વિશ્વની ૮૬ કેન્દ્રીય બૅન્કો પેમેન્ટની વ્યવસ્થા સુધારવા માટે સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ના વિકલ્પની ચકાસણી કરી રહી છે
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ ગુરુવારે વૉલેટાઇલ રહ્યા બાદ ફ્લૅટ બંધ રહ્યો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૦૦૪ ટકા (૩ પૉઇન્ટ) ઘટીને ૭૪,૪૭૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૪,૪૮૨ ખૂલીને ૭૪,૭૫૨ની ઉપલી અને ૭૨,૭૯૫ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી અવાલાંશ ૪.૮૦ ટકા ઘટાડા સાથે ટોચનો ઘટનાર હતો. ટોનકૉઇન, સોલાના, ચેઇનલિન્ક અને બિટકૉઇનમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો હતો, જ્યારે ટ્રોન, લાઇટકૉઇન, કાર્ડાનો અને પૉલિગૉન ૧થી ૪ ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમ્યાન બૅન્ક ફૉર ઇન્ટરનૅશનલ સેટલમેન્ટ્સ (બીઆઇએસ)ના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે વિશ્વની ૮૬ કેન્દ્રીય બૅન્કો પેમેન્ટની વ્યવસ્થા સુધારવા માટે સીબીડીસી (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી)ના વિકલ્પની ચકાસણી કરી રહી છે. બીજી બાજુ, બૅન્ક ઑફ ઇઝરાયલ પોતાની સીબીડીસી લૉન્ચ કરતાં પહેલાં યુરોપિયન યુનિયન અને અન્ય વિકસિત અર્થતંત્રોની સીબીડીસીના લૉન્ચિંગની પ્રતીક્ષા કરી રહી છે.

