Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 1 એપ્રિલથી બદલાશે ટેક્સ સ્લેબ, જાણો નવા નિયમો પ્રમાણે ફાયદો થશે કે નુકસાન

1 એપ્રિલથી બદલાશે ટેક્સ સ્લેબ, જાણો નવા નિયમો પ્રમાણે ફાયદો થશે કે નુકસાન

30 March, 2024 08:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

New Tax Rules: 1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ટેક્સ સંબંધિત નવા ફેરફારો પણ આ દિવસથી અમલમાં આવશે. આ વખતે 1 એપ્રિલથી નવા અને જૂના ટેક્સ પ્રણાલી સંબંધિત નિયમો પણ લાગુ થવા જઈ રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


New Tax Rules: 1 એપ્રિલના રોજ નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય છે જેના પગલે આવકવેરા અંગેના કેન્દ્રીય બજેટ પ્રસ્તાવો આ દિવસથી અમલમાં આવે છે. આ ફેરફારોની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમના બજેટ ભાષણમાં કરી હતી.

ટેક્સ નિયમો (New Tax Rules)માં કેટલાક ફેરફારો થયા છે જેના પર એક નજર કરીએ. આ ફેરફારો 1 એપ્રિલથી લાગુ થશે.હજુ પણ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનો અધિકાર છે.


નવી ટેક્સ વ્યવસ્થા ડિફોલ્ટ હશે 

જો તમે હજુ સુધી જૂની ટેક્સ સિસ્ટમ અને નવી ટેક્સ સિસ્ટમ વચ્ચે પસંદગી કરી નથી, તો તમારી અનુકૂળતા મુજબ ઝડપથી ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરો. જો તમે 31 માર્ચ સુધીમાં બેમાંથી કોઈ એકને પસંદ નહીં કરો, તો તમે આપમેળે નવી કર વ્યવસ્થામાં જશો.


નવી ટેક્સ સિસ્ટમમાં તમારે 7 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પરંતુ, જો તમે રોકાણ કરીને ટેક્સ બચાવવા માંગો છો, તો જૂની ટેક્સ સિસ્ટમ તમારા માટે વધુ સારી હોઈ શકે છે.

નવી ટેક્સ વ્યવસ્થામાં હવે પ્રમાણભૂત કપાત (Standard deduction in new tax regime)

અગાઉ, જૂની કર વ્યવસ્થામાં રૂ. 50 હજારનું પ્રમાણભૂત કપાત લાગુ પડતું હતું. હવે તેને નવા ટેક્સ સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ 50 હજાર રૂપિયા પર ટેક્સ છૂટ મળે છે, એટલે કે તમે કંઈપણ વિચાર્યા વગર તમારા પગારમાંથી 50 હજાર રૂપિયા કાપી શકો છો.

આ તમારી કરપાત્ર આવક ઘટાડે છે. કેટલાક લોકોને આ છૂટથી એટલો ફાયદો થાય છે કે આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ છૂટ સાથે તેમના પર કોઈ ટેક્સ લાગતો નથી. રૂ. 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોને કલમ 87A હેઠળ રૂ. 12,500 સુધીની છૂટ મળે છે.

ખાનગી નોકરી કરતા લોકોને અહીં કર લાભ મળે છે

જો તમે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરો છો અને ઓછી રજા લો છો, તો તમને રજાના બદલામાં મળતા પૈસા પર વધુ ટેક્સ છૂટ મળશે. અગાઉ, જો કોઈ બિન-સરકારી કર્મચારી તેની બાકીની રજાના બદલામાં કંપની પાસેથી પૈસા લે છે, તો માત્ર 3 લાખ રૂપિયા સુધીની રકમ જ કરમુક્ત હતી. પરંતુ, હવે આ મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

5 કરોડથી વધુ આવક ધરાવતા લોકો વધુ ટેક્સ બચાવશે

1 એપ્રિલથી 5 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવનારાઓને પણ મોટો લાભ મળશે. સરકારે 5 કરોડ રૂપિયાથી વધુની આવક પરના સરચાર્જમાં 12 ટકાનો ઘટાડો કર્યો છે. પહેલા તે 37 ટકા હતો, જે 1 એપ્રિલથી 25 ટકા થઈ જશે. જો કે, આ લાભ એવા લોકોને જ મળશે જેઓ નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરશે.

વીમા પૉલિસીની પાકતી આવક પર પણ ટેક્સ

હવે જીવન વીમા પોલિસીમાંથી મળેલી પાકતી મુદતની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે. 1 એપ્રિલ, 2023 ના રોજ અથવા તે પછી જે પણ પોલિસી જારી કરવામાં આવશે, તે આ નિયમના દાયરામાં આવશે. જો કે, આ ટેક્સ તે લોકોએ જ ભરવો પડશે જેમનું કુલ પ્રીમિયમ 5 લાખ રૂપિયાથી વધુ છે.

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2024 08:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK