મન્થ્લી એક્સપાયરીના સપ્તાહમાં ઉછાળે સાવચેતી જોવાશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૫૮૩ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૨૨.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૬૫૭.૩૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૭૭૫.૯૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૯,૬૫૫.૦૬ બંધ રહ્યો. ઉપરમાં ૫૯,૮૫૦ ઉપર ૬૦,૦૬૦, ૬૦,૧૭૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯,૪૧૨ નીચે ૫૯,૨૦૦, ૫૯,૦૦૦, ૫૮,૭૮૦, ૫૮,૫૭૦, ૫૮,૩૬૦, ૫૮,૧૫૦, ૫૮,૧૦૦ સુધીની શક્યતા જોવા મળશે. મન્થ્લી એક્સપાયરીના સપ્તાહમાં ઉછાળે સાવચેતી જોવાશે. પોઝિશન પ્રમાણે અફરાતફરી જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ચાર્ટ પર એટલે કે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ૧૭,૫૮૩ અને ૧૭,૪૯૪ તૂટશે તો ટૂંકા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (દેશની ઇકૉનૉમી વિશે ખૂબ જ સારું ચિત્ર રજૂ થતું હોય છે. નાણાપ્રધાન પણ પોતાની સિદ્ધિઓનાં સાચાં-ખોટાં બણગાં ફૂંકતાં હોય છે. પાનવાળા, પટાવાળાથી માંડીને સ્કૂલ-કૉલેજોના પ્રિન્સિપાલ સુધી, ટૂંકમાં કહું તો પિનથી પિયાનો સુધી બધાને તેજી-તેજી અને તેજી જ દેખાતી હોય છે. બધા લઈ ગયા અને અમે રહી ગયાની ભાવના સાથે બધાં જ ચરણો, બધા જ રસ્તા શૅરબજાર તરફ વળતા હોય છે. તેજી કી બોલબાલા ઔર મંદી કા મુંહ કાલા. તેજીના તોફાની આખલાઓના ટોળા વચ્ચે ભૂલેચૂકે મંદીતરફી હરફ પણ ઉચ્ચારનાર કુટાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭,૬૩૧.૮૩ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
એચડીએફસી લાઇફ (૫૧૪.૮૫) : ૫૪૧.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩૦ ક્લૉઝિંગ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૧૦ નીચે ૫૦૦, ૪૯૧, ૪૮૦ સુધીની શક્યતા જોવા મળશે.
રિલાયન્સ (૨૩૪૯.૦૦) : ૨૪૨૪.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૬૭ ઉપર ૨૪૦૦ અને ૨૪૩૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૨૩ નીચે ૨૩૦૮ સપોર્ટ ગણાય, જેની નીચે નરમાઈ જોવાશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૨,૧૪૫.૯૫) : ૪૨,૬૩૯.૯૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૧૭૦ ઉપર ૪૨,૪૦૦, ૪૨,૬૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૧,૯૬૧ નીચે ૪૧,૮૦૦ તૂટે તો ૪૧,૬૮૦, ૪૦,૯૭૦, ૪૦,૭૩૫, ૪૦,૫૦૦, ૪૦,૨૬૦, ૪૦,૦૨૦, ૩૯,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૧૭,૬૫૭.૩૦)
૧૭,૮૮૯.૯૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દશાવે છે. ઉપરમાં ૧૭,૬૯૦ ઉપર ૧૭,૭૨૫ કુદાવે તો ૧૭,૭૬૫, ૧૭,૮૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૫૮૩ નીચે ૧૭,૫૭૦, ૧૭,૪૯૪, ૧૭,૪૪૦, ૧૭,૩૭૦, ૧૭,૩૧૦, ૧૭,૨૫૦, ૧૭,૧૮૫, ૧૭,૧૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
બાટા (૧૪૮૧.૩૦)
એસબીઆઇ કાર્ડ (૭૬૨.૩૫)
૭૦૬.૦૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૭૫ ઉપર ૭૭૭ કુદાવે તો ૭૯૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૫૬ નીચે ૭૪૮, ૭૪૪ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર
એના બધા જ પત્ર પરત ના કરી શક્યો, થોડી બચત તો હાથ ઉપર રાખવી પડે. - ભાવિન ગોપાણી


