સીજીએસટી ધારા, ૨૦૧૭ની કલમ ૧૭ (૫) (એફએ)માં સુધારો અને સમાવેશ કરાતાં આવો એક મુદ્દો ઉકેલાયો છે.
સમજો જીએસટી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જીએસટીમાં સમયાંતરે કંઈક સુધારા-વધારા થતા રહે છે. છેલ્લા બજેટમાં કેટલાક સુધારા રજૂ કરાયા હતા. આ સુધારાની સમજ અહીં અપાઈ છે. આમાં સીએસઆર સંબંધિત સુધારાને પણ આવરી લેવાયો છે.
કરદાતા ટ્રાન્ઝૅક્શનની કરપાત્રતાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે અને સપ્લાય સંબંધી ઇન્પુટ ટૅક્સ ક્રેડિટની સ્થિતિ વેલિડેટ કરે એ જરૂરી છે. જોકે, આ બાબતે થતા અર્થઘટનના મુદ્દે કરદાતા અને જીએસટીના અધિકારીઓ વચ્ચે અવારનવાર વિવાદ સર્જાય છે.
ADVERTISEMENT
સીજીએસટી ધારા, ૨૦૧૭ની કલમ ૧૭ (૫) (એફએ)માં સુધારો અને સમાવેશ કરાતાં આવો એક મુદ્દો ઉકેલાયો છે.
એ નોંધવું પ્રસ્તુત છે કે કંપની ધારા, ૨૦૧૩ મુજબ અહીં જણાવાયેલી શરતો અનુસારની દરેક કંપની પોતાના બોર્ડની ત્રણ કે વધુ ડિરેક્ટર સાથેની અને એમાં ઓછામાં ઓછો એક સ્વતંત્ર ડિરેક્ટર ધરાવતી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી કમિટીની રચના કરશેઃ
(એ) જેની નેટવર્થ ૫૦૦ કરોડ રૂપિયા કે વધુ હોય કે
(બી) જેનું ટર્નઓવર ૧૦૦૦ કરોડ રૂપિયા કે વધુ હોય કે
(સી) તરતના પાછલા નાણાકીય વર્ષ દરમ્યાન જેનો ચોખ્ખો નફો ૫૦૦ કરોડ રૂપિયા કે વધુ હોય પ્રત્યેક કંપનીના બોર્ડે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તરતનાં પાછલાં ત્રણ નાણાકીય વર્ષ દરમ્યાન કમાયેલા સરેરાશ ચોખ્ખા નફાનો કમસે કમ બે ટકા હિસ્સો કંપની સીએસઆર પાછળ ખર્ચે.
સીએસઆર એ કાયદા હેઠળ નિર્ધારિત કરાયેલી સામાજિક જવાબદારી છે. કંપનીને જીએસટીનો સંબંધ આવતો હોય એવા અનેક ખર્ચ સીએસઆરને લગતા કાર્યમાં થતા હોય છે. આવી બાબતોમાં કરદાતા અને જીએસટી અધિકારીવર્ગ વચ્ચે વિવાદ સર્જાય છે.
આ પણ વાંચો : GST : રજિસ્ટ્રેશનના કૅન્સલેશનનું રિવોકેશન કરાવવા માટેની તારીખ આગામી ૩૦ જૂન રખાઈ
જે ગુડ્સ કે સર્વિસિસનો ઉપયોગ સીએસઆર માટે થયો હોય અથવા થવાનો હોય એના પરની ઇન્પુટ ટૅક્સ ક્રેડિટને જીએસટી કાયદાની કલમ ૧૭ (૫)માં કરાયેલા સુધારા હેઠળ અપાત્ર સ્વરૂપની ગણવામાં આવી છે. કંપની એનો ઉપયોગ કરી શકે નહીં એવું કહેવામાં આવ્યું છે. આ સુધારાને પગલે વિરોધાભાસ ઊભો થયો છે. એક બાજુ કાયદો એમને સીએસઆર પાછળ ખર્ચ કરવાનું કહે છે અને બીજી બાજુ એમને ઇન્પુટ ટૅક્સ ક્રેડિટ આપવામાં આવતી નથી.
આની પહેલાં એવી મૂંઝવણ હતી કે સીએસઆરના ખર્ચ પરના જીએસટીની ક્રેડિટ લઈ શકાશે કે નહીં. સીએસઆર કાયદા હેઠળ નક્કી થયેલી બાબત હોવાથી એવું માની લેવામાં આવ્યું હતું કે એની ક્રેડિટ મળશે. જે રીતે કૅન્ટીનના ખર્ચની ક્રેડિટ મળે છે એ જ રીતે એની પણ મળશે એવું ધારી લેવાયું હતું. જોકે, બજેટમાં કરાયેલા સુધારાને પગલે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સીએસઆરના ખર્ચ કાયદા હેઠળ કરવાના હોવા છતાં એની ક્રેડિટ લઈ શકાશે નહીં. વળી, આ સુધારો જૂની તારીખથી અમલી બનાવાયો નથી. એના પરથી એવું ધારી લેવાયું છે કે અગાઉની સીએસઆર પ્રવૃત્તિઓ પરના ખર્ચ સામે જીએસટીની ક્રેડિટ મળશે.
નોંધનીય છે કે કલમ ૧૬ (૨)ની જોગવાઈમાં પણ ફેરફાર કરીને એને રિટર્ન ફાઇલ કરવાની સિસ્ટમ સાથે સુસંગત બનાવવામાં આવી છે. બજેટમાં ઉક્ત સુધારો કરવામાં આવ્યો એની પહેલાં એવી સ્થિતિ હતી કે જે કિસ્સામાં પ્રાપ્તકર્તાએ સપ્લાયરને ૧૮૦ દિવસની અંદર ચુકવણી નહીં કરી હોય એમાં પ્રાપ્ત કરવામાં આવેલી ઇન્પુટ ટૅક્સ ક્રેડિટને આઉટપુટ ટૅક્સ લાયેબિલિટીમાં ઉમેરવી જરૂરી છે. આઇટીસીના રિવર્સલની જાણ જીએસટીઆર ૩બીમાં કરવાની હોય એવી અગાઉ રહેલી અસંગતતાને પણ ઉક્ત સુધારા દ્વારા દૂર કરી દેવાઈ છે.
સીજીએસટી ધારાની કલમ ૫૦ હેઠળ વ્યાજ ચૂકવવાની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. ફક્ત એક વખત વાપરવામાં આવેલી ક્રેડિટ વ્યાજ સાથે ચૂકવવી જરૂરી બને છે એવો નિષ્કર્ષ પણ કાઢી શકાય છે.