બૅન્કો સાથે ૨૦૧૮-’૧૯માં ૭૧,૫૦૦ કરોડની છેતરપિંડી થઈ

Published: Jun 04, 2019, 10:13 IST | મુંબઈ

ગયા વર્ષ કરતાં ૨૦૧૮-’૧૯માં બૅન્કો સાથે થયેલી છેતરપિંડીના કિસ્સાઓ અને એમાં સંડોવાયેલી રકમમાં વધારો થયો છે. રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ)માં આપેલી એક માહિતીમાં આ સ્થિતિનો પર્દાફાશ થયો છે.

ગયા વર્ષ કરતાં ૨૦૧૮-’૧૯માં બૅન્કો સાથે થયેલી છેતરપિંડીના કિસ્સાઓ અને એમાં સંડોવાયેલી રકમમાં વધારો થયો છે. રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ)માં આપેલી એક માહિતીમાં આ સ્થિતિનો પર્દાફાશ થયો છે.

૨૦૧૭-’૧૮માં છેતરપિંડીના કુલ ૫૯૧૬ કેસ થયા હતા, જેમાં ૪૧,૧૬૭ કરોડ રૂપિયાની રકમનો સમાવેશ હતો. ૨૦૧૮-’૧૯માં કિસ્સાઓની સંખ્યા ૧૪ ટકા વધીને ૬૮૦૦ થઈ છે જ્યારે એમાં રકમ ૭૩ ટકા વધીને ૭૧,૫૦૦ કરોડ રૂપિયાએ પહોંચી છે. રિઝર્વ બૅન્કે એક સમાચાર સંસ્થાના પત્રકારે કરેલી અરજીના આધારે આરટીઆઇમાં વધુમાં જણાવ્યું છે કે છેલ્લાં ૧૧ નાણાકીય વર્ષમાં કુલ ૨.૦૫ લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી દેશની બૅન્કો સાથે થઈ છે.

આ પણ વાંચોઃ ચાલુ વર્ષે ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી થશે

જોકે રિઝવર્‍ બૅન્કે જણાવ્યું હતું કે છેતરપિંડીના કિસ્સાઓમાં બૅન્કોએ કેવાં પગલાં લીધાં છે એ અંગે માહિતી ઉપલબ્ધ નથી. રિઝવર્‍ બૅન્કને જે કેસોની જાણ કરવામાં આવે એવા ફ્રૉડના કેસમાં બૅન્કોએ ક્રિમિનલ કેસ ફાઇલ કરવાના હોય છે, પણ આ વિશેની માહિતી ઉપલબ્ધ નથી એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.

છેલ્લાં ૧૧ વર્ષના આંકડાઓ પરથી સ્પક્ટ જણાય છે કે દેશમાં બૅન્કો સાથે છેતરપિંડીના કેસની સંખ્યા અને એમાં સંડોવાયેલી રકમમાં દર વર્ષે વધારો થયો છે. બૅન્કો દ્વારા છેતરપિંડી રોકવા માટે અનેક પગલાં ભરવામાં આવ્યાં છે, ગ્રાહકોની જાણકારી એકત્ર કરવા માટે નવી પૉલિસી અમલમાં આવી હોવા છતાં એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

દેશમાં જ્યારે નીરવ મોદી, વિજય માલ્યા, સાંડેસરાબંધુઓ જેવા હાઈ-પ્રોફાઇલ છેતરપિંડીના કેસ હોય ત્યારે આટલી મોટી માત્રામાં અન્ય કેસ પણ થયા છે એ ચોંકાવનારુંં છે. આટલી મોટી સંખ્યામાં આવા કેસ બહાર આવી રહ્યા હોવાથી સેન્ટ્રલ વિજિલન્સ કમિશને દેશના ટોચના ૧૦૦ ફ્રૉડ પર વધારે ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસમાં છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી, લોન લેનાર કોણ છે, લોન એક જ બૅન્કે આપી કે બૅન્કોના સમૂહે જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૃષિ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, મીડિયા, નાગરિક ઉડ્ડયન, ટ્રેડિંગ, ચેક-બાઉન્સ જેવા અલગ-અલગ કેસોની પણ અભ્યાસમાં છણાવટ કરવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને આઇડીબીઆઇ બૅન્કના ભૂતપૂવર્‍ ચૅરમૅન સહિત લગભગ ૧૫ બૅન્ક-અધિકારીઓની અલગ-અલગ કેસમાં ધરપકડ કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK