Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૯ અને ૧૦ ફેબ્રુઆરી મહત્ત્વનું ટર્નિંગ

નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શૅરબજાર, ૯ અને ૧૦ ફેબ્રુઆરી મહત્ત્વનું ટર્નિંગ

Published : 09 February, 2026 09:01 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૭૫૮.૫૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૮૮૧.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૫,૭૩૫.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૮૫૭.૪૬ પૉઇન્ટના નેટ સુધારે ૮૩,૫૮૦.૪૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૩,૬૧૨, ૮૩,૯૪૮, ૮૪,૧૫૦, ૮૪,૫૫૦, ૮૪,૯૬૦, ૮૫,૩૬૦, ૮૫,૮૭૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૨,૯૦૦ નીચે સાવચેત રહેવું. ૮૨,૯૦૦ નીચે ૮૧,૯૦૦, ૮૧,૭૩૦ સપોર્ટ ગણાય. ૦૯ અને ૧૦ ફેબ્રુઆરી ગેઇનના ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ઊંચા-નીચા ભાવનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. ગયા મંગળવારે પડેલા મોટા તેજી-ગૅપ ચિંતાજનક ગણાય. આને લીધે બજારમાં મોટાં ઉતાર-ચડાવ રહી શકે છે. સહનશકિત પ્રમાણે વેપાર કરવો.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય. (અગર જો સપોર્ટ લેવલ તૂટે તો અપ ટુ ડાઉન ટ્રેન્ડ રિવર્સલની સંભાવના રહે છે. અપટ્રેન્ડમાં પાછલું ટૉપ ન ઓળંગાય તો આ પરિસ્થિતિમાં સામાન્ય રીતે ચાલુ ટ્રેન્ડ બદલાશે એવી પહેલી વૉર્નિંગ ગણાય. ડાઉન ટ્રેન્ડને ચાલુ રહેવા માટે લોઅર ટૉપ અને લોઅર બૉટમની રચના થવી જોઈએ. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૫૫૭.૦૨ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



એમ્બેસી ડેવલપમેન્ટ (૬૮.૦૨) ૫૫.૬૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮ ઉપર ૬૯ અને ૭૪ કુદાવે તો ૭૮, ૮૩, ૮૭, ૯૨ સુધીની શક્યતા. નીચામાં ૬૫ નીચે ૬૧.૫૦ સપોર્ટ ગણાય. આજે રિઝલ્ટ છે.


ભારતી ઍરટેલ (૨૦૩૮.૪૦) ૧૯૦૧ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૫૦ ઉપર ૨૦૫૪, ૨૦૭૨, ૨૦૮૯ સુધીની શક્યતા. નીચામાં ૨૦૨૦ નીચે ૨૦૦૨ સપોર્ટ ગણાય. ૧૯૬૯ પૅનિક સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૬૦,૨૫૨.૪૦) ૫૮૦૪૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૦,૫૩૮ ઉપર ૬૧,૩૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯,૮૨૦ નીચે સાવચેત રહેવું. ૫૯,૮૨૦ નીચે ૫૯,૪૨૦, ૫૯,૧૨૦, ૫૮,૮૮૯ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૫,૭૩૫.૧૦): ૨૪,૬૩૫.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૭૪૫ ઉપર ૨૫,૮૫૦, ૨૫,૯૨૫, ૨૬,૦૪૦, ૨૬,૧૬૦, ૨૬,૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫,૫૫૦ નીચે સાવચેત રહેવું. ૨૫,૫૫૦ નીચે ૨૫,૪૫૦, ૨૫,૩૩૦, ૨૫,૨૨૦, ૨૫,૧૫૯ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

હિન્દુ યુનિલિવર (૨૪૨૪.૨૦): ૨૩૦૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૩૭ ઉપર ૨૪૬૪, ૨૪૯૧, ૨૫૧૭ સુધીની શક્યતા. નીચામાં ૨૪૧૦ નીચે ૨૩૮૧ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ITC (૩૨૫.૮૦): ૨૯૫.૭૮ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૯ ઉપર ૩૩૭, ૩૪૬ સુધીની શક્યતા. નીચામાં ૩૨૦ નીચે ૩૧૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે. -મરીઝ

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2026 09:01 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK