પબ્લિક ટ્રસ્ટ બે પ્રકારના હોય છે, રીલિજિયસ પબ્લિક ટ્રસ્ટ અને ચૅરિટેબલ પબ્લિક ટ્રસ્ટ. ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ (‘ઍક્ટ’) હેઠળ બન્ને પ્રકારનાં ટ્રસ્ટ એક્ઝમ્પ્શનનો લાભ મેળવે છે.

ટ્રસ્ટ પર ટૅક્સ કેવી રીતે લાગુ પડે છે એ વિશે જાણો છો?
ટ્રસ્ટ એક કાયદાકીય વ્યવસ્થા છે, જેમાં એક વ્યક્તિ જે ટ્રસ્ટના ઑથર તરીકે ઓળખાય છે તે મિલકતને અન્ય વ્યક્તિ પાસે સ્થાનાંતરિત કરે છે, જેને ટ્રસ્ટી કહેવામાં આવે છે. આ મિલકત કીમતી સંપત્તિ જેવી કે રિયલ એસ્ટેટ (સ્થાવર મિલકત), શૅર, પૈસા અથવા અન્ય સંપત્તિ જેવી કંઈ પણ હોઈ શકે છે. આ સ્થાનાંતરણનો મુખ્ય હેતુ તૃતીય પક્ષને ફાયદો પહોંચાડવાનો છે, જેને બેનિફિશ્યરી (લાભકર્તા) તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રસ્ટની રચના
જ્યારે ઑથર હકીકતમાં તેનો હેતુ, કારણ, બેનિફિશ્યરી, ટ્રસ્ટની સંપત્તિનું ટ્રસ્ટીને સ્થાનાંતરણ પૂર્ણ કરે છે ત્યારે ટ્રસ્ટની રચના થાય છે. ટ્રસ્ટ પ્રાઇવેટ (ખાનગી) અથવા પબ્લિક (જાહેર) ટ્રસ્ટ હોય છે. પબ્લિક ટ્રસ્ટ બે પ્રકારના હોય છે, રીલિજિયસ પબ્લિક ટ્રસ્ટ અને ચૅરિટેબલ પબ્લિક ટ્રસ્ટ. ઇન્કમ ટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ (‘ઍક્ટ’) હેઠળ બન્ને પ્રકારનાં ટ્રસ્ટ એક્ઝમ્પ્શનનો લાભ મેળવે છે. આનો લાભ લેવા માટે ટ્રસ્ટને ઍક્ટના સેક્શન ૧૨એબી હેઠળ ફૉર્મ ૧૦એ/૧૦એબી ફાઇલ કરીને રજિસ્ટ્રેશન કરવું પડે છે. ઉપરાંત, ટ્રસ્ટ ડિડમાં કોઈ પણ અમેન્ડમેન્ટ/ટ્રસ્ટની વસ્તુઓમાં કોઈ પણ સુધારણા/કોઈ પણ ટ્રસ્ટીનો ઉમેરો અથવા ઘટાડો અથવા ટ્રસ્ટની રજિસ્ટર્ડ જગ્યામાં થયેલો બદલાવ અથવા ટ્રસ્ટની વધારાની જગ્યા બાબતે થયેલા ફેરફાર વિશે રેઝોલ્યુશન પસાર કર્યાના ૩૦ દિવસની અંદર ચૅરિટી કમિશનરને તથા ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવી જરૂરી છે.
ઍક્ટ હેઠળ કરપાત્રતા
ઍક્ટના સેક્શન ૧૧ મુજબ, ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવેલી મિલકત દ્વારા મેળવેલી આવક કરમુક્ત છે. જોકે આ કરમુક્તિનો લાભ લેવા માટે ટ્રસ્ટે પોતાની આવકમાંથી ૮૫ ટકા જેટલી રકમ સખાવતી અથવા ધાર્મિક હેતુ માટે વાપરી હોવી જોઈએ. સામાન્ય રીતે ટ્રસ્ટને ભંડોળ, સ્વૈચ્છિક દાન તથા વ્યાજમાંથી આવક પ્રાપ્ત થાય છે જે સામાન્ય રીતે કરમુક્ત આવક હોય છે. એમ છતાં, ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત અનામી દાન ૩૦ ટકાને દરે કરપાત્ર છે, પરંતુ પૂર્ણ રીતે ધાર્મિક હેતુઓ માટે બનાવેલા ટ્રસ્ટ માટે એ સંપૂર્ણપણે કરમુક્ત છે.
અમુક આવક/આવકનો કોઈ ભાગ વર્ષ દરમ્યાન અથવા વર્ષને અંતે ન મળ્યો હોય એવા કિસ્સામાં જો ટ્રસ્ટ સંબંધિત પ્રિવિયસ વર્ષ દરમ્યાન આવકના ૮૫ ટકા વાપરવામાં નિષ્ફળ જાય તો એક વર્ષ માટે ફૉર્મ ૯એ ભરવું પડે છે અને જો કોઈ રકમ અમુક ખાસ હેતુ માટે મેળવાઈ હોય તો ફૉર્મ ૧૦ પાંચ વર્ષ માટે ભરવું પડે છે. વધુમાં, આવી રકમનું ઍક્ટમાં દર્શાવ્યા મુજબ વિવિધ સાધનોમાં રોકાણ કરવું પડે છે.
ADVERTISEMENT
સખાવતી અથવા ધાર્મિક ટ્રસ્ટને દાન આપતી વ્યક્તિ, સેક્શન ૮૦જી હેઠળ દાનની રકમના ૫૦ ટકાનો કપાત માટેનો દાવો કરવા માટે પાત્ર છે. વધુમાં, જે નાણાકીય વર્ષમાં દાતાએ દાન આપ્યું હોય એના તરત બાદની ૩૧ મે અથવા એ પહેલાં, ટ્રસ્ટ દ્વારા જારી કરાયેલા ફૉર્મ ૧૦બીઈ ફૉર્મ દાતા પાસે હોય તો જ તે દાતા સેક્શન ૮૦જી હેઠળ કપાત માટેનો દાવો કરી શકશે.
બુક્સ ઑફ અકાઉન્ટ્સની જાળવણી
દરેક ટ્રસ્ટ જે સેક્શન ૧૨એબી/૧૦(૨૩સી) હેઠળ રજિસ્ટર્ડ છે, તેઓએ તેમની બુક્સ ઑફ અકાઉન્ટ્સની ઇલેક્ટ્રૉનિક સ્વરૂપમાં જાળવણી કરવી પડે છે. સંબંધિત અસેસમેન્ટ વર્ષના અંતથી ૧૦ વર્ષ સુધી ટ્રસ્ટના રજિસ્ટર્ડ સ્થળે અકાઉન્ટ્સનાં બુક્સ રાખવા જરૂરી છે. વધુમાં, કોઈ પણ સ્ક્રૂટીનીના કિસ્સામાં કાર્યવાહીનો નિકાલ આવે ત્યાં સુધી દસ્તાવેજો સાચવવા પડે છે.
ઍક્ટ હેઠળ ડ્યુ ડેટ્સ
૧. ઇન્કમ અને ઑડિટ રિપોર્ટનું ફાઇલિંગ (ફૉર્મ ૧૦બી/ફૉર્મ ૧૦બીબી) : ઍક્ટ હેઠળ નોંધાયેલ ટ્રસ્ટે નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે ૩૧ ઑક્ટોબરે અથવા એ પહેલાં, આઇટીઆર-૭ ફાઇલ કરવાની જરૂર છે (૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી વિસ્તૃત).
૨. ફૉર્મ ૯એ /૧૦નું ફાઇલિંગ : ઍક્ટના સેક્શન ૧૩૯ હેઠળ સ્પષ્ટ કર્યા પ્રમાણે આઇટીઆર ફાઇલ કરવાની તારીખના ઓછામાં ઓછા બે મહિના પહેલાં ફાઇલ કરવું જોઈએ.

