Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૯૦, નીચામાં ૨૪,૨૪૦ અને ૨૪,૧૦૦ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૪૯૦, નીચામાં ૨૪,૨૪૦ અને ૨૪,૧૦૦ મહત્ત્વના સપોર્ટ

Published : 08 July, 2024 08:55 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૮૨ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૪૭.૧૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૩૭૯.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૬૩.૮૭ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૯૯૬.૬૦ બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૪૦૦ ઉપર ૮૦,૮૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૯,૪૭૮ નીચે ૭૯,૦૦૦ સપોર્ટ ગણાય. બજારમાં હવે સંભાળવા જેવું ગણાય. આપણે ન વેચીએ ને બજાર ઘટી જાય ત્યારે પસ્તાવા કરતાં આપણે વેચ્યા પછી બજાર વધે તો પસ્તાવું સારું. ગયા શુક્રવારે નિફ્ટી ફ્યુચરમાં ઇન્ટ્રા-ડે ચાર્ટ મુજબ મંદી કરનારા સલવાઈ ગયા. ૨૪,૨૮૭થી ૨૪,૪૧૪, ૧૨૭ પૉઇન્ટ ફક્ત ત્રણ જ મિનિટમાં ઉપર લઈ ગયા.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. મધ્યમ ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (Rounding Top And Bottom = આ પૅટર્ન બીજી બધી ચાર્ટ પૅટર્ન કરતાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એમાં પણ રાઉન્ડિંગ ટૉપ તો ભાગ્યે જ જોવા મળે છે. રાઉન્ડિંગ બૉટમને Saucer (રકાબી) તરીકે ઓળખવામાં આવે છે. આ પૅટર્ન બનતાં વધારે સમય લાગે છે. ક્યારેક તો મહિનાઓ નીકળી જાય છે. જેટલો વધારે સમય લાગે એટલો જ નવો મૂવ શક્તિશાળી હશે એમ માની શકાય.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૦૨૯.૪૭ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



સન ફાર્મા (૧૫૬૮.૪૦) : ૧૪૬૦.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૫ ઉપર ૧૬૩૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૫૩૮ નીચે ૧૫૨૫ સપોર્ટ ગણાય.


ઇન્ડિયન રેલવે કૅટરિંગ સર્વિસ (૧૦૨૬.૨૦) : ૯૮૩.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૫ ઉપર ૧૦૪૭, ૧૦૬૫, ૧૦૮૫, ૧૧૦૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૦૦ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૨,૭૨૪.૧૦) : ૪૬,૧૮૪.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૩૦૧ ઉપર ૫૩,૪૮૦, ૫૩,૮૦૦, ૫૪,૧૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૨,૩૦૦ નીચે ૫૨,૧૦૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪,૩૭૯.૪૦) 

૨૧,૨૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૪૫૫ ઉપર ૨૪,૪૯૦, ૨૪,૬૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૨૪૦ નીચે ૨૪,૧૦૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

એચસીએલ ટેક્નૉ (૧૫૧૯.૪૦)

૧૨૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૩૪ ઉપર ૧૫૩૭ કુદાવતાં ૧૫૬૫, ૧૫૯૫, ૧૬૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૫૧૦ નીચે ૧૪૯૦, ૧૪૮૦ સપોર્ટ ગણાય. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે. પરિણામો તેમ જ ડિવિડન્ડ વિશે ૧૨ જુલાઈએ બોર્ડ મીટિંગ છે.

એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૬૭૨.૬૦) 

૬૩૮.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૪, ૭૦૩ કુદાવે તો ૭૧૫, ૭૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૫૯ નીચે ૬૫૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું, નહીંતર તો ઘાટ-ઘાટનાં પાણી પીધાં છે મેં.    - કૈલાસ પંડિત

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2024 08:55 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK