Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > > > પ્રશ્નોત્તરી - મોબિક્યુલ ટેકનોલોજિસ

પ્રશ્નોત્તરી - મોબિક્યુલ ટેકનોલોજિસ

21 November, 2023 07:39 PM IST | Mumbai
Partnered Content

ઘણાં લાંબા સમય સુધી નાણાકીય સેવાઓની ઇન્ડસ્ટ્રી મેન્યુઅલ પ્રક્રિયા, કંટાળાજનક કાગજી કાર્યવાહી અને ગ્રાહકોને સેવા પૂરી પાડવાની પરંપરાગત પદ્ધતિઓમાં અટવાયેલી હતી.

સિધ્ધાર્થ અગ્રવાલ, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, મોબિક્યુલ ટેકનોલોજિસ

સિધ્ધાર્થ અગ્રવાલ, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, મોબિક્યુલ ટેકનોલોજિસ


ભારતમાં ઋણની વસૂલાતની ઇકોસિસ્ટમ, ફીજિટલ ડેટ કલેક્શનનો પ્રભાવ અને આગળનો માર્ગઃ મોબિક્યુલ ટેકનોલોજિસના સિદ્ધાર્થ અગ્રવાલ

ભારતમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં ડિજિટાઇઝેશન, સંચારના નવા માધ્યમો અને આકરાં નિયમનકારી ફ્રેમવર્કને કારણે ઉદ્યોગોમાં ખૂબ મોટાં પાયે પરિવર્તન આવેલું જોઈ શકાય છે. ઘણાં લાંબા સમય સુધી નાણાકીય સેવાઓની ઇન્ડસ્ટ્રી મેન્યુઅલ પ્રક્રિયા, કંટાળાજનક કાગજી કાર્યવાહી અને ગ્રાહકોને સેવા પૂરી પાડવાની પરંપરાગત પદ્ધતિઓમાં અટવાયેલી હતી. પરંતુ કોવિડ-19ના આગમનની સાથે જ આ સમગ્ર પરિદ્રશ્ય બદલાઈ ગયું અને મોટાભાગના પ્લેયરોએ અદભૂત અનુકૂલનશીલતા અને સ્ફૂર્તિ દર્શાવી. ખાસ કરીને ઋણની વસૂલાત કરતી ઇન્ડસ્ટ્રીએ ઝડપથી ટેકનોલોજી અપનાવી અને આમ તેણે વૈશ્વિક મહામારી બાદ નોંધપાત્ર ગતિશીલતા પ્રાપ્ત કરી.ઋણના એકત્રિકરણ અને વસૂલાત માટેના અગ્રગામી અને અગ્રણી સોફ્ટવેર પ્લેટફૉર્મ મોબિક્યુલ ટેકનોલોજિસના સ્થાપક સિદ્ધાર્થ અગ્રવાલએ ભારતમાં ઋણના એકત્રિકરણનું પરિદ્રશ્ય કેવી રીતે બદલાયું, ઇન્ડસ્ટ્રીના સૌપ્રથમ ફીજિટલ ડેટ કલેક્શન પ્લેટફૉર્મ ‘એમકલેક્ટ’ના લૉન્ચ અને આગામી વર્ષોમાં શું-શું અપેક્ષા રાખી શકાય તેના પર પ્રકાશ પાડ્યો હતો!


  1. ભારતમાં છેલ્લાં કેટલાક વર્ષોમાં ડિજિટલ ડેટ કલેક્શન ઇન્ડસ્ટ્રી કેવી વિકસી છે?

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતની ડેટ કલેક્શન ઇન્ડસ્ટ્રીમાં નાટકીય રીતે પરિવર્તન આવ્યું છે, ખાસ કરીને વૈશ્વિક મહામારી બાદ. ગ્રાહકોની પ્રાથમિકતાઓ બદલાવાની સાથે અને બધી જ વસ્તુ ડિજિટલ રીતે મેળવવાના તેમના ઝુકાવને કારણે ધીરધારો અને ઋણનું એકત્રિકરણ કરનારા બંને પાસે ટેકનોલિજિકલ એપ્લિકેશનોને અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. અગાઉ ઋણનું એકત્રિકરણ કરનારી એજન્સીઓ ઋણની ચૂકવણીની યાદ અપાવવા માટે ટેક્સ્ટ મેસેજિસ, કૉલ, ઈ-મેઇલ અને ઘરે-ઘરે જઇને મુલાકાત લેવા જેવી પરંપરાગત પદ્ધતિઓ પર નિર્ભર હતી પરંતુ ડિજિટલ લૉન કલેક્શન પ્લેટફૉર્મ જેવા ઉભરી રહેલા વિકલ્પો તેનાથી તદ્દન અલગ છે અને તે ગ્રાહકોની લાગણીઓને દુભાવ્યાં વગર આ બધી જ કામગીરી કાર્યક્ષમ રીતે કરી રહ્યાં છે. મેન્યુઅલ રીતે ફાળવણી અને ફોલો-અપ પરની નિર્ભરતાથી ડિજિટલ પ્લેટફૉર્મ પર પરિવર્તિત થવાથી ધીરધારોનો સમય, ખર્ચ, સંસાધનો અને તેમની પ્રતિષ્ઠા બચી રહ્યાં છે અને તેની સાથે-સાથે ગ્રાહકોનો અનુભવ તથા ગ્રાહકોને જાળવી રાખવાનો દર પણ સુધરી રહ્યો છે. ઋણના એકત્રિકરણના મેનેજમેન્ટમાં ટેકનોલોજીનો લાભ જેમને ઉઠાવવાનો હજુ બાકી છે, તેવા પ્લેયરો માટે ડિજિટલ પર પરિવર્તિત થવાનો તથા તેને પ્રાથમિકતા આપવાના અભિગમને પસંદ કરવાનો આથી વિશેષ બીજો કોઈ સારો સમય હોઈ શકે નહીં.


  1. AIથી સંચાલિત થતાં મોડેલો ઋણની વસૂલાતના કાર્યદેખાવમાં કેવી રીતે યોગદાન આપી રહ્યાં છે?

ઉભરી રહેલા ગ્રાહકો અને ઉત્પાદનોના અપસેલિંગથી માંડીને લૉનની સુવિધા પૂરી પાડવા અને ઋણની વસૂલાત કરવા સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) જેવી નવા યુગની ટેકનોલોજીઓ ઋણની વસૂલાતની પ્રક્રિયાના સંચાલનમાં ધરમૂળથી પરિવર્તન લાવી રહી છે. AIથી સંચાલિત થતાં ચેટબૉટ્સ ગ્રાહકોના ડેટાને એકઠો કરવા, સમસ્યાઓને ઉકેલવા અને અત્યંત વ્યક્તિગત અનુભવ પૂરો પાડવા માટે ખૂબ નોંધપાત્ર રીતે લાભદાયી સાબિત થઈ રહ્યાં છે. AIનો ઉપયોગ કરીને ધીરધારો અને ઋણનું એકત્રિકરણ કરનારાઓ ગ્રાહકની નાણાકીય પૂર્વવિગતનું વિશ્લેષણ કરીને ડીફૉલ્ટરોની આગાહી કરી શકે છે અને એકત્રિકરણને મહત્તમ સ્તરે લઈ જઈ જવા તથા ડીફૉલ્ટ્સને શક્ય એટલો ઘટાડવા તેમના અભિગમમાં ફેરફાર કરી શકે છે. સૌથી મહત્ત્વનું તો એ છે કે, AI-આધારિત બિઝનેસ મોડેલ્સએ મનુષ્યના હસ્તક્ષેપને સંપૂર્ણપણે નાબુદ કરી દીધો છે, આથી સંસાધનોમાં રોકાણ ઘટ્યું છે અને માનવીય ભૂલોને ટાળી શકાઈ છે. અત્યારે પણ આ આધુનિક ટેકનોલોજીઓએ લૉનના એકત્રિકરણના ક્ષેત્રમાં પગદંડો જમાવવાનું ચાલું રાખ્યું છે, જેના કારણે અમારા જેવા પ્લેયરો ડિજિટલ લૉન કલેક્શન માટે નવો અભિગમ અપનાવવા પ્રેરિત થયાં છીએ.

  1. ભારતમાં ઋણના એકત્રિકરણના ક્ષેત્રમાં મોબિક્યુલ ટેકનોલોજિસ અન્ય પ્લેયરો કરતાં કઈ રીતે આગળ છે?

અમે ઋણના એકત્રિકરણના માર્કેટમાં સૌથી પહેલાં પ્રવેશનારા પ્લેયરોમાંથી એક છીએ, જેમને દેશના અગ્રણી ધીરધારોનું સમર્થન પ્રાપ્ત થયું છે. એવા સમયે જ્યારે મોટાભાગના પ્લેયરો શહેરી માર્કેટમાં પ્રવેશી રહ્યાં હતાં, ત્યારે અમે ગ્રામ્ય માર્કેટોમાં પણ મજબૂત પગદંડો જમાવી ચૂક્યાં હતાં. સંચારના બહુભાષી માધ્યમોનો અભિગમ અપનાવીને અને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવા યુઝર-ફ્રેન્ડલી પ્લેટફૉર્મ વિકસાવીને અમે ડિજિટલ કૅશ કલેક્શનથી માંડીને છેતરપિંડી અને ડીફૉલ્ટની જાણ કરવા સુધી વિવિધ જરૂરિયાતો ધરાવતા ગ્રાહકોના ઘણાં મોટાં બેઝની જરૂરિયાતો પૂરી કરી શક્યાં છીએ. તેનાથી અમને નાણાકીય સમાવેશીતાનું નેતૃત્ત્વ કરવામાં, ગ્રાહકો સાથે તેમની પસંદગીની ભાષામાં સંચાર કરવામાં, ચૂકવણીઓની વસૂલાત કરવામાં અને ગ્રાહકોને સંતુષ્ટી પૂરી પાડવામાં ઘણી મદદ મળી છે, જે તમામ અમને અન્યોથી આગળ રાખે છે.

  1. ડિજિટલ રીતે ઋણનાં એકત્રિકરણની સેવા પૂરી પાડવામાં સંકળાયેલી કંપનીઓ પર નિયામકોની તપાસ વધી છે. મોબિક્યુલ નિયમોનું પાલન કરવા માટે કેવા પ્રયત્નો કરે છે?

પરંપરાગત રીતે ઋણનું એકત્રિકરણ કરનારી એજન્સીઓ કાયદાની ઉપેક્ષાને ટાળવા માટે વસૂલાતની આક્રમક યુક્તિઓનો આશરો લે છે, જેનાથી ગ્રાહકોને ખૂબ જ ખરાબ અનુભવ થાય છે અને વસૂલાત કરનારાઓની પ્રતિષ્ઠા પણ ખરડાય છે. આ અડચણોને દૂર કરવા અને આ પ્રક્રિયામાં સંકળાયેલા સૌ કોઈ માટે એક તંદુરસ્ત ઇકોસિસ્ટમની રચના કરવા માટે રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) જેવા નિયામકોએ આકરાં નીતિગત ફ્રેમવર્ક અને નિયામકીય માર્ગદર્શિકા સ્થાપિત કરી છે, જે આ ક્ષેત્રના પ્લેયરોને તેમના સંચાર અને વસૂલાતના અભિગમમાં વધુ સહાભૂતિપૂર્ણ અને વધુ શિસ્તબદ્ધ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. મોબિક્યુલ ખાતે અમે આવી નિયામકીય માર્ગદર્શિકાઓથી માહિતગાર રહીએ છીએ તથા વર્તમાન અને સંભવિત ફરિયાદોને ઓળખી કાઢવા માટે ગ્રાહકો સાથે સક્રિયપણે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ. આ ઉપરાંત, અમે છેતરપિંડીઓને નિયંત્રિત કરવાની મિકેનિઝમ અને અનુપાલનના ટૂલ્સથી પણ સતત સજ્જ છીએ. નવા વિનિયમોનું અનુપાલન થાય તેની ખાતરી કરવા માટે અમે આ પ્રકારના કેટલાક પગલાં લઇએ છીએ.

  1. તમારા હાલમાં જ લૉન્ચ થયેલા ફીજિટલ ડેટ કલેક્શન પ્લેટફૉર્મ એમકલેક્ટ વિશે અમને જણાવો, જે ઇન્ડસ્ટ્રીમાં નવું અને આ પ્રકારનું સૌપ્રથમ પ્લેટફૉર્મ છે.

મુખ્યત્ત્વે બેંકો અને એનબીએફસીઓ ડિજિટલ કલેક્શનને કેસો સોંપતાં હોય છે અને વણઉકેલાયેલા કેસોને ત્યારબાદ ઉકેલવા માટે કૉલ સેન્ટરોને ટ્રાન્સફર કરવામાં આવતાં હોય છે. ઘણીવાર આ બંને ચેનલો એકસાથે ઉપયોગમાં લેવાતી હોય છે અથવા તો તેનો ઓછો ઉપયોગ થતો હોય છે, જેના પરિણામે બિનકાર્યક્ષમતા અને ખર્ચ વધે છે. મોબિક્યુલે ઇન્ટીગ્રેટેડ ડેટ રીઝોલ્યુશન સર્વિસ રજૂ કરી છે, જે નિર્બાધ રીતે મલ્ટિ-લિન્ગ્વિલ / મલ્ટિ-સિટી 100 પ્લસ સીટર કૉલ સેન્ટરની કામગીરીને ડિજિટલ આઉટરીચની સાથે સંયોજિત કરે છે, જે ટેકનોલોજી, ડેટા સાયેન્સ, સ્ટ્રેટજી અને ફીઝિકલ કૉલ સેન્ટરોનો લાભ લેનારા ઓમની-ચેનલ સોલ્યુશનની રચના કરે છે. અમારો ઉદ્દેશ્ય ડિજિટલ અને હ્યુમન કૉલ સેન્ટરોની ક્ષમતાઓની વચ્ચે તાલમેલને વધારવાનો, પ્લેટફૉર્મ પર ગ્રાહકોની સાથે રીયલ-ટાઇમમાં ક્રિયાપ્રતિક્રિયાઓ અને વર્તણૂકનો ઉપયોગ કરવાનો છે.

  1. શું તમે મોબિક્યુલ ડેટ કલેક્શન પ્લેટફૉર્મની વિશેષતાઓને વર્ણવી શકો?

મોબિક્યુલ ડેટ કલેક્શન પ્લેટફૉર્મની રચના પૂર્વ, પ્રારંભિક, મધ્ય અને પાછળના તબક્કાઓ સહિત તમામ તબક્કાઓમાં કાયદાની ઉપેક્ષાને ટાળવા માટે કરવામાં આવી છે. આ પ્લેટફૉર્મ અનેક વિશેષતાઓ ધરાવે છે અને અમે સેટલમેન્ટની રીકવરી સાઇકલની જરૂરિયાતને પૂરી કરવા અને મેનેજ કરવા, સંપત્તિને ફરીથી કબજામાં લેવા અને કાયદાકીય કાર્યપ્રવાહનું મેનેજમેન્ટ કરવા માટે તેની રચના કરી છે. આ પ્લેટફૉર્મ કાયદાકીય સેવાઓની સાથે એક એકીકૃત અભિગમ પૂરો પાડીને અન્યોથી અલગ તરી આવે છે. કાયદાકીય પ્રક્રિયામાં સપોર્ટ મેળવવા માટે મોબિક્યુલએ ચોક્કસ ક્ષેત્રો અને સ્થળોમાં કુશળતા ધરાવતા લૉયરોને પોતાની સાથે લીધાં છે, આમ તે નાણાકીય સંસ્થાઓ માટે વ્યાપક ઉકેલ પૂરાં પાડે છે.

  1. મોબિક્યુલની ફીજિટલ ડેટ રીઝોલ્યુશન સર્વિસ ઋણના એકત્રિકરણને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો ઉદ્દેશ્ય કેવી રીતે રાખે છે?

મોબિક્યુલની ફીજિટલ ડેટ રીઝોલ્યુશન સર્વિસનો ઉદ્દેશ્ય પર્સનલાઇઝ્ડ કસ્ટમર એન્ગેજમેન્ટની સાથે ટેકનોલોજીનું સંયોજન કરીને ઋણના એકત્રિકરણ અને વસૂલાતની કામગીરીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. અમારી આ સેવા એસએમએસ, ઈ-મેઇલ, વૉટ્સએપ, આઇવીઆર, વોઇઝ બૉટ, આઉટબાઉન્ડ અને ઇનબાઉન્ડ કૉલ સેન્ટર સેવાઓ જેવા સંચારના વિવિધ માધ્યમોનો લાભ ઉઠાવે છે. અમારો ઉદ્દેશ્ય આ પ્લેટફૉર્મ પર રીયલ-ટાઇમમાં ગ્રાહકો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અને વર્તણૂકના ઉપયોગને અનુકૂલિત કરવાનો અને આખરે વસૂલાતના દરને સુધારવાનો તથા નાણાકીય સંસ્થાઓના સંચાલનના ખર્ચને ઘટાડવાનો છે.

  1. નજીકના ભવિષ્યમાં તમે મોબિક્યુલને ક્યાં જુઓ છો અને તમારી વિકાસની વ્યૂહરચના શું છે?

અમારું લક્ષ્ય આ ક્ષેત્રના અગ્રણી પ્લેયર બનવાનું તથા ઋણના એકત્રિકરણ, ઋણના મેનેજમેન્ટ અને ઋણની વસૂલાત માટેની વન-સ્ટોપ શૉપ બનવાનું છે. અમે અમારી વિકાસયાત્રા માટે ત્રિ-પાંખીયા વ્યૂહનું પાલન કરી રહ્યાં છીએ. કેટલાક સ્થાપિત થયેલા પ્લેયરોએ ઋણના એકત્રિકરણ માટે પહેલેથી જ ડિજિટલ ટેકનોલોજિઓ અપનાવી લીધી છે, ત્યારે અમારું લક્ષ્ય અમારા ગ્રાહકોના વર્તમાન બેઝને વિસ્તારવાનો તથા તેને મજબૂત બનાવવાનો છે. આપણે જો માર્કેટના હાલના પરિદ્રશ્યને જોઇએ તો આપણને પ્રાદેશિક બેંકો, એનબીએફસી અને એમએફઆઈ ઇકોસિસ્ટમની અંદર અસીમ તકો દેખાય છે. તેઓ સૌ આ ટેકનોલોજીને અપનાવવાની તૈયારીમાં છે. અમારો ઉદ્દેશ્ય મોડ્યુલર સોલ્યુશન્સ લાવવાનો છે, જેને સિસ્ટમની અંદર અપનાવવાનું અને એકીકૃત કરવાનું સરળ થઈ પડશે. વૈશ્વિક મોરચે અમે મહત્ત્વના વ્યૂહાત્મક માર્કેટો ઓળખી કાઢ્યાં છે, જ્યાં અમે અમારા પ્લેટફૉર્મને લૉન્ચ કરી શકીએ અને અમારી સેવાના વ્યાપને વધારી શકીએ. તેની પાછળનો વિચાર ઇન્ડસ્ટ્રીના વલણો અને માર્કેટની જરૂરિયાતો પ્રમાણે પોતાની સેવાઓમાં સુધારો-વધારો કરતાં રહેવાનો છે, જેથી કરીને ધીરધારોને ભવિષ્ય માટે સજ્જ બનાવી શકાય!

મોબિક્યુલ ટેકનોલોજિસના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિદ્ધાર્થ અગ્રવાલનું બેકગ્રાઉન્ડ તથા મોબિક્યુલના વિકાસ અને વિકાસની દિશાને આકાર આપવામાં તેમની ભૂમિકા

સિદ્ધાર્થ અગ્રવાલએ ભારતની પ્રમુખ સંસ્થા મુંબઈ યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર એન્જિનીયરિંગમાં ગ્રેજ્યુએટ કરેલું છે. ઝાયકસ અને માઇન્ડક્રાફ્ટ જેવી સંસ્થાઓમાં અનુભવ મેળવ્યાં પછી સિદ્ધાર્થ અગ્રવાલએ વર્ષ 2008માં મોબિક્યુલની સ્થાપના કરી હતી. તેમનું વિઝન સંસ્થાઓને મોબિલિટી અને વાયરલેસ ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કરવામાં મદદરૂપ થવાનો તથા બિઝનેસની જટિલ સમસ્યાઓને ઉકેલીને તેમને સ્પર્ધાત્મક ફાયદો પૂરો પાડવાનો છે. ટેકનોલોજી અંગે પેશનેટ અને ઉદ્યોગસાહસિક ભાવના ધરાવતા સિદ્ધાર્થ અગ્રવાલ ભારતના બ્લ્યુ-ચિપ સંગઠન માટે પસંદગીના મોબિલિટી પાર્ટનર બનવા મોબિક્યુલનું સંચાલન કરી રહ્યાં છે.

મોબિક્યુલના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સિદ્ધાર્થ અગ્રવાલએ કંપનીના વિકાસ અને વિકાસની દિશાને આકાર આપવામાં પાયાની ભૂમિકા ભજવી છે. મોબાઇલ ફીલ્ડ ફૉર્સ પર કેન્દ્રીત ઉત્પાદનોને સૌપ્રથમ વખત લૉન્ચ કરી અને તેમનું મોટા પાયે અમલીકરણ કરી સિદ્ધાર્થ અગ્રવાલ હાલમાં મોબિક્યુલને તેના ઝડપી વિકાસના આગામી તબક્કામાં લઈ જવા તેનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે. તેમનું ફૉકસ બિઝનેસની જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે વિશિષ્ટ પ્રકારના ડિસરપ્ટિવ ઉત્પાદનો વિકસાવવા પર છે. ટેકનોલોજી અને બિઝનેસ ડોમેનમાં બે દાયકાનો અનુભવ ધરાવતા સિદ્ધાર્થ અગ્રવાલ મોબિક્યુલની સમગ્ર ઇકોસિસ્ટમ અને તેના હિતધારકોનું મૂલ્યવર્ધન કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

સિદ્ધાર્થ અગ્રવાલે મોબિક્યુલને ઋણના એકત્રિકરણ, કેપીઆઈ અને ગેમિફિકેશન તથા ડિજિટલ કેવાયસી જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક એક અગ્રણી સ્થાન અપાવ્યું છે. પોતાના બે દાયકાના અનુભવનો લાભ ઉઠાવીને તેમણે મોબિક્યુલને ઇન્ડસ્ટ્રીના આઠ વર્ટિકલ્સના ઉત્પાદનોના પસંદગીના મોબિલિટી પાર્ટનર તરીકે સ્થાપિત કરવા માર્ગદર્શન આપ્યું છે. તેમનું ફૉકસ ડિસરપ્ટિવ ઉત્પાદનો પર હોવાથી માર્કેટમાં મોબિક્યુલને એક અલાયદું સ્થાન પ્રાપ્ત થઈ શક્યું છે, ખાસ કરીને ઋણના એકત્રિકરણ, કેપીઆઈ અને ગેમિફિકેશન તથા ડિજિટલ કેવાયસી જેવા ક્ષેત્રમાં બિઝનેસની જટિલ સમસ્યાઓને ઉકેલવામાં.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2023 07:39 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK