બજારમાં એવા સમાચાર વહેતા થયા હતા કે, મુકેશ અંબાણીની કંપની પેટીએમના વૉલેટ બિઝનેસ (Paytm Payments Bank)ને હસ્તગત કરવામાં સૌથી આગળ છે
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ (JFS)ના શેરમાં સોમવારે 15 ટકાથી વધુનો ઉછાળો થયો હતો. બજારમાં એવા સમાચાર વહેતા થયા હતા કે, મુકેશ અંબાણીની કંપની પેટીએમના વૉલેટ બિઝનેસ (Paytm Payments Bank)ને હસ્તગત કરવામાં સૌથી આગળ છે. બપોરે 2.22 વાગ્યે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર 15.80 ટકા વધીને રૂા. 293.90 પર પહોંચી ગયા હતા. તેનાથી વિપરીત, નિયમનકારી પડકારો વચ્ચે પેટીએમના શેર 10 ટકાની નીચલી સર્કિટ મર્યાદામાં પર જ રહ્યા હતા, જેમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં 43 ટકાના ઘટાડા થયો છે.