Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > ડિજિટલ રૂપીના ઑફલાઇન ઉપયોગની તૈયારીઓ શરૂ

ડિજિટલ રૂપીના ઑફલાઇન ઉપયોગની તૈયારીઓ શરૂ

09 February, 2024 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કર્યું છે કે દેશની સેન્ટ્રલ બૅન્કમાં ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપીના વધુ ઉપયોગ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માઇક્રોસ્ટ્રેટેજીએ જાન્યુઆરીમાં વધુ ૮૫૦ બીટકૉઇનની ખરીદી કરી હોવાના અહેવાલને પગલે ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હતી. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૩.૬૫ ટકા (૨૦૨૨ પૉઇન્ટ) વધીને ૫૭,૩૯૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૩૭૦ ખૂલીને ૫૭,૪૩૧ની ઉપલી અને ૫૫,૦૧૬ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ૧.૨૧ ટકા ઘટેલા ટ્રોન સિવાય ઇન્ડેક્સના તમામ કૉઇન વધ્યા હતા. કાર્ડાનો, સોલાના, પોલીગોન અને બીએનબીમાં ૪થી ૧૦ ટકાની વૃદ્ધિ થઈ હતી. 


દરમ્યાન, ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કર્યું છે કે દેશની સેન્ટ્રલ બૅન્કમાં ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપીના વધુ ઉપયોગ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય એવા સમયે ઑફલાઇન વ્યવહારો થઈ શકે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. અન્ય એક અહેવાલ મુજબ વર્જિનિયાએ રાજ્યમાં ડિજિટલ ઍસેટને પ્રોત્સાહન આપવા માટે ભલામણો કરવા કાર્યજૂથની રચના કરવાનું વિચાર્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK