શૅરબજાર માટે ચાર વર્ષનો સૌથી બૂરો દિવસ : એક્ઝિટ પોલનો ઉછાળો ડબલથી પણ વધુ ધોવાઈ ગયો : બજારે ક્યારેય ન જોયાં હોય એવાં દૃશ્યો જોયાં : રોકાણકારોની મનોદશા દિશાહીન : બધી ધારણા ખોટી સાબિત થઈ
માર્કેટ
શૅરબજારના ઇતિહાસમાં ચૂંટણી-પરિણામના દિવસે આવી ઘટના પ્રથમ વખત બની છે. રાજકીય તો ખરો જ, પરંતુ આર્થિક મોરચે પણ બહુ જંગી અણધાર્યો આંચકો બજારે જોવાનો આવ્યો. હાલ તો બજારની તેજીનું નૂર છીનવાઈ ગયું એમ સમજીને ચાલવું પડશે. લગભગ તમામ ઍનલિસ્ટો, એક્સપર્ટ્સ, ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ, ચૅનલ્સની ધારણાઓ ખોટી પડી છે. આ એક રૅર ઘટના છે. હવે પૅનિક-સેલ વધવાનો ભય છે, પરંતુ જેઓ હોલ્ડ કરી શકે છે તેમણે આવું વેચાણ ટાળવું જોઈએ. હા, બજારની તેજી આ ભરઉકળાટમાં પણ ઠંડી પડી જશે, હવે સરકાર બન્યા બાદ આગળ શું ચિત્ર સર્જાય છે એની રાહ જોવી રહી. ઉતાવળ ન ખરીદવામાં કરવી ન વેચવામાં કરવી.