ચુંટણી પછી BSNL 50 હજારથી વધુ કર્મચારીઓની કરી શકે છે છટણી

નવી દિલ્હી | Apr 04, 2019, 20:00 IST

આર્થિક સંકટમાં ફસાયેલી સરકાર હસ્તકની ટેલીકોમ કંપની BSNL ના લગભગ 54,000 કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. અંગ્રેજી અખબાર ડેક્કન હેરાલ્ડના રીપોર્ટ પ્રમાણે કંપનીના બોર્ડે લગભગ 54,000 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.

ચુંટણી પછી BSNL 50 હજારથી વધુ કર્મચારીઓની કરી શકે છે છટણી
File Photo

આર્થિક સંકટમાં ફસાયેલી સરકાર હસ્તકની ટેલીકોમ કંપની BSNL ના લગભગ 54,000 કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. અંગ્રેજી અખબાર ડેક્કન હેરાલ્ડના રીપોર્ટ પ્રમાણે કંપનીના બોર્ડે લગભગ 54,000 કર્મચારીઓને નોકરીમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. જો કે અંતિમ મહોર લગાવતા પહેલા બોર્ડ લોકસભાની ચૂંટણી પુરી થવાની રાહ જોઈ રહ્યુ છે. મળતા અહેવાલો મુજબ સરકારે માર્ચ મહિનામાં નિષ્ણાંતોની એક સમીતી રચી હતી. જેણે બોર્ડને 10 ભલામણ કરી છે.

બોર્ડની સમીતીએ કરી 10 ભલામણ
સરકારે માર્ચ મહિનામાં જ નિષ્ણાંતોની એક સમીતી રચી હતી. આ સમીતીએ સરકારને 10 ભલામણો કરી હતી. જેમાંથી સરકારે 3 ભલામણો પર મહોર લગાવી દીધી છે. કંપનીના બોર્ડે જે ત્રણ પ્રસ્તાવોને મંજુરી આપી છે તેમા સેવા નિવૃતિની વર્તમાન વય મર્યાદાને 60 વર્ષથી ઘટાડી 58 કરવા
,  VRS ની સ્કીમ લાવવી, જેમાં ૫૦ વર્ષ અને તેથી ઉપરના બધા કર્મચારીઓને સામેલ કરવા અને બીએસએનએલને 4જી સ્પેકટ્રમની ફાળવણીમાં ઝડપ લાવવાની બાબતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : 13 વર્ષ પછી રસ્તા પર ફરી દોડશે બજાજ ચેતક, નવા લૂકમાં લૉન્ચ થશે સ્કૂટર

બોર્ડ ચુંટણી પુરી થયા બાદ ભરશે પગલા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હાલ ચૂંટણી પુરી થવાની રાહ જુએ છે. જેવી ચૂંટણી પ્રક્રિયા પુરી થશે કે તરત જ કર્મચારીઓને તેમની સેવામાંથી મુકત કરવાનું કામ શરૂ કરી દેવામાં આવશે. બોર્ડે નિવૃતિ વયમર્યાદા 60 થી ઘટાડીને 58 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. સ્વૈચ્છીક નિવૃતિ એટલે કે
VRS લેવાની ઉંમરની સીમા પણ 50 અને તેથી વધુ રાખવામાં આવી છે. નિવૃતિ અને વીઆરએસની નવી ઉંમરની સીમાને કારણે લગભગ 54,451 બીએસએનએલના કર્મચારીઓ સેવામાથી બહાર ચાલ્યા જશે. હાલ બીએસએનએલમાં 1,74,312 કર્મચારીઓ છે. માનવામાં આવે છે કે આ પગલાથી કંપની આવતા 6 વર્ષ દરમિયાન પગાર બીલમાં 13,895 કરોડની બચત કરશે. બીએસએનએલે કર્મચારીઓને ગુજરાત મોડેલના આધારે વીઆરએસ આપવાનો આગ્રહ કર્યો છે. કર્મચારીઓને પૂરા કરેલ સેવા વર્ષ માટે 35 દિવસના વેતન તથા નિવૃતિ સુધી બચેલા વર્ષ માટે 25 દિવસનો પગાર આપવાની ઓફર થઈ છે. એક અનુમાન છે કે કંપનીના કર્મચારીઓની સરેરાશ વય 55 વર્ષથી વધુ છે.

Tags

bsnl
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK