Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > દેશમાં ખાંડનું ઉત્પાદન ધારણાથી ઘટવાનો અંદાજ

દેશમાં ખાંડનું ઉત્પાદન ધારણાથી ઘટવાનો અંદાજ

20 January, 2023 03:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં અતિશય વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે શેરડીની વનસ્પતિની વૃદ્ધિમાં ઘટાડો થયો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દેશમાં ખાંડનું ઉત્પાદન ધારણાથી ઓછું થાય એવી ધારણા છે જે વૈશ્વિક ખાંડની તેજીને બળ પૂરું પાડે એવી સંભાવના છે. શુગર મિલો સાથે સંકળાયેલા સંગઠનના એક વરિષ્ઠ ઉદ્યોગ અધિકારીએ  જણાવ્યું હતું કે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં શેરડીની ઊપજને પ્રતિકૂળ હવામાનનો ફટકો પડવાથી ભારતમાં ચાલુ સીઝન વર્ષમાં ખાંડનું ઉત્પાદન ધારણાથી ચાર ટકા નીચું રહેશે અને ૩૪૩ લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

ખાંડનું નીચું ઉત્પાદન વિશ્વના બીજા સૌથી મોટા નિકાસકારની નિકાસને મર્યાદિત કરી શકે છે, વૈશ્વિક ભાવમાં વધારો કરી શકે છે અને હરીફો બ્રાઝિલ અને થાઇલૅન્ડને તેમના શિપમેન્ટમાં વધારો કરવાની મંજૂરી આપે છે.



સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં અતિશય વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે શેરડીની વનસ્પતિની વૃદ્ધિમાં ઘટાડો થયો છે અને શેરડીની ઊપજ ગયા વર્ષ કરતાં ઓછી છે એમ નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનાવરેએ જણાવ્યું હતું.


વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક ભારતે અગાઉની સીઝનમાં ૩૫૯ લાખ ટન ખાંડનું વિક્રમજનક ઉત્પાદન કર્યું હતું.

મહારાષ્ટ્ર, જે દેશના ખાંડના ઉત્પાદનમાં ત્રીજા કરતાં વધુ હિસ્સો ધરાવે છે ત્યાં પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલા માર્કેટિંગ વર્ષમાં ૧૨૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરે એવી ધારણા છે જે અગાઉની ૧૩૮ લાખ ટનની આગાહી કરતાં ઓછી છે, એમ નાયકનવરેએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK