Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૯૩૦, ૨૫,૨૧૦ અને નીચામાં ૨૪,૩૯૬ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૯૩૦, ૨૫,૨૧૦ અને નીચામાં ૨૪,૩૯૬ મહત્ત્વની સપાટી

Published : 09 December, 2024 08:34 AM | Modified : 09 December, 2024 08:46 AM | IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૧૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭૯.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૭૮૩.૨૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૩૩ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૭૦૯.૧૨ બંધ રહ્યો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર

ચાર્ટ મસાલા

બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૧૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭૯.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૭૮૩.૨૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૯૦૬.૩૩ પૉઇન્ટના નેટ સુધારે ૮૧,૭૦૯.૧૨ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૩૧૮ ઉપર ૮૨,૫૪૦, ૮૩,૧૧૦, ૮૩,૬૯૦, ૮૪,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૦,૮૫૫ નીચે ૮૦,૪૬૭ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર દૈનિક ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (આ રચના સામાન્ય રીતે ઍપેક્સ પાસે થતી હોય છે. આવા સમયે બે-ત્રણ દિવસ સુધી ભાવો હેવી વૉલ્યુમે નીચે તરફ જતા હોય છે અને ત્યાર બાદ અચાનક જ ઉપર તરફ ટર્ન લે છે અને પાછલો મૂળ એટલે કે અપવર્ડ ટ્રેન્ડ ચાલુ થાય છે. આવા ખોટા સિગ્નલને SHAKEOUT કહેવાય છે. આવી જ રીતે મંદીતરફી ટ્રાયેન્ગલમાંથી એટલે કે ડાઉનવર્ડ ટ્રેન્ડ વખતે જોવા મળતા ટ્રાયેન્ગલમાંથી ખોટું તેજીતરફી બ્રેકઆઉટ આવે છે જેને END RUN કહેવાય છે. માટે સીમેટ્રિકલ ટ્રાયેન્ગલ હેડ ઍન્ડ શોલ્ડર જેવી વિશ્વાસપાત્ર પૅટર્ન ન ગણાય.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૪,૩૮૭.૮૪ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.



પંજાબ નૅશનલ બૅન્ક (૧૧૦.૧૦): ૯૨.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૮, ૧૨૯ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૫ સપોર્ટ ગણાય. વધ-ઘટે સારો ભાવ જોવાશે.


આરઈસી (૫૫૯.૧૦): ૪૬૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૩ ઉપર ૫૬૮, ૫૭૯, ૫૯૦, ૬૦૧ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫૭ નીચે ૫૪૬, ૫૪૦ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૩,૭૧૭.૮૫): ૪૯,૮૧૭.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે  ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩,૭૪૦ ઉપર ૫૩,૯૫૫ કુદાવે તો ૫૪,૦૪૦, ૫૪,૩૪૦, ૫૪,૬૪૦, ૫૪,૯૪૦, ૫૫,૨૪૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩,૫૫૦ નીચે ૫૩,૦૦૦, ૫૨,૮૫૦  સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૨૪,૭૮૩.૨૫)


૨૩,૨૭૭ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૮૪૦ ઉપ૨ ૨૪,૯૩૦ કુદાવે તો ૨૫,૦૪૦, ૨૫,૨૧૦, ૨૫,૩૪૦, ૨૫,૪૨૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૪,૭૦૦ નીચે ૨૪,૩૯૬ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

તાતા મોટર્સ (૮૧૬.૮૦)


૭૫૦.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૧૯ ઉપર ૮૩૮, ૮૪૪, ૮૬૪, ૮૯૦, ૯૧૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૯૫ નીચે ૭૭૭ સપોર્ટ ગણાય. ૮૫૦ પાસે નફારૂપી વેચવાલી આવી શકે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

યુકો બૅન્ક (૫૦.૦૩)


૪૦.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં બાવન ઉપર ચાલતા ૬૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૫ સપોર્ટ ગણાય. વધ-ઘટે સંગીન સુધારો જોવાશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2024 08:46 AM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK