શૅરબજારમાં પાંચ દિવસના સુધારાને બ્રેક લાગી

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ
શૅરબજાર ગઈ કાલે સાંકડી વધઘટે અથડા, છેવટે ૫૭ પૉઇન્ટના ઘટાડામાં ૨૬,૬૬૮ બંધ રહ્યું છે. નિફ્ટી ૧૮ પૉઇન્ટની નજીવી પીછેહઠમાં ૮૧૬૦ રહ્યો છે. આ સાથે સળંગ પાંચ દિવસનો સુધારો અટક્યો છે. માર્કેટની હવે પછીની ચાલ નિફ્ટી ૮૨૦૦ ઉપર બંધ આવે છે કે કેમા એના ઉપર નિર્ભર છે. મોન્સૂન સારું છે એ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે એટલે તેજી માટે આ ફૅક્ટર ખાસ કામે લાગવાનું નથી. કંપની પરિણામોની મોસમા લગભગ પૂરી થવામાં છે. માર્ચ ક્વૉર્ટરનો જીડીપી અપ્ોક્ષા કરતાં સારો, ૭.૯ ટકા આવ્યો છે. આજે ખૂલતા બજારે એની આંશિક સાનુકૂળ અસર જોવા માળી શકે છે. માર્કેટને નવું માજબ્ાૂત ટ્રિગર સંસદના ચોમાસુ સત્રમાં આર્થિક સુધારા ખાસ કરીને જીએસટીના મામાલે પ્રગતિ કેવી રહે છે એના ઉપર જણાય છે.
ગઈ કાલે માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ હતી. વધેલા બે શૅર સામે ત્રણ શૅર ઘટ્યાનો ઘાટ હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ શૅર તો નિફ્ટીના ૫૧માંથી બાવીસ શૅર પ્લસ હતા. બહેતર પરિણામાના સથવારે તાતા મોટર્સ નવેક ટકાના ઉછાળે ૪૫૮ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને લગભગ ૮૦ પૉઇન્ટનો ફાયદો થયો હતો. આ શૅર ઇન્ટ્રા-ડેમાં ૪૪૩ રૂપિયાની માલ્ટિયર ટોચે ગયો હતો. તાતા મોટર્સનો ડીવીઆર ૧૧ ટકા ઊંચકાઈને ૩૧૨ રૂપિયા નજીક રહ્યો હતો. બીજી તરફ અપ્ોક્ષા કરતાં નબળા દેખાવમાં સન ફાર્મા છ ટકા વધુની ખરાબીમાં ૭૬૩ રૂપિયાના બંધમાં માર્કેટને ૬૦ પૉઇન્ટ નડ્યો હતો. વિશ્વબજારોમાં એશિયા સાંકડી રેન્જમાં મિશ્ર હતું. યુરોપ નહીંવત્ નરમા જણાતું હતું.
જ્વેલરી શૅરમાં એકંદરે સુધારો
સરકાર દ્વારા બે લાખ રૂપિયાથી વુધની રોકડમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી પર એટસોર્સ ધોરણે એક ટકાના વેરાની વસૂલાતની જોગવાઈ રદ કરાઈ છે. હવે આ નિયમ પાંચ લાખ રૂપિયાથી વધુની રોકડમાં ખરીદી ઉપર લાગુ પડશે. આ પગલાની જ્વેલરી શૅર પર એકંદર સારી અસર દેખાઈ હતી. થંગમાયિલ જ્વેલરી ૧૦.૪ ટકાની તેજીમાં રર૧ રૂપિયા બંધ હતો. અન્ય કાઉન્ટર્સમાં ગીતાંજલિ જેમ્સ સવાબે ટકા, રાજેશ એક્સર્પોટ્સ બે ટકા, ટીબીઝેડ ૩.૧ ટકા, તારા જ્વેલ્સ ૧.૭ ટકા, શ્રી ગણેશ જ્વેલરી હાઉસ અઢી ટકા, શ્રેણુજ ઍન્ડ કંપની ૪.૭ ટકા, ઝોડિઍક-જેઆરડી પોણાચાર ટકા અને પીસી જ્વેલર્સ નહીંવત્ વધ્યા હતા. બીજી તરફ સવર્ણ સરિતા સાડાપાંચ ટકા ગગડી ર૧.પ૦ રૂપિયા બંધ હતો. અલંકિત, રેનેસા, ગોલ્ડીગમા પણ એકાદ ટકાની આસપાસ નરમા હતા.
ગ્રાઉન્ડ વેલનું ૧૦ વર્ષે બોનસ
ગ્રાઉન્ડ વેલ ર્નોટન દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં કન્સોલિડેટેડ ધોરણે ૩ર૩ કરોડ રૂપિયાની આવક પર ૩૦પ૭ લાખ રૂપિયાના ચોખ્ખા નફા સાથે ૧૩૦ ટકાનું ડિવિડન્ડ તેમાજ શૅરદીઠ એક બોનસ જાહેર થયું છે. કંપનીનું આ ત્રીજું બોનસ છે. છેલ્લે માર્ચ ર૦૦૬માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. બોનસની અસરમાં શૅર ગઈ કાલે ર૦ ગણાં કામાકાજમાં ઉપરમાં ૭ર૧ રૂપિયા નજીક જઈ છેલ્લે ૭.૬ ટકાના ઉછાળે ૬૮૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ પ રૂપિયા છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ પ૯ ટકા છે જેમાંથી વિદેશી પ્રમોટર્સ કંપની પાસે પ૧.૩ ટકા માલ છે. એક અન્ય ચલણી કાઉન્ટર યુનિટેકની ત્રિમાસિક ચોખ્ખી ખોટ ૧૬ર કરોડ રૂપિયાથી વધીને પ૩૯ કરોડ રૂપિયાને વટાવી જતાં શૅર પાંચ ટકા ગગડી છેલ્લે બે ટકાના ઘટાડે ૩.૯૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.
સન ફામાર્નો શૅર તૂટ્યો
સન ફાર્માએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭ દરમ્યાન ૮થી ૧૦ ટકાનો રેવન્યુ ગ્રોથ દર્શાવ્યો છે. નબળા ગાઇડન્સના પ્રેશરમાં સન ફાર્માનો શૅર સમાગ્ર સેશન દરમ્યાન ડાઉન ટ્રેન્ડમાં ૭૫૭ રૂપિયાનું બોટમા બનાવી અંતે ૬.૧ ટકાની બિમારીમાં ૭૬૨ રૂપિયા ઉપર બંધ રહ્યો હતો. સન ફાર્માએ માર્ચ ક્વૉર્ટરમાં ૯૨ ટકાના જમ્પમાં ૧૭૧૩ કરોડ રૂપિયાનો નફા કર્યો છે. આવક ૨૫ ટકાની વૃદ્ધિમાં ૭૬૩૪ કરોડ રૂપિયા દર્શાવી છે, જ્યારે નિષ્ણાતોને ૧૮૮૮ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની ધારણા હતી. કંપનીએ ઇક્વિટી ર્શર બાયબેકના પ્રસ્તાવ મામાલે ૨૩મી જૂને બોર્ડ મીટિંગ બોલાવી છે. સન ફાર્મા ઍડ્વાન્સ રિસર્ચનો શૅર પણ નીચામાં ૨૮૧ રૂપિયા બોલાઈ અંતે ૨.૬ ટકાની ખરાબીમાં ૨૮૩ રૂપિયાના સ્તરે બંધ હતો. ટૉરન્ટ ફાર્માનો શૅર ૧.૮ ટકાની પીછેહઠમાં ૧૩૪૨ રૂપિયા, એલ્કેમા ૧.૩ ટકાની નબળાઈમાં ૧૨૬૧ રૂપિયા બંધ હતો. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૪ ટકાની બીમારીમાં ૧૫,૨૪૬ હતો. એના ૬૩માંથી ૪૦ સ્ટૉક ડાઉન હતા જેમાં જેનબુકર્ટ ફાર્મા ૯.૫ ટકા, એનઇસી લાઇફ ૬.૭ ટકા, વિવિમેડ લૅબ ૬.૫ ટકા, ઇન્ડોકો ૫.૩ ટકા, શારોન બાયો ૩.૨ ટકા, ઓપ્ટો સર્કિટ ૩.૧ ટકા, શિપ્લા મેડ. ૩ ટકા, ગ્લેનમાર્ક ૨.૬ ટકા, ઝાયડ્સ વેલનેસ ૦.૯ ટકાના ઘટાડે ૭૭૯ રૂપિયા હતો.
S&P દ્વારા પાંચ જાહેર બૅન્કોનું રેટિંગ ડાઉન
મુંબઈ : ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સ દ્વારા પાંચ જાહેર બૅન્કોના રેટિંગ અને આઉટલુક ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે જેમાં બૅન્ક ઑફ ઇન્ડિયા, સિન્ડિકેટ બૅન્ક, ઇન્ડિયન ઓવરસિઝ બૅન્ક, યુનિયન બૅન્ક અને IDBI બૅન્કનો સમાવેશ થાય છે. આ રેટિંગ- આઉટલુક વર્ષ ૨૦૧૫-’૧૬માં બેડ લોનમાં ચિંતાજનક વધારો અને આગામી ૧૨ માહિના દરમ્યાન ઍસેટ્સ ક્વૉલિટીની સ્થિતિ નબળી રહેવાની ધારણાના આધારે આપવામાં આવ્યું છે. જેમાં BOIનું લૉન્ગ ટર્મા ક્રેડિટ રેટિંગ ‘BBB-’ માંથી ‘BB’ કરવામાં આવ્યું છે. સિન્ડિકેટ બૅન્કનું પણ રેટિંગ ‘BBB-’ માંથી ‘BB’ કર્યું છે. BOIનું ક્રેડિટ રેટિંગ ‘BB’ માંથી ‘BB’ કરવામાં આવ્યું છે. યુનિયન બૅન્કનું આઉટલુક ‘સ્ટેબલ’માંથી ‘નેગેટિવ’ અને ક્રેડિટ રેટિંગ ‘BBB-’ કર્યું છે. S&Pએ IDBI બૅન્કનું સ્ટૅન્ડઅલોન ક્રેડિટ રેટિંગ ‘BB’ ‘BB-’ કર્યું છે. ઉપરોક્ત ડાઉનગ્રેડ કરાયેલ પાંચ શૅરમાંથી એક માત્ર ઇન્ડિયન ઓવરસિઝ બૅન્કનો શૅર દોઢ ટકાની ખરાબીમાં ૨૬.૮ રૂપિયા બંધ હતો. બાકીના ચાર શૅર પ્લસ હતા જેમાં સિન્ડિકેટ બૅન્ક દોઢ ટકા વધી ૬૬.૬ રૂપિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા નજીવો વધી ૮૬.૫ રૂપિયા, યુનિયન બૅન્ક ૨.૨ ટકા વધીને ૧૧૮ રૂપિયા અને આઇડીબીઆઇ બૅન્ક ૦.૯ ટકાના સુધારે ૬૮ રૂપિયા હતો.
તાતા મોટર્સ ૯ ટકા ઊછળ્યો
તાતા મોટર્સે માર્ચ ક્વૉર્ટરમાં તગડો નફો દર્શાવ્યો છે. આ જુસ્સા પાછળ આજે શૅર ઊછળીને ૪૬૩ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી અંતે ૯ ટકાની તેજીમાં ૪૫૮ રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. રોજના સરેરાશ ૭.૧૧ લાખ શૅર સામે આજે ૩૨.૩૧ લાખ શૅરનાં કામાકાજ થયાં હતાં. વર્ષ પૂર્વે શૅરનો ભાવ ૪૮૩ રૂપિયા હતો. માર્ચ ક્વૉર્ટરમાં કંપનીનો કન્સોલિડેશન નફો ત્રણ ગણાં જમ્પમાં ૫૧૭૭ કરોડ રૂપિયા અને આવક ૧૯ ટકાની વૃદ્ધિમાં ૮૦,૬૮૪ કરોડ રૂપિયા પહોંચી છે. કંપનીના તગડા પરિણામામાં જૅગ્વાર લૅન્ડરોવરની માુખ્ય ભ્ાૂિમાકા રહી છે. તાતા મોટર્સનો ડીવીઆર શૅર ૧૧ ટકા ઊછળીને ૩૧૧ રૂપિયા હતો. ઑટો ઇન્ડેકસ અઢી ટકાની આગેકૂચમાં ૧૯,૩૬૩ હતો. તેના ૧૪માંથી ૧૦ શૅર પ્લસ હતા જેમાં તાતા મોટર્સ ૯ ટકા, અશોક લેલૅન્ડ અઢી ટકા, મારુતિ ૨.૩ ટકા, ક્યુમિન્સ ૧.૭ ટકા, ભારત ફોર્જ ૧.૧ ટકા પ્લસ હતા. તાતા ગ્રુપના શૅરની વાત કરીએ તો તાતા કૉફી ૦.૭ ટકા, તાતા કૉમા. ૩.૮ ટકા, તાતા એલેક્સી ૨.૨ ટકા, તાતા ગ્લોબલ બિવરેજીસ ૦.૬ ટકા, તાતા મેટાલિક્સ ૪.૭ ટકા, તાતા પાવર ૧.૬ ટકા, ટીસીએસ ૨.૩ ટકા ખરડાયા હતા.
ADVERTISEMENT
બજારની અંદર-બહાર
શ્રી રેણુકા શુગર દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં ૫૦૨૧ ટકાના વૃદ્ધિદરથી ૨૨૦ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ હાંસલ થતાં શૅર ગઈ કાલે ત્રણ ટકા વધીને ૧૪.૧૬ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયા છે.
સેઇલ તરફથી માર્ચ ક્વૉર્ટરમાં અગાઉના ૩૩૪ કરોડ રૂપિયાના નેટ પ્રૉફિટ સામે આ વખતે ૧૨૩૧ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ દર્શાવી છે. શૅર ગઈ કાલે અડધો ટકો ઘટી ૪૩ રૂપિયા નજીક રહ્યો હતો.
સંદેશ લિમિટેડે ગયા વર્ષે કન્સોલિડેટેડ ધોરણે ૪૧.૪ ટકાના વધારામાં ૮૦૬૩ લાખ રૂપિયાના નેટ પ્રૉફિટ સાથે શૅરદીઠ ૧૦૭ રૂપિયા નજીકની કમાણી મેળવી છે. સરેરાશ ૭૮૭ શૅરની સામે ગઈ કાલે ૬૦૦૦ શૅરના કામાકાજમાં ભાવ ૭૮૦ રૂપિયા થઈ પ્રૉફિટ- બુકિંગમાં ૦.૨ ટકા વધી ૭૫૮ રૂપિયા હતો.
મોન્સૅન્ટો ઇન્ડિયાએ ત્રિમાસિક ગાળામાં ૮૨૫ લાખ રૂપિયાની ખોટ સામે ૨૪૦૮ લાખ રૂપિયાના નફા સાથે પૉઝિટિવ ટર્ન-અરાઉન્ડ કરતાં શૅર સાડાત્રણ ટકાના સુધારામાં ૨૨૬૦ રૂપિયા હતો.
એમાટેક ઑટોએ માર્ચ ક્વૉર્ટરમાં ૧૩૦ કરોડ રૂપિયા જેવા નેટ પ્રૉફિટ સામે ૫૨૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરતાં શૅર ગઈ કાલે ૬.૮ ટકા તૂટીને ૩૨ રૂપિયા ઉપર હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.
આર.કૉમાનો ત્રિમાસિક કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ ૨૨.૪ ટકાના ઘટાડે ૧૭૭ કરોડ રૂપિયા આવતાં ભાવ બમાણાં કામાકાજમાં ૩ ટકા ખરડાઈને ૪૭ રૂપિયા રહ્યો હતો.
હિટાચી હોમા દ્વારા ૪૪ ટકાનાં ગાબડાંમાં ૧૩૩૬ લાખ રૂપિયાના ચોખ્ખા નફા સાથે નબળાં પરિણામો જાહેર થતાં શૅર ગઈ કાલે ૭.૬ ટકા કે ૧૦૬ રૂપિયા તૂટી ૧૨૯૩ રૂપિયા હતો.
બાયોકોન સુધારાની આગેકૂચમાં બમાણાં વૉલ્યુમામાં ૭૨૧ રૂપિયાના નવા શિખરે જઈ અંતે બે ટકા વધીને ૭૧૬ રૂપિયા બંધ હતો. માહિના પૂવેર્ ભાવ નીચામાં ૫૮૨ રૂપિયા હતો.
પ્રિસિઝન કેમાસાટ બમાણાં કામાકાજમાં ૧૩૦ રૂપિયાની ઑલટાઇમા બૉટમા બનાવી અંતે ૩.૯ ટકાના ઘટાડે ૧૩૧ રૂપિયા હતો.
યુનાઇટેડ બૅન્ક ત્રણ ગણાં કામાકાજમાં ૧૬.૪૫ રૂપિયાના નવા ઐતિહાસિક તળિયે જઈ છેલ્લે અડધા ટકાની નરમાઈમાં ૧૭.૪૫ રૂપિયા બંધ હતો.


