Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૩૭૪ અને નીચામાં ૧૮,૦૫૦, ૧૭,૯૮૫ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૩૭૪ અને નીચામાં ૧૮,૦૫૦, ૧૭,૯૮૫ મહત્ત્વની સપાટીઓ

02 January, 2023 03:57 PM IST | Mumbai
Ashok Trivedi

વર્ષ ૨૦૨૩માં દરેક ઘટાડે રોકાણ કરવા લાયક શૅરો આજે આપ્યા છે, જેમાં દરેક ઘટાડે યોગ્ય લાગે તો રોકાણ કરી શકાય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વાચકમિત્રો, ‘હૅપી ન્યુ યર’. ૨૦૨૩નું વર્ષ આપ સૌને તન-મન-ધન સર્વ પ્રકારે લાભદાયી નીવડે એવી શુભકામના. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૮૩૫.૫૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૪૨.૯૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૨૦૬.૮૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૯૯૫.૪૫ પૉઇન્ટના નેટ સુધારે ૬૦,૮૪૦.૭૪ બંધ રહ્યો.

ઉપરમાં ૬૧,૩૯૩ ઉપર ૬૧,૪૩૦, ૬૧,૬૭૦, ૬૧,૯૧૦, ૬૨,૧૨૦ સુધીની શક્યતા. નીચામાં ૬૯,૭૪૩ નીચે ૬૦,૭૦૦, ૬૦,૪૭૦, ૬૦,૨૩૦, ૫૯,૯૯૦, ૫૯,૭૫૪ સુધીની શક્યતા. ૫૯,૭૫૪ તૂટે તો ૫૯,૪૦૦, ૫૮,૯૩૫, ૫૮,૪૭૦ સુધીની શક્યતા. વર્ષ ૨૦૨૩માં દરેક ઘટાડે રોકાણ કરવા લાયક શૅરો આજે આપ્યા છે, જેમાં દરેક ઘટાડે યોગ્ય લાગે તો રોકાણ કરી શકાય. ઇન્ડેક્સની બેતરફી ચાલ વચ્ચે ચુનંદા શૅરોમાં સુધારો જોવાઈ શકે.



નિફ્ટી ફ્યુચર નીચામાં ૧૭,૮૩૧.૨૦ સુધી આવીને સુધારો દર્શાવે છે, પણ પિક્ચર સ્પષ્ટ નથી. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (હંમેશાં ઉપર અથવા નીચે તરફ જતાં ટૉપ અને બૉટમ તરફ ધ્યાન રાખવું જોઈએ. જેથી ટ્રેન્ડમાં થતા ફેરફારનો સંકેત સહેલાઈથી સમજી શકાય. બાર ચાર્ટ તેમ જ બંધ ભાવનો ચાર્ટ બન્નેનો વિચાર કરીએ તો બંધ ભાવના ચાર્ટ પર ટૉપ અને બૉટમ સહેલાઈથી સમજી શકાય છે. માટે એ વધુ ઉપયોગી જણાય છે, પરંતુ બન્ને ચાર્ટને સરખાવતા રહેવાથી સારું પરિણામ મેળવી શકાય છે.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૨૪૩.૭૨ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 


સેન્ટ્રલ બૅન્ક (૩૨.૧૫) ૪૧.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪ ઉપર ૩૮ કુદાવે તો ૪૨, ૪૬ સુધીની શક્યતા. ૪૬ ઉપર ૫૨, ૬૦, ૬૭, ૭૩ અને ૮૦ સુધી લાંબા ગાળે આવી શકે. લે-વેચ કરતા રહેવું. નીચામાં ૨૮ નીચે ૨૫ સપોર્ટ ગણાય. પ્રમોટર હોલ્ડિંગ ૯૩.૦૮ ટકા છે. 

ભેલ (૭૯.૨૦) ૯૧.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦ કુદાવે તો ૮૭,૯૨ મહત્ત્વની સપાટી ગણાય. ૯૨ ઉપર ૯૬, ૧૦૨, ૧૦૮, ૧૧૩ સુધી વધ-ઘટ આવી શકે. નીચામાં ૭૫ નીચે ૭૩ અને ૬૯ સપોર્ટ ગણાય. 


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૧૬૫.૯૦) ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩,૬૦૬ ઉપર ૪૩,૭૬૦, ૪૩,૯૨૦, ૪૪,૦૮૫, ૪૪,૨૪૮ સુધીની શક્યતા. નીચામાં ૪૨,૯૮૦ નીચે ૪૨,૫૬૦, ૪૨,૧૪૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૮,૨૦૬.૮૫)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૨૭૦ ઉપર ૧૮,૩૪૫, ૧૮,૩૭૪ કુદાવે તો ૧૮,૪૧૫, ૧૮,૪૯૦, ૧૮,૫૫૩ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૧૭૨ નીચે ૧૮,૧૨૦, ૧૮,૦૫૦, ૧૭,૯૮૫, ૧૭,૯૦૦, ૧૭,૮૩૧ સુધીની શક્યતા. ૧૭,૮૩૧ તૂટે તો ૧૭,૭૪૦, ૧૭,૬૧૭, ૧૭,૪૬૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પંજાબ નૅશનલ બૅન્ક (૫૬.૪૫)

૬૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭ ઉપર ૬૨ કુદાવે તો ૬૬, ૭૩ સુધીની શક્યતા. ૭૩ ઉપર ૮૦, ૯૭, ૧૦૨, ૧૧૩, ૧૨૫, ૧૩૮, ૧૫૦ સુધીની લાંબા ગાળે આવી શકે. લે-વેચ કરતા રહેવું. નીચામાં ૪૯ નીચે ૪૪ સપોર્ટ ગણાય. પ્રમોટર હો​લ્ડિંગ ૭૩.૧૫ ટકા છે. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.

યુકો બૅન્ક (૩૧.૫૦)

૩૮.૧૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪ ઉપર ૩૮ કુદાવે તો ૪૦, ૪૬ સુધી આવી શકે અને ૪૬ કુદાવે તો ૫૩, ૫૯, ૬૫, ૭૧ સુધી લાંબા ગાળે આવી શકે. લે-વેચ કરતા રહેવું. નીચામાં ૨૭ તૂટે તો ૨૨ સપોર્ટ ગણાય. પ્રમોટર હોલ્ડિંગ ૯૫.૩૯ ટકા છે. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયો, એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે. - ‘ગની’ દહીંવાળા. 

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 03:57 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK