Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૫૨૯ અને ૨૨,૬૨૦, નીચામાં ૨૨,૧૮૩ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૫૨૯ અને ૨૨,૬૨૦, નીચામાં ૨૨,૧૮૩ મહત્ત્વની સપાટી

Published : 01 April, 2024 07:27 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૧૭૭.૯૪ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૧,૮૫૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૭૬.૮૫ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૩૪૨.૩૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૮૧૯.૪૧ પૉઇન્ટના નેટ સુધારે ૭૩,૬૫૧.૩૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૧૧૯ ઉપર ૭૪,૨૪૫ કુદાવે તો ૭૪,૪૦૦, ૭૪,૫૭૦, ૭૫,૨૧૦, ૭૫,૩૭૦, ૭૫,૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૭૩,૪૪૦ નીચે ૭૩,૨૮૦, ૭૩,૧૨૦, ૭૨,૯૬૦ સપોર્ટ ગણાય. ​​સ્ક્રિપ આધારિત સુધારાની ચાલ જોવાશે. વહાલા તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બત્તી. જીવનમાં શું કે શૅરબજારમાં શું ધાર્યું કરતાં અણધાર્યું જ વધુ થતું હોય છે. પોતાના નિર્ણયો પોતાને જ પૂછીને લેવા, કારણ કે નફો કે નુકસાન તમને જ થવાનું છે.


નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો, અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૧,૮૫૦, ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (COMPLEX HEAD AND SHOULDERS = હેડ ઍન્ડ શોલ્ડર્સ પૅટર્નમાં ક્યારેક થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે. જેને કૉમ્પ્લેક્સ હેડ ઍન્ડ શોલ્ડર્સ કહેવાય છે. આ પૅટર્ન ભાગ્યે જ જોવામાં આવે છે. આ પૅટર્નમાં બે હેડ અથવા ડબલ લેફ્ટ અને ડબલ રાઇટ શોલ્ડર જોવા મળે છે. જો બે લેફ્ટ શોલ્ડર્સ થાય તો બે રાઇટ શોલ્ડર્સ થશે એમ ધારી શકાય. એની મેજરિંગ ટે​ક્નિક ઉપર જણાવ્યા મુજબની જ છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૧૭૭.૯૪ છે. જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
બજાજ ફાઇનૅન્સ (૭૨૪૫.૨૫) ૬૧૮૭.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૩૫૦ ઉપર ૭૪૪૦, ૭૫૬૫, ૭૬૯૦, ૭૮૧૬ સુધીની શક્યતા. નીચામાં ૭૧૯૦ નીચે ૭૦૬૪, ૬૯૦૫ સપોર્ટ ગણાય. 



યુકો બૅન્ક (૫૨.૨૦) ૪૭.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫ ઉપર ૬૧.૫૦, ૬૨.૮૦, ૭૦.૬૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૯ નીચે ૪૭ સપોર્ટ ગણાય. બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૭,૫૪૫.૧૫) ૪૬,૦૦૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭,૭૬૩ ઉપર ૪૮,૦૩૦, ૪૮,૩૧૦, ૪૮,૫૯૦, ૪૮,૮૬૯ સુધીની શક્યતા, જે કુદાવે તો ૪૯,૧૫૦, ૪૯,૨૩૦, ૪૯,૭૦૦, ૫૦,૦૦૦ સુધીની ધારણા રાખી શકાય. નીચામાં ૪૭,૨૬૪ નીચે ૪૬,૯૬૦ સપોર્ટ ગણાય. 


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 07:27 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK