હાલમાં BSE પર તેની કિંમત 17.86 ટકાની મજબૂતાઈ સાથે રૂા. 493.55 છે. ઇન્ટ્રા-ડેમાં તે 18.57 ટકા વધીને રૂા. 496.50 પર પહોંચી ગયો હતો, જે તેના શેર માટે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે
પ્રતીકાત્મક તસવીર
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)એ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC) સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરટેકિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુને કારણે રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરો રોકેટ બની ગયા અને તે લગભગ 19 ટકાના ઉછાળા સાથે રેકૉર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. હાલમાં BSE પર તેની કિંમત 17.86 ટકાની મજબૂતાઈ સાથે રૂા. 493.55 છે. ઇન્ટ્રા-ડેમાં તે 18.57 ટકા વધીને રૂા. 496.50 પર પહોંચી ગયો હતો, જે તેના શેર માટે રેકોર્ડ ઉચ્ચ સ્તર છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ રૂા. 1 લાખ કરોડને વટાવી ગયું છે અને હાલમાં તે લગભગ રૂા. 1,02,906.17 કરોડ છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડે દિલ્હી મેટ્રો તરફથી કયો ઑર્ડર મળ્યો?
ADVERTISEMENT
કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં દિલ્હી મેટ્રો તરફથી રેલ વિકાસને મળેલા ઑર્ડર વિશે માહિતી આપી છે. માહિતી અનુસાર, તેણે ભારતમાં અને વિદેશમાં દિલ્હી મેટ્રોના આગામી પ્રોજેક્ટ્સમાં ભાગીદારી માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ પર રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મેટ્રો, રેલવે, હાઇ સ્પીડ રેલ, હાઇવે, મેગા બ્રિજ, ટનલ, સંસ્થાકીય બીલ્ડિંગ/વર્કશોપ અથવા ડેપો, એસ ઍન્ડ ટી વર્ક્સ અને રેલવે ઇલેક્ટ્રિફિકેશન માટે પ્રોજેક્ટ સર્વિસ પ્રોવાઇડર તરીકે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
રેલ વિકાસ નિગમ લિમિટેડની બિઝનેસ હેલ્થ કેવી છે?
રેલ વિકાસ નિગમ લિમિટેડ માટે પાછલા નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લું ક્વાર્ટર ઘણું સારું રહ્યો છે. વાર્ષિક ધોરણે તેની આવક 17.4 ટકા વધીને રૂા. 6714 કરોડ અને માર્જિન 0.20 ટકા વધીને 6.8 ટકા થઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો પણ 33 ટકા વધીને રૂા. 478.6 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024 ના અંતે તેની ઑર્ડર બુક લગભગ રૂા. 85 હજાર કરોડ હતી, જેમાંથી રૂા. 40 હજાર કરોડ બિડના ભાગમાંથી અને રૂા. 45 હજાર કરોડ ઑર્ડર નોમિનેશનના ભાગમાંથી છે.
નાણાકીય વર્ષ 2025 માટે, કંપનીએ નાણાકીય વર્ષના અંતે રૂા. 23 હજાર કરોડની આવક અને રૂા. 92 હજારથી રૂા. 1 લાખ કરોડની ઑર્ડર બુકનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપનીને આશા છે કે આ નાણાકીય વર્ષમાં તેને રૂા. 20000-25000 કરોડના ઑર્ડર મળી શકે છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીએ 21,889 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી હતી.
સેન્સેક્સ-નિફ્ટી ભારે વધઘટ પછી સપાટ બંધ
દિવસભરની ભારે વધઘટ પછી, ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ફ્લેટ બંધ થયા હતા. પરંતુ આજના સેશનમાં એનર્જી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. રોકાણકારોએ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી કરી, જેના કારણે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 57000ને પાર કરી ગયો. નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ પણ આજીવન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 72 પોઈન્ટના ઘટાડા સાથે 79,977 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 12 પોઈન્ટના ઉછાળા સાથે 24,314 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

