ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચને યથાવત્ રાખીને નાણાકીય ખાધ અપેક્ષિત ૫.૧ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા સુધી સીમિત રાખવાનું આયોજન છે
આશિષકુમાર ચૌહાણ
નાણાપ્રધાને દેશમાં રોજગાર-સર્જનને વેગ આપવા સરકારી ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્ર પણ સહભાગી બને અને ભારત નંબર-વન સ્ટાર્ટઅપ રાષ્ટ્ર અને ઉદ્યોગ-સાહસિકોનું રાષ્ટ્ર બને એ માટે એન્જલ-ટૅક્સ નાબૂદ કર્યો છે અને મુદ્રા લોન યોજનાની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૨૦ લાખ રૂપિયા કરી છે.
તેમણે દેશના શ્રમ ક્ષેત્રે યુવા મહિલાઓની ભાગીદારી વધારી છે. રોજગાર-સર્જન માટે કૌશલ-વિકાસ એક નવો વિચાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના ખર્ચને યથાવત્ રાખીને નાણાકીય ખાધ અપેક્ષિત ૫.૧ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા સુધી સીમિત રાખવાનું આયોજન છે અને એ પણ સીધા કે આડકતરા વેરામાળખાને બદલ્યા વિના આ બધું કરવામાં આવી રહ્યું છે. આ બજેટને હું દસમાંથી દસ માર્ક્સ આપું છું.
ADVERTISEMENT
સ્ટાર્ટઅપમાં રોકાણ પર એન્જલ-ટૅક્સ ખતમ કરશે સરકાર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારા તમામ વર્ગના રોકાણકારો પરનો એન્જલ-ટૅક્સ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે સૌથી પહેલાં ભારતીય સ્ટાર્ટઅપ્સની ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઑન્ટ્રપ્રનરશિપની ભાવનાને વધારવા અને ઇનોવેશન પર ભાર આપવા માટે એન્જલ-ટૅક્સની જોગવાઈને સમાપ્ત કરવાની ઘોષણા કરું છું. આ ટૅક્સ હટાવવામાં આવતાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળવાની આશા છે, કારણ કે એનાથી આ સેક્ટર માટે અનુકૂળ વાતાવરણ સર્જવામાં મદદ મળશે.
શું મોંઘું થશે?
ટેલિકૉમને સંબંધિત વસ્તુઓ : નિશ્ચિત ટેલિકૉમ ઇક્વિપમેન્ટની પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બ્લી પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ૧૦થી વધારીને ૧૫ ટકા કરાઈ છે.
પ્લાસ્ટિકની વસ્તુઓ : બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ૧૦થી વધારીને ૨૫ ટકા કરાઈ છે.
એમોનિયમ નાઇટ્રેટ : ડ્યુટી ૭.૫થી વધારીને ૧૦ ટકા કરાઈ છે.
પીવીસી ફ્લેક્સ બૅનર્સ : ડ્યુટી ૧૦થી વધારીને ૨૫ ટકા કરાઈ છે.
શું થશે સસ્તું?
કૅન્સરની દવાઓ : ત્રણ દવાઓને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મોબાઇલ ફોન અને ચાર્જર : મોબાઇલ ફોન અને ચાર્જર પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવી છે.
કીમતી ધાતુઓ : સોના-ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને ૬ ટકા અને પ્લૅટિનમ પર ૬.૫ ટકા કરવામાં આવી છે.
ખનિજો : ૨૫ મહત્ત્વપૂર્ણ ખનિજોને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મેડિકલ એક્સરે મશીનમાં વપરાતી એક્સરે ટ્યુબ અને ફ્લૅટ પૅનલ ડિટેક્ટર્સ, સોલર સેલ્સ અને પૅનલ્સ.
સ્ટીલ અને તાંબું : ફેરો નિકલ અને બ્લિસ્ટર કૉપર પરની કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવામાં આવી છે.
- આશિષકુમાર ચૌહાણ, NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર

