ગ્રાહકોને કંપની હવે ટેલિફોન સેવાઓ પૂરી પાડશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વેબ કૉન્ફરન્સ કંપની ઝૂમ વિડિયો કમ્યુનિકેશન્સે પાન ઇન્ડિયા-આખા દેશમાં ટેલિકૉમ લાઇસન્સ મેળવ્યું છે. જે એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને ટેલિફોન સેવાઓ પ્રદાન કરવા સક્ષમ બનાવશે એમ કંપનીએ જણાવ્યું હતું.
અમેરિકા સ્થિત ઝૂમ એની વેબસાઇટ અને ઍપ દ્વારા વૉઇસ અને વિડિયો કૉન્ફરન્સ-સર્વિસ ઑફર કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સરકારે ખાદ્ય પદાર્થના લેબલિંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો કર્યો
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીએ સમગ્ર ભારતમાં નૅશનલ લૉન્ગ ડિસ્ટન્સ અને ઇન્ટરનૅશનલ લૉન્ગ ડિસ્ટન્સ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન્સ સાથે યુનિટફાઇડ લાઇસન્સ પ્રાપ્ત કર્યું છે. આ લાઇસન્સ સાથે કંપની ભારતમાં કાર્યરત બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનો અને વ્યવસાયોને એની ક્લાઉડ-આધારિત ખાનગી શાખા એક્સચેન્જ (પીબીએક્સ) સેવા ‘ઝૂમ ફોન’ ઑફર કરી શકશે એમ કંપનીએ જણાવ્યું હતું.


