જો તમે કોરોના પછીની તેજીમાં ખાસ કંઈ કમાયા ન હો તો તમારે હાલ શાંતિ રાખવી જોઈએ. દર ચાર-પાંચ વર્ષે મોટા ઘટાડા આવતા જ હોય છે. રાહ જોવી જોઈએ.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૨૦૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૧૬.૭૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૨૨૩.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૩૨.૪૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૨,૫૦૦.૪૭ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૭૦૦ ઉપર ૮૨,૯૩૦, ૮૩,૦૪૦, ૮૩,૧૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૨,૪૪૨ નીચે ૮૨,૨૨૦, ૮૧,૯૯૦, ૮૧,૮૩૦, ૮૧,૭૫૦, ૮૧,૫૨૦, ૮૧,૨૯૦, ૮૧,૦૫૦, ૮૦,૮૩૦ સુધીની શક્યતા જોવા મળશે. વાતાવરણ નરમાઈતરફી રહેશે. જો તમે કોરોના પછીની તેજીમાં ખાસ કંઈ કમાયા ન હો તો તમારે હાલ શાંતિ રાખવી જોઈએ. દર ચાર-પાંચ વર્ષે મોટા ઘટાડા આવતા જ હોય છે. રાહ જોવી જોઈએ.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (તેમને નિર્માણ પામતા ખૂબ જ ઓછો સમય લાગતો હોવાથી અઠવાડિક ચાર્ટ પર ઓછી સંખ્યામાં જોવા મળે છે અને માસિક ચાર્ટ ક્યારે પણ જોવા નથી મળતો. હવે આપણે ફ્લૅગ અને પીનન્ટ વિશે વિગતવાર જોઇએ. FLAG=ફ્લૅગની રચનાનો આકાર ધજા જેવો હોય છે. બુલીશ ફ્લૅગમાં લોઅર ટૉપને કનેક્ટ કરીને અપર ટ્રેન્ડલાઇન અને લોઅર બૉટમને કનેક્ટ કરીને લોઅર ટ્રેન્ડલાઇન દોરવામાં આવે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૪૨૪.૧૭ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
માઝગાવ ડૉક (૩૧૭૪.૫૦) : ૩૭૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૬૦, ૩૨૭૭, ૩૩૦૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૧૫૦ નીચે ૩૦૯૪, ૩૦૭૭ તૂટે તો ૨૯૬૦, ૨૮૬૦ સુધીની શક્યતા જોવા મળશે.
ગોદરેજ પ્રૉપર્ટી (૨૨૦૬.૩૦) : ૨૫૦૬.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૪૨ ઉપર ૨૨૭૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૧૯૬ નીચે ૨૧૬૫, ૨૧૩૦, ૨૦૯૦, ૨૦૫૩ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૯૧૭.૬૦): ૫૭૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭,૦૩૦ ઉપર ૫૭,૨૨૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૬,૮૧૪ નીચે ૫૬,૭૫૦, ૫૬,૬૦૦, ૫૬,૪૪૦, ૫૬,૨૮૦, ૫૬,૧૩૦, ૫૫,૯૭૫, ૫૫,૮૨૦, ૫૫,૬૭૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૫,૨૨૩.૪૦)
૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૨૬૨ ઉપર ૨૫,૩૩૫, ૨૫,૩૮૫, ૨૫,૪૧૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૨૦૫ નીચે ૨૫,૧૮૦, ૨૫,૧૦૦, ૨૫,૦૩૦, ૨૪,૯૫૦, ૨૪,૮૮૦, ૨૪,૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
બીએસઈ (૨૩૭૧.૧૦)
૩૦૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૬ ઉપર ૨૫૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩૬૫ નીચે ૨૩૪૦, ૨૨૪૦, ૨૧૨૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
સિમેન્સ (૩૧૧૭.૭૦)
૩૪૦૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૯૧ ઉપર ૩૨૨૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૧૦૫ નીચે ૩૦૮૨ તૂટે તો ૩૦૬૨, ૩૦૫૩ મહત્ત્વની સપાટી ગણાય. ૩૦૫૩ નીચે ૨૯૭૪ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

