કેન્દ્રીય બજેટ ૨૦૨૨-’૨૩માં ડિજિટલ કરન્સીની રજૂઆતની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જથ્થાબંધ અને છૂટક સેગમેન્ટ માટે તબક્કા વાર રીતે સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી લાગુ કરવાની પ્રક્રિયામાં છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૨-’૨૩માં ડિજિટલ કરન્સીની રજૂઆતની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી હતી અને આરબીઆઇ ઍક્ટ, ૧૯૩૪ની સંબંધિત કલમમાં જરૂરી સુધારાઓ ફાઇનૅન્સ બિલ ૨૦૨૨ પસાર થવા સાથે કરવામાં આવ્યા છે. બિલ પસાર થવાથી આરબીઆઇને પાઇલોટ અને ત્યાર બાદ સીબીડીસી જારી કરવા સક્ષમ બનાવ્યું છે. ભારતની સત્તા વાર ડિજિટલ કરન્સી ૨૦૨૩ની શરૂઆતમાં શરૂ થવાની સંભાવના છે, જે હાલમાં ઉપલબ્ધ ખાનગી કંપની સંચાલિત ઇલેક્ટ્રોનિક વૉલેટ્સમાંથી કોઈ પણને પ્રતિબિંબિત કરશે એમ અજય કુમાર ચૌધરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આરબીઆઇએ જણાવ્યું હતું.

