આઇસી૧૫ ઇન્ડેક્સ ૬૨૪ પૉઇન્ટ ઘટ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે નફો અંકે કરવાના વલણને પગલે સાધારણ ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૭૦ ટકા (૬૨૪ પૉઇન્ટ) ઘટીને ૮૮,૨૨૮ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૮,૮૫૨ ખૂલીને ૯૦,૦૫૧ની ઉપલી અને ૮૭,૮૨૪ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના કૉઇન ઘટ્યા હતા જેમાંથી શિબા ઇનુ, અવાલાંશ, ડોઝકૉઇન અને લાઇટકૉઇન ૨થી ૬ ટકાની રેન્જમાં ટોચના ઘટનાર હતા. ટોનકૉઇન, બીએનબી, કાર્ડાનો અને એક્સઆરપી સાધારણ વધ્યા હતા.
દરમ્યાન, કતાર સેન્ટ્રલ બૅન્કે પોતાના સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો જાહેર કર્યો છે. સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરની મોટી બૅન્કો સાથેના મોટા નાણાકીય વ્યવહારો માટે સીબીડીસીનો ઉપયોગ કરવાનું આ કેન્દ્રીય બૅન્કનું લક્ષ્ય છે. અન્ય એક અહેવાલ મુજબ સતત ચોથા સપ્તાહે ક્રિપ્ટોમાં રોકાણની પ્રોડક્ટ્સમાં ૧૮૫ મિલ્યન ડૉલરનું વિક્રમી રોકાણ થયું હતું. મે મહિનામાં કુલ બે બિલ્યન ડૉલર અને વર્ષ ૨૦૨૪માં કુલ ૧૪ બિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું છે.

