ખૂલ્યો હતો અને તે નબળો પડી ૭૪.૯૭ની સપાટી પહોંચ્યા બાદ સોમવારની બંધ સપાટી ૭૪.૬૯ની સામે આજે ૨૫ પૈસા ઘટી ૭૪.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો.


ગોલ્ડ ઈટીએફમાં છ મહિનામાં ૭૩૪ ટનની ખરીદી

આર્થિક મંદીના ભણકારા, અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી જેવા કારણોસર સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ઊંચા ભાવ અને કોરોનાના કારણે લૉકડાઉનની અસરથી ઘરેણા અને ગીનીની માગ ઘટી છે પણ સોનામાં રોકાણ અટક્યું નથી. સોનાના ભાવમાં સમગ્ર છ મહિના દરમ્યાન ૧૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ઓછા મૂલ્યમાં યુનિટ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાની સવલત કરી આપતા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સમાં (ઈટીએફ) સતત નવો પ્રવાહ આવી રહ્યો છે. જૂન મહિનામાં વૈશ્વિક સ્તર ઉપર નવો ૧૦૪ ટન કે ૫.૬ અબજ ડૉલરનો પ્રવાહ ઈટીએફમાં આવ્યો છે જે સતત સાતમો મહિનો નવો પ્રવાહ દર્શાવી રહ્યો છે. જાન્યુઆરીથી જૂનના છ મહિનાના ઈટીએફમાં નવું રોકાણ ૭૩૪ ટન કે ૩૯.૫ અબજ ડૉલરનું જોવા મળ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 12:01 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK