Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૮૨૪ અને ૨૩,૦૩૫ અને નીચામાં ૨૨,૨૭૬ મહત્ત્વની સપાટીઓ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૮૨૪ અને ૨૩,૦૩૫ અને નીચામાં ૨૨,૨૭૬ મહત્ત્વની સપાટીઓ

Published : 06 April, 2026 09:07 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૨૭૬.૭૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૨,૭૬૬.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૬૩.૬૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૩,૩૧૯.૫૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૩,૯૬૫ ઉપર ૭૪,૩૬૭, ૭૫,૪૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૭૧,૫૪૫ નીચે ૭૧,૪૨૫ મહત્ત્વની સપાટી ગણાય. બજાર ટેક્નિકલી હાઇલી ઓવરસોલ્ડ હોવાના કારણે નીચા મથાળેથી પ્રત્યાઘાતી ઉછાળા આવી શકે છે. યુદ્ધ અમેરિકા કહે ત્યારે નહીં, પણ ઈરાન કહે ત્યારે પૂરું થયેલું સમજવું.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. (ચારે ગ્રુપ આવનારા ઘટાડામાં ખરીદી કરવાનું નક્કી કરે છે. બધાને હવે પેલા સપોર્ટ એરિયામાં ખૂબ જ રસ પડે છે. કુદરતી રીતે જ ભાવો જો ઘટતાં-ઘટતાં એ સપોર્ટ લેવલ પાસે આવે તો આ ચારે ગ્રુપની જોરદાર ખરીદીના લીધે ભાવો પાછા વધવાતરફી થાય છે. એ સપોર્ટ એરિયા પાસે જેટલું વધારે ટ્રેડિંગ થાય એટલું જ એનું મહત્ત્વ વધશે, કારણ કે ઘણા ટ્રેર્ડ્સને એ એરિયામાં ખૂબ જ રસ છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૦૮૮.૧૦ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



ટીસીએસ (૨૪૫૦.૭૦): ૨૩૪૬.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૨ ઉપર ૨૫૦૪, ૨૫૩૪, ૨૫૬૫, ૨૫૯૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪૦૮ નીચે ૨૩૭૫ સપોર્ટ ગણાય.


ઇન્ફોસિસ (૧૩૦૦.૮૦): ૧૨૧૫.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૦૬ ઉપર ૧૩૧૧ કુદાવે તો ૧૩૨૭, ૧૩૪૩, ૧૩૫૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૯૫ નીચે ૧૨૭૯ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૧,૮૧૮.૪૦): ૬૧,૬૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૨,૪૦૦ ઉપર ૫૩,૦૦૦, ૫૩,૮૦૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦,૧૭૨ નીચે ૫૦,૦૯૩, ૪૯,૩૬૬ મહત્ત્વની સપાટી ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૨,૭૬૬.૬૦): ૨૬,૩૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૦૩૫ ઉપર ૨૩,૩૬૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૨,૨૭૬ નીચે ૨૨,૧૫૦, ૨૧,૮૬૦ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ શૉલ્ડર પેટર્ન જોઈ શકાય છે.

કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ (૬૯૬.૮૦): ૬૨૪.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૯૯ ઉપર ૭૦૭ કુદાવે તો ૭૨૮, ૭૪૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૬૮૬ નીચે ૬૭૦ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

એમ્ફેસિસ (૨૨૦૯.૯૦): ૨૦૧૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૨૩ ઉપર ૨૨૩૯ કુદાવે તો ૨૨૫૩, ૨૨૮૩, ૨૩૧૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૧૯૩ નીચે ૨૧૬૩, ૨૧૩૩ સપોર્ટ ગણાય. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: ઝિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. - મરીઝ

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 09:07 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK