ઇન્ડેક્સ ૯૦,૭૨૫ ખૂલીને ૯૨,૦૩૮ની ઉપલી અને ૯૦,૨૯૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૦.૫૨ ટકા (૪૭૫ પૉઇન્ટ) વધીને ૯૧,૨૦૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૯૦,૭૨૫ ખૂલીને ૯૨,૦૩૮ની ઉપલી અને ૯૦,૨૯૮ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મુખ્ય વધેલા કૉઇન ઇથેરિયમ, બીએનબી, અવાલાંશ અને ટ્રોન હતા. ચેઇનલિન્ક, ટોનકૉઇન, કાર્ડાનો અને એક્સઆરપીમાં ઘટાડો થયો હતો.
દરમ્યાન, સાઉદી અરેબિયા ઑઇલના વેપારમાં અમેરિકન ડૉલર પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલા એમબ્રિજ નામના પ્રોજેક્ટમાં જોડાઈ ગયું છે. આ પ્રોજેક્ટ હૉન્ગકૉન્ગ મૉનિટરી ઑથોરિટી ચલાવી રહી છે. સાઉદી આ પ્રોજેક્ટમાં જોડાયેલું પાંચમું રાષ્ટ્ર છે.
ADVERTISEMENT
અન્ય નોંધનીય અહેવાલ મુજબ આર્જેન્ટિનાના નૅશનલ સિક્યૉરિટીઝ કમિશને વર્ચ્યુઅલ ઍસેટ સર્વિસ પ્રોવાઇડર્સની રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી છે, જે બજારમાં કામકાજ પ્રામાણિકપણે કરાવવાની તકેદારી લેશે. બીજી બાજુ, પેરેગ્વેના એક સંસદસભ્યે દેશમાં બિટકૉઇન માઇનિંગની પ્રવૃત્તિનું નિયમન કરવા માટેનો નવો ખરડો દાખલ કર્યો છે. માઇનિંગ ઉદ્યોગમાં રોજગારનું સર્જન કરવા માટે વિદેશી રોકાણ આકર્ષિત કરી શકાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે, એમ ખરડામાં કહેવામાં આવ્યું છે.