Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓમાં નૉમિનેશનનું શું મહત્ત્વ છે?

લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીઓમાં નૉમિનેશનનું શું મહત્ત્વ છે?

28 February, 2024 07:17 AM IST | Mumbai
Priyanka Acharya

પૉલિસીધારકના અવસાન પછી ઇન્શ્યૉરન્સ પૉલિસી નૉમિનેટેડ વ્યક્તિ વ્યવસ્થિત રીતે સમજી શકે તેમ જ તેને/તેઓને પૉલિસીની રકમ સુલભતાથી મળી રહે અને એ સુનિશ્ચિત કરવું એ સૌથી મહત્ત્વપૂર્ણ છે.

પ્રતીકાત્મક તસવીર

વીમાની વાત

પ્રતીકાત્મક તસવીર


દરેક એજન્ટ પૉલિસીધારકને હીરો માને છે, પરંતુ તેઓ સપોર્ટિંગ ઍક્ટરને ભૂલી જાય છે, તે છે નૉમિની. સરિતાએ થોડા મહિના પહેલાં જ્યારે તેના પિતાને ગુમાવ્યા હતા એ વખતે તેણે ઇન્શ્યૉરન્સ કંપનીની શાખામાં દસ્તાવેજો સબમિટ કર્યા ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તેણે વધારાની કાનૂની પ્રક્રિયા કરવી પડશે જેને માટે તેની ઑફિસમાં જ નિષ્ણાત વકીલ ઉપલબ્ધ છે. હકીકતમાં નૉમિનેશન તેમ જ અન્ય વિગતો પૉલિસીમાં એકદમ સ્પષ્ટ હોવાથી તેણે આવી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર જ નહોતી. કોઈ કાનૂની વિવાદ પણ નહોતો. સરિતાના પિતા આર્થિક વ્યવસ્થા વિશે ખૂબ સ્પષ્ટ હતા, પરંતુ બધું જ તેના પર સંપૂર્ણ નિર્ભર હતું એટલે તેના પિતાને ગુમાવવાના ભાવનાત્મક આઘાત વચ્ચે આ તેના માટે એક નિરાશાજનક અનુભવ હતો.
પૉલિસીધારકના અવસાન પછી ઇન્શ્યૉરન્સ પૉલિસી નૉમિનેટેડ વ્યક્તિ વ્યવસ્થિત રીતે સમજી શકે તેમ જ તેને/તેઓને પૉલિસીની રકમ સુલભતાથી મળી રહે અને એ સુનિશ્ચિત કરવું એ સૌથી મહત્ત્વપૂર્ણ છે. પૉલિસીધારક અને તેમના નૉમિની(ઓ) વચ્ચે નિયમિત રીતે આ બાબતે વાતચીત થતી રહે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય. આ લેખમાં અમે આવા વાર્તાલાપનું મહત્ત્વ, પૉલિસીને સરળતાથી કેવી રીતે સમજવી અને ઓરિજિનલ પૉલિસી ખોવાઈ ગઈ હોય એવા કિસ્સામાં લેવાની સાવચેતીઓ વિશે સમજીશું. 


નિયમિત વાતચીત
પૉલિસીધારક અને તેમના નૉમિની(ઓ) વચ્ચે પૉલિસીની વિગતો, કવરેજ અને દાવાની પ્રક્રિયા બાબતે નિયમિત વાતચીત એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે બન્ને પક્ષોને એ વિશે જાણકરી રહે છે. 



નૉમિની(ઓ)ને માહિતગાર રાખો : લાઇફ ઇન્શ્યૉરન્સની મૂળભૂત બાબતો અને દાવાની પ્રક્રિયાને સમજવામાં સહાય મળે એ માટે શૈક્ષણિક સંસાધનો અથવા સામગ્રીઓ તેમને આપો. 
પૉલિસીની વિગતો : કવરેજની રકમ, લાભાર્થીઓ, પ્રીમિયમની ચુકવણીઓ અને પૉલિસી સાથે જોડાયેલા કોઈ પણ વધારાના રાઇડર્સ અથવા લાભો સહિત પૉલિસીની વિશિષ્ટતાઓની ચર્ચા કરો.


દાવાની પ્રક્રિયા : જરૂરી દસ્તાવેજો, ઇન્શ્યૉરન્સ કંપનીની સંપર્ક-વિગતો અને પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં દાવા શરૂ કરવાનાં પગલાંઓ સહિતના દાવાની પ્રક્રિયા વિશે નૉમિની(ઓ)ને અવગત કરવો. 

નાણાકીય આયોજન : ઇન્શ્યૉરન્સ પૉલિસી કયા હેતુસર લેવામાં આવી છે એ વિશે ચર્ચા કરો. આથી નૉમિની(ઓ)ને ઇન્શ્યૉરન્સમાંથી મળનાર રકમનું જવાબદારીપૂર્વક સંચાલન કેવી રીતે કરવું એ વિશે સ્પષ્ટ સમજ મળી શકે. 


અપડેટ્સ અને ફેરફારો : કવરેજમાં ફેરફાર, લાભાર્થીનો સંબંધ અથવા પ્રીમિયમની ચુકવણી જેવા કોઈ પણ ફેરફારો પૉલિસીમાં થયા હોય તો એ બાબતે નૉમિની(ઓ)ને માહિતગાર રાખો.

પ્રશ્નો અને ચિંતાઓ : નૉમિની(ઓ) સાથે સ્પષ્ટ સંદેશાવ્યવહાર રાખો. પૉલિસી અથવા દાવાની પ્રક્રિયાને લગતા નૉમિની(ઓ)ના કોઈ પણ પ્રશ્નો અથવા ચિંતાઓને દૂર કરો.

અગાઉથી તૈયારી કરો : કોઈ પડકારજનક સમય દરમ્યાન મૂંઝવણ અને વિલંબને ઘટાડવા માટે નૉમિની(ઓ) પોતાને પૉલિસીથી પરિચિત રાખે અને દાવાની પ્રક્રિયાને સારી રીતે સમજી લે એ માટે તેમને પ્રોત્સાહિત કરો.

ઇન્શ્યૉરન્સ પૉલિસીને સમજવી
ઇન્શ્યૉરન્સ પૉલિસીની જટિલતાઓને સમજવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ એને સમજી શકાય એવા નાના વિભાગોમાં વહેંચીને સમજવાનો પ્રયત્ન કરવાથી એને સમજવી વધુ સુલભ બની શકે છે. લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીને સરળતાથી વાંચવા અને સમજવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે :

પૉલિસીનો સારાંશ : પૉલિસીનો સારાંશ વાંચવાથી પ્રારંભ કરો. અહીં તમને કવરેજ, પ્રીમિયમ, લાભાર્થીઓ અને કોઈ પણ રાઇડર્સ અથવા એન્ડોર્સમેન્ટ વિશેની સંક્ષિપ્ત માહિતી મળે છે. 

મહત્ત્વની વ્યાખ્યાઓ : પૉલિસીની જોગવાઈઓને વધુ સારી રીતે સમજવા માટે ડેથ બેનિફિટ, કૅશ વૅલ્યુ, પ્રીમિયમ અને રાઇડર જેવા મહત્ત્વના શબ્દોની વ્યાખ્યા અને નિયમો સમજી લો. 

કવરેજની વિગતો : પૉલિસી હેઠળ કઈ ઘટનાઓ આવરી લેવામાં આવે છે અને કઈ ઘટનાઓ બાકાત રાખવામાં આવી છે તેમ જ પૉલિસીની અમુક મર્યાદાઓ હોય તો એ વિશે પણ પૉલિસીમાં

કવરેજની વિગતો નિર્દેશિત કરી હોય એ વિભાગની સમીક્ષા કરો. 
પ્રીમિયમની ચુકવણી : પ્રીમિયમની ચુકવણીનું શેડ્યુલ, ચુકવણી માટેના સ્વીકૃત મોડ્સ (રીતો) અને  ચુકવણી કરવામાં મોડું થઈ જાય એ કિસ્સામાં ઉપલબ્ધ હોય એવી કોઈ પણ ગ્રેસ અવધિ અથવા લાગુ પડતા દંડની નોંધ લો.

રાઇડર્સ અને એન્ડોર્સમેન્ટ : પૉલિસીના કવરેજમાં વધારો કરતા હોય એવા કોઈ વધારાના લાભો પ્રદાન કરતા રાઇડર્સ અથવા એન્ડોર્સમેન્ટ્સને સમજી લો. 

સંપર્ક માહિતી : જ્યારે જરૂર પડે ત્યારે ઇન્શ્યૉરન્સ કંપનીનો સંપર્ક કરવાનું સરળ રીતે સુલભ બની શકે એ માટે કંપનીની બધી માહિતીનો રેકૉર્ડ રાખો, જેમાં ફોન નંબરો, ઈ-મેઇલ ઍડ્રેસ અને વેબસાઇટની વિગતો સામેલ છે.

ખોવાઈ ગયેલી પૉલિસીઓ માટેની સાવચેતી
પૉલિસીનો મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય એવા સંજોગોમાં વીમાની રકમ સાથે ચેડાં ન થાય એ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સાવચેતી રાખવી જરૂરી છે. અહીં શું કરવું એ આપેલું છે :

ઇન્શ્યૉરન્સ કંપનીને સૂચિત કરો : પૉલિસી ખોવાઈ જવાની હકીકત વિશે ઇન્શ્યૉરન્સ કંપનીને તાત્કાલિક જાણ કરો અને ડુપ્લિકેટ કૉપી આપવા માટે વિનંતી કરો અથવા શક્ય એટલી વહેલી તકે વીમાના પ્રમાણપત્ર આપવા માટેની વિનંતી કરો.

પૉલિસી ખોવાઈ જવાની ઘટનાની માહિતી એકઠી કરો : પૉલિસી ખોવાઈ ગઈ હોય એ વખતના સંજોગોના વિગતવાર રેકૉર્ડ રાખો, જેમાં તારીખ, સમય અને સ્થાનનો સમાવેશ થાય છે.

પૉલિસીને સુરક્ષિત સાચવી શકાય એવા વિકલ્પો વિશે વિચાર કરો : પૉલિસીની ડિજિટલ કૉપીને સલામત સ્થાને રાખવાનો વિકલ્પ અપનાવો અથવા ભવિષ્યના નુકસાનને રોકવા માટે સલામત ડિપોઝિટ લૉકરનો ઉપયોગ કરો. 

પૉલિસી તેમ જ એના દાવાની પ્રક્રિયા વિશે નૉમિની(ઓ)ને માહિતગાર રાખીને તાણને દૂર કરી શકાય છે અને પૉલિસીધારકના અવસાનની સ્થિતિમાં પૉલિસીની રકમનું સરળ ટ્રાન્સફર થઈ શકે છે. ઉપરોક્ત સૂચવેલાં પગલાંઓ પ્રિયજનોની આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 07:17 AM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK