નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે.
પ્રતીકાત્મક તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૫,૨૮૬.૧૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૪૬.૧૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૫,૩૩૮.૬૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૨૭.૫૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧૨૮૭.૧૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૪૦૦ ઉપર ૮૧,૭૭૦, ૮૨,૧૪૦, ૮૨,૩૦૦, ૮૨,૪૫૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૧૫૯ નીચે ૮૧,૦૦૦, ૮૦,૬૨૦ સુધીની શક્યતા. બૅન્ક નિફ્ટીમાં મોટો ઘટાડો આવી શકે એમ જણાય છે. બજારના અન્ડરટોનમાં નરમ ઉછાળે આંચકા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૪,૪૦૯ અને ૨૧,૮૬૦ ગણાય (બીજા શબ્દોમાં કહીએ તો રેજિસ્ટન્સ લેવલ સપોર્ટ લેવલ બની જાય છે અને સપોર્ટ લેવલ રેજિસ્ટન્સ લેવલ બની જાય છે. આનું કારણ સમજવા માટે સપોર્ટ અને રેજિસ્ટન્સ લેવલના નિર્માણની સાયકોલૉજી જોઈએ. THE PSYCHOLOGY OF SUPPORT AND RESISTANCE એ સમજવા માટે આપણે માર્કેટમાં ભાગ લેનારાઓને ત્રણ વિભાગમાં વહેંચીએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૫૯૦.૧૯ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ADVERTISEMENT
આઇઓબી (૩૬.૪૫)ઃ નીચામાં ૩૩.૫૦ના બૉટમથી ૧૨ મહિનાથી સાઇડ વેઝમાં છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯ ઉપર ૪૩ કુદાવે તો ૪૯ સુધીની શક્યતા. નીચામાં ૩૫ નીચે ૩૩.૫૦ રૉક બૉટમ ગણી શકાય. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું.
યુકો બૅન્ક (૨૯.૬૨) ઃ નીચામાં ૨૬.૪૬ સુધી આવ્યા બાદ લાંબા સમયથી સાઇડ વેઝમાં છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧ ઉપર ૩૩ અને ૩૫ મહત્ત્વની સપાટી ગણાય, જેની ઉપર ૪૪ સુધીની શક્યતા. નીચામાં ૨૯ નીચે ૨૭.૫૦ સપોર્ટ ગણાય. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું.
બૅન્ક નિફટી ફ્યુચર (૬૦૯૦૧.૦૦)ઃ ૬૦૧૨૧.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૧,૨૦૦, ૬૧,૫૭૦, ૬૧,૬૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૦,૬૫૧ નીચે ૬૦,૧૨૧ તૂટે તો નીચે ૫૯,૮૩૬, ૫૯,૬૭૦, ૫૯,૪૭૦, ૫૯,૨૬૦, ૫૯,૦૬૦, ૫૮,૮૬૦ સુધીની શક્યતા.
નિફ્ટી ફ્યુચર (૨૫,૩૩૮.૬૦)
૨૬,૩૨૦ના ટટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫,૩૭૫ ઉપર ૨૫,૪૯૦, ૨૫,૫૫૦, ૨૫૫૮૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫,૨૮૬ નીચે ૨૫,૨૬૫, ૨૫,૧૫૦ અને ૨૫,૧૫૦ તૂટે તો ૨૫,૦૫૦, ૨૪,૯૫૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
AU સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૯૫૮.૩૫)
૧૦૩૯.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૭૬ ઉપર ૯૮૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૯૫૧ નીચે ૯૪૨ તૂટતાં ૯૨૭, ૯૦૩ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ગોદરેજ પ્રૉપર્ટી (૧૭૩૮.૯૦)
૧૮૯૨.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૬૩ ઉપર ૧૭૯૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭૩૫ નીચે ૧૭૨૭ તૂટતાં ૧૭૧૧, ૧૬૮૫, ૧૬૫૯, ૧૬૪૦ સુધીની શક્યતા. આ સાથે દૈનિક ચાર્ટ આપ્યો છે.
શૅરની સાથે શેર: આખર તું દોસ્ત છે તો તને ફાવતું કર્યું, પહોંચી વળાય એમ હતું પણ જતું કર્યું. - કુણાલ શાહ.
