આંધ્ર કિનારે આવેલ કેજી-ડી૬ એ ભારતમાં ઉત્પાદન હેઠળનો એકમાત્ર ડીપ વૉટર બ્લૉક છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ચાલુ ત્રિમાસિક ગાળામાં કેજી-ડી૬ બ્લૉકમાં એની સૌથી ઊંડી શોધથી કુદરતી ગૅસનું ઉત્પાદન શરૂ કરશે જે ભારતની ગૅસની ૧૫ ટકા માગને પહોંચી વળશે.
આંધ્ર કિનારે આવેલ કેજી-ડી૬ એ ભારતમાં ઉત્પાદન હેઠળનો એકમાત્ર ડીપ વૉટર બ્લૉક છે. જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં બ્લૉકનું ઉત્પાદન દરરોજ સરેરાશ ૨૦ મિલ્યન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર હતું, એમ કંપનીએ માર્ચ ક્વૉર્ટરની કમાણીની રજૂઆત પછી રોકાણકારોની રજૂઆતમાં જણાવ્યું હતું.

