ટેક્નૉલૉજી અને મૅન્યુફૅક્ચરિંગમાં ઇન્ડિયા ખૂબ જ આગળ વધી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
ભારતીયો વધુ ઍડ્વાન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા હોવાથી ૨૦૨૮ સુધીમાં સ્માર્ટ હોમના માર્કેટમાં દોઢગણો વધારો જોવા મળશે. ટેક્નૉલૉજી અને મૅન્યુફૅક્ચરિંગમાં ઇન્ડિયા ખૂબ જ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ અને નૉન-સ્માર્ટ હોમ કૅટેગરીનું માર્કેટ ૨૦૨૩માં ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનું હતું. જોકે ૨૦૨૮ સુધીમાં એમાં દોઢગણો વધારો થશે અને એ ૧૪૦,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી જશે. સિક્યૉરિટીને લગતી પ્રોડક્ટની ડિમાન્ડ વધુ જોવા મળશે. માર્કેટની ટોટલ વૅલ્યુનો ૧૪ ટકા ભાગ સિક્યૉરિટીની પ્રોડક્ટનો છે. આ સિવાયની પ્રોડક્ટની ડિમાન્ડ પણ નજીકના ભવિષ્યમાં વધશે. એક રિપોર્ટ મુજબ બેસિક પ્રોડક્ટની જગ્યાએ હવે હાઇટેક કનેક્ટેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને મોબાઇલથી ઑપરેટ કરી શકાય છે. આ પ્રોડક્ટ્સમાં કૅમેરા, ડોરબેલ, લૉક, લાઇટ્સ, સ્વિચ, પ્લગ, ઍરપ્યુરિફાયર, વૅક્યુમ ક્લીનર અને ઍર-કન્ડિશનરનો સમાવેશ થાય છે. ૭૦ ટકા લોકો સ્માર્ટ હોમ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અથવા તો એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. ૪૪ ટકા લોકોના ઘરમાં સ્માર્ટ હોમ ડિવાઇસ છે અને ૨૫ ટકા લોકો એ ખરીદવાની ઇચ્છા ધરાવે છે.

