નિફ્ટી ફ્યુચર અને બીએસઈ ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન ઘટાડો નોંધાયો છે. નિફ્ટીનો ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. હિન્દુસ્તાન યુનિલીવર, ફોર્ટિસ હેલ્થકૅર અને બૅન્ક નિફ્ટીના સપોર્ટ-રેઝિસ્ટન્સ જાણો.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૦૫૬ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૯૧.૮૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૩,૧૮૬.૭૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૩૯૯.૨૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૩,૮૯૫.૭૪ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૩૬૨ ઉપર ૭૫,૦૪૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૩,૩૧૮ તૂટે તો ૭૨,૯૫૦ અંતિમ સપોર્ટ ગણાય. DII રોજ આંખ મીંચીને ખરીદી કર્યા જ કરે છે, કારણ કે પબ્લિકના પૈસા છે. વર્ષો અગાઉ યુનિટ ટ્રસ્ટ પણ આમ જ ખરીદી કરતું હતું. સરવાળે ઉઠમણું થયું. રોકાણકારો રાતા પાણીએ રોયા અને તેના ઉપરી ભી. જાણીતી કહેવત છે ધામધૂમ ક્યારે? ગામ ધીરે ત્યારે, નાસભાગ ક્યારે? ગામ માગે ત્યારે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૪૧૯.૨૭ છે જે ક્લોઝિંગ પ્રાઇઇના આધારે રોજ બદલાયા કરે છે.
હિન્દુસ્તાન યુનિલીવર (૧૯૪૨.૯૦) ઃ ૨૨૩૯.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૭૦ ઉપર ૨૦૩૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૯૧૫ નીચે ૧૮૬૮, ૧૭૯૬, ૧૭૨૫ અને ૧૭૨૫ તૂટે તો વધ-ઘટે ૧૪૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
ફોર્ટિસ હેલ્થકૅર (૮૩૭.૮૦) ઃ ૧૦૧૩.૮૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૫ ઉપર ૮૬૦, ૮૭૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૮૩૪ નીચે ૮૨૯, ૮૧૩, ૭૮૩ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૬૬૩.૬૦)ઃ ૫૮,૩૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૧૮૮, ૫૬,૩૫૦, ૫૬,૫૬૦, ૫૬,૭૮૪ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૫૫,૪૪૫ નીચે ૫૪,૯૬૦, ૫૪,૪૩૦, ૫૩,૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૩,૧૮૬.૭૦)
ADVERTISEMENT
૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૩૧૯ ઉપર ૨૩,૪૮૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૩,૦૦૦ તૂટે તો ૨૨,૮૯૦, ૨૨,૭૪૦, ૨૨,૫૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ તૂટે તો વધ-ઘટે ૧૮,૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે.
HDFC BANK (૭૩૫.૬૦)
૬૮૧.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૪૨ ઉપર ૭૪૯, ૭૫૨, ૭૬૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩૨ નીચે ૭૨૨ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
મારુતિ (૧૨,૦૬૫.૦૦)
૧૩,૭૬૧.૯૯ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨,૩૯૦ ઉપર ૧૨,૪૭૦, ૧૨,૭૮૦ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૧૧,૯૭૫ નીચે ૧૧,૩૧૭, ૧૦,૫૦૩ તૂટે તો વધ-ઘટે ૧૦,૪૭૭, ૯૬૩૭, ૮૭૯૭, ૮૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે માસિક ચાર્ટ આપ્યો છે જેમાં હેડ ઍન્ડ સૉલ્ડર પૅટર્ન જોઈ શકાય છે જે બુધવારે ૩૦મી પૂર્ણ થશે.
