Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય રહેવાસીઓ તેમ જ બિનનિવાસી ભારતીયો બન્ને માટે મિલકતની ખરીદીનો હાલ શ્રેષ્ઠ સમય

ભારતીય રહેવાસીઓ તેમ જ બિનનિવાસી ભારતીયો બન્ને માટે મિલકતની ખરીદીનો હાલ શ્રેષ્ઠ સમય

21 January, 2023 12:03 PM IST | Mumbai
Dhiren Doshi | feedbackgmd@mid-day.com

ભારતીયોએ દુનિયાને ક્યારેય કોઈ ખરાબ લાગણી દર્શાવી નથી. એના બદલે એણે હંમેશાં સાચી ભાવનાથી સખત મહેનત કરી છે અને દર વખતે બાઉન્સ બૅક કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

રેરા રેકનર

પ્રતીકાત્મક તસવીર


ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. ભારત ફરી એક વાર ચમકી રહ્યું છે. એક સમયે ભારત સોને કી ચિડિયા તરીકે ઓળખાતું હતું. વિશ્વની નજર હંમેશાં ભારત પર હતી અને અસંખ્ય પ્રસંગોએ ભારત પર વિદેશીઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું. આમ છતાં, ભારત પોતાનું ખમીર ટકાવી શક્યું છે.
ભારતીયોએ દુનિયાને ક્યારેય કોઈ ખરાબ લાગણી દર્શાવી નથી. એના બદલે એણે હંમેશાં સાચી ભાવનાથી સખત મહેનત કરી છે અને દર વખતે બાઉન્સ બૅક કર્યું છે. 
આઝાદી પછી ભારત ધીમે-ધીમે, પરંતુ સતત પ્રગતિ કરતું રહ્યું છે. ‘મેક ઇન ઇન્ડિયા’ સૂત્ર યુવા સાહસિકોનું સ્વપ્ન બની ગયું છે, જે તમામ ક્ષેત્રોમાં સર્વાંગી પ્રગતિ તરફ દોરી જાય છે. આવા જ એક ક્ષેત્રને સરકાર તરફથી મોટું પ્રોત્સાહન મળ્યું છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર. 
સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો થયો છે અને એનાથી રિયલ્ટી સેક્ટરને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આપણે રિયલ્ટી સેક્ટરમાં દેશમાં દરેક જગ્યાએ નવો વિકાસ જોઈ શકીએ છીએ. નવી ટાઉનશિપ, નવાં કમર્શિયલ હબ વગેરે તમામ જગ્યાએ આવી રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં રિયલ્ટી ઉદ્યોગને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. નિયમો અને કરમાં મોટા સુધારાએ રિયલ્ટી સેક્ટરને માત્ર એક જ દિશામાં આગળ ધપાવ્યું છે... ઉપર, ઉપર અને ઉપર.
જીએસટી અને રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી) જેવી નિયમનકારી સંસ્થાઓની શરૂઆત સાથે ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ હવે વધુ સંગઠિત ઉદ્યોગમાં સામેલ છે.
હવે ઉદ્યોગ વધુ સુવ્યવસ્થિત અને નિયંત્રિત છે. આમ, સામાન્ય માણસની આંખોમાં ખોવાયેલો વિશ્વાસ પાછો લાવશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી ભાગી ગયેલા રોકાણકારોએ ફરી રોકાણ કર્યું છે. આપણે સામાન્ય માણસને પણ બજારમાં ફરીને જોઈ શકીએ છીએ. ભારતીય રિયલ્ટી માર્કેટ ફરી એક વાર ચમકી રહી છે. મેં થોડાં વર્ષો પહેલાં લખ્યું હતું કે મુંબઈ એ ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગનું  સેન્ટર છે અને મુંબઈના રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર ફરી એક વાર સૂર્ય ચમકશે. આજે એવું થતું જોઈ શકાય છે. રિયલ્ટી સેક્ટર દેશના જીડીપીમાં લગભગ ૧૩ ટકા ફાળો આપશે એવું એક અનુમાન છે.
કોવિડ રોગચાળા અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે સંજોગો બદલાયા છે. મોટા ઉદ્યોગો ચીનમાંથી ભારતમાં શિફ્ટ થયા છે. વિશ્વ ભારતમાં મોટી સંભાવનાઓ જોઈ રહ્યું છે. એનાથી જમીન, રહેણાક મકાનો, કમર્શિયલ હબ વગેરેની ભારે માગ ઊભી થઈ છે.
ભારતનું રિયલ એસ્ટેટ બજાર હમણાં જ એના પ્રારંભિક તબક્કામાં છે અને એમાં સર્વાંગી વિકાસની વિશાળ સંભાવના છે. ભારતના ૨૦૩૦ના બિલ્ડિંગ સ્ટૉકના ૫૦ ટકાથી વધુનું નિર્માણ થવાનું બાકી છે.
કોરોના પછીના ભારતમાં સારાં અને નવાં ઘરો માટે ચારેબાજુ માગ છે તેમ જ ઑફિસો અને કમર્શિયલ જગ્યાઓ ભાડે આપવા અને ખરીદવાની પણ ભારે માગ છે.
રહેણાક ક્ષેત્રમાં આપણે જૂની ઇમારતોના પુનઃ વિકાસની વિશાળ લહેર જોઈ શકીએ છીએ, જે જર્જરિત હાલતમાં હતી. નવી અને આકર્ષક સરકારી નીતિઓ દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહનને કારણે હવે દરેક જગ્યાએ નવી ઇમારતો બની રહી છે. આમ, સામાન્ય માણસ પાસે ઘણી નવી પસંદગીઓ હશે. તેમના સપનાનું ઘર હવે દૂર નથી. આગામી ૩/૪ વર્ષમાં આવનારી જંગી ઇન્વેન્ટરીને કારણે ભાવ કરેક્શનની શક્યતા છે. આનાથી ઘર ખરીદનારાઓ માટે હાઉસિંગ વધુ સસ્તું બનશે અને રોકાણકારોને ફરી એક વાર તક મળશે.
આગામી દાયકા માટે ભારતીય રિયલ એસ્ટેટની સફર સુંદર રહેવાની છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગ દેશના જીડીપીમાં મોટો ફાળો આપશે અને ૨૦૨૭ સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે એ નિશ્ચિત છે. ૨૦૫૦ સુધીમાં આપણે બીજું સૌથી શક્તિશાળી અર્થતંત્ર બની શકીશું.
આવામાં રહેવાસી અને બિનરહીશ બન્ને પ્રકારના ભારતીયોએ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા જેવું છે. બિનરહીશોએ વધુ નહીં તો એક ઘર જરૂર ખરીદવું જોઈએ, જે કોઈ પણ સંજોગોમાં તેમને ઉપયોગી થઈ શકે છે. 
ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈને તમે તથા વિદેશમાં વસતા તમારા સ્વજનો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી શકો છો.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 12:03 PM IST | Mumbai | Dhiren Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK