Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Budget 2023 : નાણામંત્રીના ભાષણમાં સામેલ આ શબ્દોનો અર્થ સમજાયો એટલે બજેટ સમજાયું

Budget 2023 : નાણામંત્રીના ભાષણમાં સામેલ આ શબ્દોનો અર્થ સમજાયો એટલે બજેટ સમજાયું

01 February, 2023 11:01 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બજેટ પર નજર તો બધાની હોય છે પણ ઘણા શબ્દોથી સામાન્ય જનતા અજાણ હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


બસ થોડીક જ ક્ષણોમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) વર્ષ ૨૦૨૩નું યુનિયન બજેટ (Union Budget 2023) રજુ કરશે. સૌથી લાંબા બજેટ ભાષણનો રેકૉર્ડ નિર્મલા સીતારમણના નામે છે અને આ વખતે ભાષણ કેટલું લાંબુ હશે તે જોવું રસપ્રદ રહેશે. સામાન્ય લોકોની નજર બજેટ પર જ હોય છે અને લોકો તેને ગંભીરતાથી સાંભળે પણ છે. પરંતુ બજેટ સ્પીચમાં એવા અનેક શબ્દો સામેલ હોય છે જેનો અર્થ ઘણા લોકોને ખબર નથી હોતી. ચાલો જાણીએ આવા જ કેટલાક શબ્દો વિશે…

જ્યારે નાણામંત્રી સંસદમાં બજેટ ભાષણ આપે છે ત્યારે તેમાં ઘણા ખાસ શબ્દો સંભળાય છે. જેમ કે, નાણાકીય વર્ષ (Financial Year), વેપાર ખાધ (Trade Deficit), ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment) અને બ્લુ શીટ (Blue Sheet) જે સામાન્ય રીતે મોટાભાગના લોકો સમજી શકતા નથી.



  • નાણાકીય વર્ષ (Financial Year)

જે રીતે આપણા માટે નવું વર્ષ પહેલી જાન્યુઆરીથી શરૂ થાય છે અને ૩૧ ડિસેમ્બરે વર્ષ પૂરું થાય છે. પણ સરકાર નાણાકીય વર્ષના આધારે તેનું કામ કરે છે. નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય છે અને તે આવતા વર્ષે ૩૧મી માર્ચ સુધી ચાલે છે.

  • રાજકોષીય-મહેસૂલી ખાધ (Fiscal-Revenue Deficit)

જ્યારે સરકારની કમાણી ખર્ચ કરતા ઓછી હોય ત્યારે ફિસ્કલ ડેફિસિટનો ઉપયોગ ભાષણમાં થાય છે. બીજી તરફ, મહેસૂલ ખાધનો અર્થ એ છે કે સરકારની કમાણી નિર્ધારિત લક્ષ્યાંક મુજબ નથી. ટ્રેડ ડૅફિસિટ વેપાર ખાધ.

  • ડિસઇન્વેસ્ટમેન્ટ (Disinvestment)

તમે ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો હશે. જ્યારે સરકાર સરકારી કંપનીઓનો હિસ્સો વેચે છે, ત્યારે તેના માટે આ શબ્દ વપરાય છે. બીજી બાજુ, સરકારે નાણાકીય વર્ષમાં જે કમાણી અને ખર્ચ કર્યો તેને બજેટ અંદાજ કહેવામાં આવે છે.

આ પણ વાંચો - જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ-અલગ ટેક્સની જોગવાઈ

  • બ્લુ શીટ (Blue Sheet)

બજેટ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને તેની સાથે સંબંધિત મહત્વપૂર્ણ ડેટાની વાદળી રંગની ગુપ્ત શીટ હોય છે જેને બ્લુ શીટ કહેવામાં આવે છે. આ ગુપ્ત દસ્તાવેજને બજેટ પ્રક્રિયાની કરોડરજ્જુ તરીકે પણ સંબોધવામાં આવે છે.

  • ઝીરો બજેટ (Zero Budget)

ઝીરો બજેટમાં પાછલા નાણાકીય વર્ષના ખર્ચ અને બાકીની રકમને આગળ વધારવામાં આવતી નથી. જો સરકારે કોઈપણ યોજના હેઠળ સાંસદોને કરોડો રૂપિયાની ફાળવણી કરી હોય અને તેનો માત્ર એક ભાગ જ ખર્ચવામાં આવ્યો હોય, તો આ સ્થિતિમાં બાકીના નાણાં તેમને ફરીથી ફાળવવામાં આવતા નથી. જેને ઝીરો બજેટ પણ કહેવામાં આવે છે.

  • નાણા-વિનિયોગ બિલ (Finance-Appropriation Bill)

સરકાર ફાઇનાન્સ બિલ દ્વારા તેની કમાણીની વિગતો રજૂ કરે છે, જ્યારે વિનિયોગ બિલ તેની સામે મૂકવામાં આવે છે. આમાં સરકાર પોતાના ખર્ચની માહિતી ગૃહમાં રાખે છે. બીજો મહત્વનો શબ્દ છે રેવન્યુ એક્સપેન્ડિચર. સરકારને વિવિધ પ્રોજેક્ટ અને કર્મચારીઓના પગારની જરૂર હોય અથવા જે પણ ખર્ચની જરૂર હોય તેને રેવન્યુ એક્સપેન્ડીચર કહેવામાં આવે છે.

આ પણ વાંચો - Union Budget પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ભાષણ, મોદી સરકારની કરી ભારોભાર પ્રશંસા

  • પ્રત્યક્ષ-પરોક્ષ કર (Direct-Indirect Tax)

બજેટ દરમિયાન દેશની જનતા જે વસ્તુની સૌથી વધુ રાહ જુએ છે તે છે ટેક્સ. જો આને લગતા શબ્દોની વાત કરીએ તો સામાન્ય માણસ પાસેથી સીધો લેવામાં આવતો ટેક્સ ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. બીજી તરફ, આબકારી જકાત અથવા કસ્ટમ ડ્યુટી દ્વારા જનતા પાસેથી જે કર લેવામાં આવે છે તેને પરોક્ષ કર કહેવામાં આવે છે. દેશના કરદાતાઓની આવક, જેના પર કોઈ કર વસૂલવામાં આવતો નથી, તેને મુક્તિ (Exomption) કહેવામાં આવે છે.

  • કોન્સોલિડેટેડ ફંડ (Consolidated Fund)

સરકાર ઉધાર લેવાથી અથવા સરકારી લોન પરના વ્યાજથી જે કંઈ કમાય છે તેને કોન્સોલિડેટેડ ફંડ કહેવામાં આવે છે. દેશમાં સરકાર દ્વારા જે ખર્ચ થાય છે તે આ ફંડ દ્વારા કરવામાં આવે છે. જો કે આ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે સરકારે સંસદમાંથી મંજૂરી લેવી પડે છે. સરકાર બજેટ સ્પીચમાં બીજા ફંડની વાત કરે છે. તેને આકસ્મિક ભંડોળ કહેવામાં આવે છે. જે ફંડમાંથી સરકાર કટોકટીની સ્થિતિમાં પૈસા ઉપાડે છે અને ખર્ચ કરે છે તેને કન્ટીજન્સી ફંડ કહેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK