Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > > > પૉઝિટિવ આંતરપ્રવાહ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં નવાં સર્વોચ્ચ શિખર જારી, ક્રૂડ ૯૪ ડૉલર નજીક

પૉઝિટિવ આંતરપ્રવાહ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં નવાં સર્વોચ્ચ શિખર જારી, ક્રૂડ ૯૪ ડૉલર નજીક

16 September, 2023 12:01 PM IST | Mumbai
Anil Patel

બજાજ ઑટો, મહિન્દ્ર, ટીવીએસ મોટર્સની સાથે-સાથે ઑટો ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ ઃ પીએસયુ બૅન્ક નિફ્ટી તેમ જ હેલ્થકૅર બેન્ચમાર્ક પણ વિક્રમી સપાટી સાથે સુધારામાં ઃ ભારતી ઍરટેલ અને એનો પાર્ટપેઇડ નવા શિખરે, ક્રૂડ વધતાં એશિયન પેઇન્ટ્સ તથા ભારત પેટ્રોમાં માયૂસી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચાઇનીઝ ઇકૉનૉમીમાં ખરાબી થાળે પડી રહી હોવાના વધુ સંકેતના પગલે શુક્રવારે પણ મોટા ભાગનાં એશિયન બજાર મજબૂત રહ્યાં છે. જપાન, સિંગાપોર તથા સાઉથ કોરિયા એક ટકાની આસપાસ, હૉન્ગકૉન્ગ અને તાઇવાન પોણા ટકાની આજુબાજુ, ઇન્ડોનેશિયા સાધારણ વધ્યું છે. થાઇલૅન્ડ તથા ચાઇના નહીંવત્ નરમ હતા. યુરોપ પૉઝિટિવ ઓપનિંગ બાદ મજબૂત વલણ સાથે રનિંગમાં પોણાથી દોઢ ટકો ઉપર દેખાયું છે. બેન્ટ ક્રૂડ ૯૪ ડૉલર નજીક સરક્યું છે. નાયમેક્સ ક્રૂડ વધીને ૯૦ ડૉલર વટાવી ગયું છે. ઇન્ડસ્ટ્રિયલ મેટલ વાયદા અડધાથી પોણાબે ટકાની રેન્જમાં પ્લસ થયા છે. 

ઘરઆંગણે સેન્સેક્સ સવાસો પૉઇન્ટ જેવો ઉપર, ૬૭૬૬૦ નજીક ખૂલી, ૬૭૯૨૭ની નવી વિક્રમી સપાટી બનાવી ૩૨૦ પૉઇન્ટ જેવી મજબૂતીમાં ૬૭૮૩૯ નજીક નવા બેસ્ટ લેવલે બંધ થયો છે. આ સળંગ ૧૧મા દિવસની આગેકૂચ છે. નિફ્ટી ૨૦૨૨૨ની લાઇફ ટાઇમ હાઈ બાદ ૮૯ પૉઇન્ટ વધીને ૨૦૧૯૨ના શિખરે રહ્યો છે. બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં હતું. વધ-ઘટની રેન્જ સવાત્રણસો પૉઇન્ટ કરતાંય નાની હતી. રોકડું તથા બ્રૉડર માર્કેટ સારું હતું, સુધારો સાંકડો હતો. બજારના બહુમતી બેન્ચમાર્ક વધીને બંધ થયા છે. ઑટો ઇન્ડેક્સ ૩૭૩૪૦ની ઑલટાઇમ હાઈ બાદ દોઢ ટકો કે ૫૪૩ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૦૬ પૉઇન્ટ વધીને ૨૮૬૮૩ અને પીએસયુ બૅન્ક નિફ્ટી ૫૦૯૦ની સર્વોચ્ચ સપાટી બાદ અડધો ટકો વધી ૫૦૪૬ બંધ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૭ ટકા, ટેક્નૉ ઇન્ડેક્સ એક ટકો, આઇટી ઇન્ડેક્સ પોણો ટકો, બૅન્ક નિફ્ટી અને ફાઇનૅન્સ બેન્ચમાર્ક અડધો
ટકો પ્લસ હતા. સામે પાવર, યુટિલિટી, રિયલ્ટી, એનર્જી ઇન્ડેક્સ સામાન્યથી અડધો ટકો અને ઑઇલ ગૅસ ઇન્ડેક્સ એક ટકો લપસ્યા છે.
એફએમસીજીમાં અડધો ટકો નજીકની નબળાઈ હતી. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે ૧૦૮૦ શૅર પ્લસ તો
૯૫૫ જાતો નરમ હતી. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૧૨૪૦ પૉઇન્ટ કે ૧.૯ ટકા અને નિફ્ટી ૩૭૨ પૉઇન્ટ કે ૧.૯ ટકા આગળ વધ્યા છે. ડૉલર સામે રૂપિયો નરમ વલણમાં ૮૩.૧૯ થઈ ૮૩.૧૩ આસપાસ બંધ થયો છે. 


બજાજ ઑટો ૨૮૬ રૂપિયાની તેજીમાં નવી સર્વોચ્ચ સપાટીએ બંધ થયો 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર વધ્યા છે. ભારતી ઍરટેલ ૯૪૮ની વિક્રમી સપાટી બાદ ૨.૪ ટકા ઊછળી ૯૩૬ અને એનો પાર્ટપેઇડ ૫૪૯ના શિખરે જઈ ૩.૭ ટકાના જમ્પમાં ૫૩૯ બંધ હતો. મહિન્દ્ર ૧૬૧૦ના બેસ્ટ લેવલે જઈ સવાબે ટકા વધીને ૧૬૦૧ બંધ થતાં એનું માર્કેટ કૅપ બે લાખ ડૉલર થવાની તૈયારીમાં આવી ગયું છે. એચસીએલ ટેક્નૉ ૧૩૧૦ની તૈયારીમાં આવી ગયું છે. એચસીએલ ટેક્નૉ ૧૩૧૦ની નવી ઊંચી સપાટી બાદ ૧.૭ ટકા વધીને ૧૩૦૫ હતો. ટેક મહિન્દ્ર ૧૩૦૩ની ટોચે જઈ દોઢ ટકો વધી ૧૨૯૯ રહ્યો છે. ટીસીએસ ૩૬૦૬ની ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી એકાદટકો વધી ૩૬૦૦ નજીક બંધ હતો. ઍક્સિસ બૅન્ક ૧૦૩૧ની ઑલટાઇમ હાઈબનાવી અડધો ટકો વધીને ૧૦૨૭ થયો
છે. તાતા મોટર્સ ૧.૬ ટકા, વિપ્રો એક ટકો, નેસ્લે અડધો ટકો પ્લસ હતા. એચડીએફસી બૅન્ક સવા ટકો વધીને ૧૬૬૨ના બંધમાં બજારને સર્વાધિક ૧૩૦ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ નવેક રૂપિયાના સામાન્ય સુધારે ૨૪૬૦, તો જીઓ ફાઇ. ૧.૩ ટકા ગગડી ૨૩૯ બંધ હતા. 
નિફ્ટી ખાતે બજાજ ઑટો ૫૧૪૯ના શિખરે જઈ લગભગ ૬ ટકા કે ૨૮૬ની તેજીમાં ૫૧૩૦ બંધ આપીને બેસ્ટ ગેઇનર બન્યો છે. ગ્રાસિમ ૧૯૮૮ની ટૉપ બનાવી બે ટકા વધી ૧૯૭૩ હતો. હીરો મોટોકૉર્પ સવાબે ટકા, એસબીઆઇ લાઇફ દોઢ ટકો, આઇશર ૧.૪ ટકા, ડૉ, રેડ્ડીઝ લૅબ ૧.૩ ટકા મજબૂત હતા. ક્રૂડની કઠણાઈમાં એશિયન પેઇન્ટ્સ ૧.૩ ટકા ગગડી ૩૧૯૬ હતો. હિન્દુ યુનિલીવર સવા ટકો ઘટી ૨૪૭૦નીઅંદર ઊતર્યો છે. નિફ્ટી ખાતે ભારત પેટ્રો પોણાબે ટકા બગડી ૩૫૨ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એક ટકો અને બ્રિટાનિયા એક ટકાની નજીક ડાઉન હતા. 


ક્રૂડની તેજીમાં હિન્દુ. ઑઇલ અને ઑઇલ ઇન્ડિયા મજબૂત, ઓએનજીસી નરમ 
અદાણી ગ્રુપ ખાતે ફ્લૅગશિપ અદાણી એન્ટર પોણો ટકો, અદાણી પાવર અડધો ટકો, અદાણી ગ્રીન સવાબે ટકા, અદાણી પોર્ટ્સ પોણો ટકો, અદાણી ટ્રાન્સ અને એસીસી અડધો ટકો ડાઉન હતા. વાડિયા ગ્રુપની બૉમ્બે બર્મા સવાચાર ટકા જેવી નૅશનલ પેરોક્સાઇડ અડધો ટકો અને બૉમ્બે ડાઇંગ નહીંવત્ ઘટી છે. માઝગાવ ડૉક ઉપરમાં ૨૨૯૦ થઈ આઠ ટકાના ઉછાળે ૧૬૯ રૂપિયાની તેજીમાં ૨૨૬૭ બંધ હતી. કોચીન શિપયાર્ડ બે ટકા અને ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ સાડાછ ટકા ઊંચકાયો છે. ક્રૂડ મજબૂત થતાં હિન્દુ ઑઇલ એક્સ્પ્લોરેશન સાત ટકાના જમ્પમાં ૧૭૧ વટાવી ગયો છે. સરકારી કંપની જનરલ ઇન્શ્યૉરન્સ ૨૩૭ના શિખરે જઈ ૭.૪ ટકા ઊંચકાઈ ૨૩૫ હતી. નૅશનલ અશ્યૉરન્સ ૧૪૯ નજીકની ટૉપ બતાવી સાડાછ ટકા વધી ૧૪૩ રહી છે. ન્યુ લૅન્ડ લૅબ, એસ્ટ્રાઝેનેકા, જીએસકે ફાર્મા, થાયરોકૅર, રેઇનબો ચિલ્ડ્રન કૅર, ઇપ્કા લૅબ, નાટકો ફાર્મા અઢીથી સવાચાર ટકા
મજબૂત હતા. ઝેડએફ કમર્શિયલ વેહિકલ્સ ૯૨૬ રૂપિયા કે ૫.૭ ટકાના ગાબડામાં ૧૫૩૮૬ બંધ આવી છે. ઑઇલ ઇન્ડિયા ક્રૂડની હૂંફમાં પોણાત્રણ ટકા વધી ૨૮૫ થયો છે. 
વીર હેલ્થકૅરમાં કમ બોનસનો ભાવ વર્ષાંતે એક્સ-બોનસ થવાની ધારણા 

મુંબઈના કાલબાદેવી ખાતેની વીર હેલ્થકૅર શૅરદીઠ એક બોનસમાં રેકૉર્ડ ડેટ ૨૨ સપ્ટેમ્બર હોવાથી ૨૧મીએ એક્સ-બોનસ થશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૩ થઈ છેલ્લે પોણાચાર ટકા ઘટી ૪૦.૫૦ બંધ હતો. ઇન્ડસ્ટ્રીનો પીઈ ૪૪.૫નો છે. એની સામે આ શૅર હાલમાં ૨૨થી નીચેના પીઈ ઉપર મળે છે. કંપનીએ ગયા વર્ષે ૧૩ કરોડની આવક કરી હતી, ચાલુ વર્ષે આવક ૧૮ કરોડથી વધુ અપેક્ષિત છે. બૉટમલાઇન અઢી-ત્રણ કરોડની રેન્જમાં હશે. આ ધોરણે હાલમાં શૅર કમ બોનસમાં જે ભાવે મળે છે, વર્ષ પછી આજ ભાવે એક્સ-બોનસમાં મળે એવી ગણતરી રખાય છે. કંપની સંપૂર્ણપણે ડેટફ્રી છે. સર્વેશ્વર ફૂડ એક શૅરદીઠ બે બોનસ તથા ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં એક્સ-બોનસ અને એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે એક ટકો વધી ૪.૮૫ બંધ
થયો છે. ટીના રબર શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ૪૪૫ની ઑલટાઇમ હાઈ બાદ સાડાસાત ટકા ઊછળી ૪૩૧ નજીક ગયો છે. 
દરમ્યાન મેઇન બોર્ડમાં મુંબઈના લોઅર પરેલની યાત્રા ઑનલાઇનનો એકના શૅરદીઠ ૧૪૨ની અપર બૅન્ડ સાથે ૭૭૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે ૧૧ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ નથી. નવી દિલ્હીની સમી હોટેલ્સનો એકના શૅરદીઠ ૧૨૬ની અપર બૅન્ડ સાથે ૧૩૭૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે પણ નબળા રિસ્પૉન્સમાં કુલ ૧૩ ટકા જ ભરાતાં પ્રીમિયમ ગગડી નવ-દસ થઈ ગયું છે. એકના શૅરદીઠ ૧૬૪ની અપર
બૅન્ડ સાથે ૫૬૩ કરોડનો ઝગલ પ્રી-પેઇડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૩૬થી તૂટીને હાલ ૨૦ થઈ ગયું છે. 


ધનલક્ષ્મી બૅન્કમાં ૨૦ ટકાનીતેજીની સર્કિટ, યુકો બૅન્ક ૯ટકાના જમ્પમાં નવા શિખરે 
ગઈ કાલે બૅન્ક નિફ્ટી અડધો ટકો અને પીએસયુ બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ પ્લસ હતા. બૅન્કિંગના ૩૮માંથી ૨૯ શૅર વધ્યા છે. ધનલક્ષ્મી બૅન્ક વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીની સર્કિટે ૨૯ ઉપર નવી ટોચે ગઈ છે. યુકો બૅન્ક સવાનવ ટકા, આઇઓબી પોણાસાત ટકા, પંજાબ સિંધ બૅન્ક સાડાપાંચ ટકા, સેન્ટ્રલ બૅન્ક પાંચ ટકા, સૂર્યોદય બૅન્ક ૬ ટકા, યસ બૅન્ક સવાચાર ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા સવા ટકો, જેકે બૅન્ક દોઢ ટકો, કર્ણાટકા બૅન્ક ૧.૭ ટકા, તામિલનાડુ બૅન્ક ૧.૮ ટકા ડાઉન હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૪માંથી ૭૯ શૅરની હૂંફમાં અડધા
ટકાથી વધુ અપ હતો. સાટિન ક્રેડિટ ૧૩ ટકાની તેજીમાં ૨૪૧ થઈ છે. અરિહંત કૅપિટલ ૮.૮ ટકા, જન ઇન્શ્યૉરન્સ ૭.૪ ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સાડાછ ટકા, એન્જલ વન ૬ ટકા, રાણે હોલ્ડિંગ પોણાછ ટકાઊછળ્યા હતા.

આઇટી ઇન્ડેક્સ ૨૫૩ પૉઇન્ટ કે પોણો ટકો વધી વર્ષની ટોચે બંધ હતો. અહીં ૪૯માંથી ૨૭ શૅર વધ્યા છે. તાન્લા પ્લૅટફૉર્મ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઈમુદ્રા, મોસ્ચીપ ૪થી ૬ ટકા ઊંચકાયા છે. ટીસીએસ ૧.૧ ટકા, વિપ્રો એક ટકો, ઇન્ફી સાધારણ, ટેક મહિન્દ્ર દોઢ ટકા, લાટિમ અડધો ટકો વધ્યા હતા. ટેલિકૉમમાં એમટીએનએલ સાડાઆઠ ટકા, વોડાફોન ૭.૬ ટકા, તાતા ટેલિ સવાત્રણ
ટકા, ઇન્ડસ ટાવર અઢી ટકા પ્લસહતા. નેટવર્ક૧૮ સાડાત્રણ ટકા બગડ્યો છે. બજાજ ઑટો ૬ ટકા, ટીવીએસ મોટર્સ અઢી ટકા, મહિન્દ્ર સવાબે ટકા, હીરો મોટોકૉર્પ ૨.૨ ટકા, અશોક લેલૅન્ડ પોણાબે ટકા, તાતા મોટર્સ દોઢ ટકો, આઇશર સવા ટકો વધતાં ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો કે ૫૪૩ પૉઇન્ટ ઊછળ્યો હતો. 

16 September, 2023 12:01 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK